જુનાગઢ: તાલુકાના સોનારડી ગામમાં આજે સવારના સમયે દીપડાએ ઘાત લગાવીને હુમલો કરતા તેમાં 10 વર્ષની મનન રાઠોડ નામની બાળકીનો મોત થયું છે દીપડાના હુમલામાં બાળકીનુ મોત થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે ગામજનોએ વન વિભાગ સામે માનવ ભક્ષી દિપડા ને પકડી પાડીને ગામ લોકોને સુરક્ષા પરિવાર તેવી માંગ પણ કરાઈ રહી છે. Junagadh lepord attack on girl child
માનવ ભક્ષી દીપડાએ મચાવ્યો હાહાકાર જુનાગઢ તાલુકા નુ સોનારડી ગામ આજે દીપડાના હુમલા થી થર થર કાપી રહ્યો છે વહેલી સવારે 10 વાગ્યાના અરસામાં ગામમાં દાદા સાથે જઈ રહેલી 10 વર્ષની માસુમ બાળકી મનન રાઠોડ પર ઘાત લગાવીને દિપડા એ હુમલો કરતા તેમાં બાળકીનુ મોત થયું છે જેને લઈને સમગ્ર ગામમાં દીપડા ના ભયનો આતંક ફેલાઈ રહ્યો છે જૂનાગઢના ગીર કાંઠાના ગામોમાં ખાસ કરીને દીપડાનો ભય અને આતંક અવારનવાર સામે આવે છે જેમાં કેટલાક હતભાગી વ્યક્તિઓ હુમલામાં મોતને ભેટે છે ત્યારે આજે દસ વર્ષની બાળકીનો દીપડા એ શિકાર કર્યો છે તેને લઈને ગામમાં શોકની સાથે દીપડાના આતંક નો ભય વ્યાપેલો જોવા મળે છે.
દીપડાને પકડવા વન વિભાગ એ શરૂ કર્યું તપાસ અભિયાન દીપડાના હુમલામાં એ જે રીતે દસ વર્ષની માસુમ બાળકીનો મોત થયું છે તેને લઈને પણ વિભાગે પણ દીપડાને પકડી પાડવા માટે તપાસ અભિયાન શરૂ કર્યું છે જુનાગઢ અને ગિરનાર નજીક આવેલા જંગલ વિસ્તારમાં અવારનવાર સિંહ અને દીપડા આવી ચડે છે પરંતુ દીપડાનો આતંક ખૂબ જ વધી રહેલો જોવા મળે છે જેને લઈને ગામ લોકોમાં પણ ભારે રોષ જવા મળી રહ્યો છે દસ વર્ષની માસુમ બાળકીનું મોત થતા વન વિભાગ પણ સફાળુ જાગ્યુ છે અને હુમલો કરનાર દીપડાને પકડી પાડવા માટે પાંજરા ગોઠવવા સહિત તમામ કામગીરી શરૂ કરી છે .