હાલમાં રાજ્ય સરકાર તાકીદે જાગીને રાજ્યના તમામ વિસ્તારોમાં એકથી વધારે લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ ફાયર સેફ્ટી સહિત સુરક્ષાની તપાસ કરી રહી છે. જો કોઈપણ મુદ્દાઓમાં ગેરરીતી હોય તો આવી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. તેથી છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ મનપાના ફાયર વિભાગના અધિકારીઓ કમિશ્નરના ઓર્ડરથી શહેરમાં અનેક સ્થળોએ ત્રાટક્યા છે. જેથી મોતીબાગ વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં ચેકિંગ કરતા ગેરરીતિ બહાર આવી હતી. જેને લઇને મનપાના અધિકારીઓ દ્વારા શોપિંગ મોલના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.
મોતીબાગ વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં મનપાના નાયબ કમિશ્નર પ્રફુલ કનેરિયા અને ચીફ ફાયર અધિકારી દસ્તુરે તપાસ હાથ ધરી હતી. જેમાં શોપિંગ મોલની નીચે બનાવવામાં આવેલા પાર્કિંગનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાથી મનપાના અધિકારીઓએ ગોડાઉનને સીલ કર્યું હતું.