જૂનાગઢ : પોલીસને આજે આયુર્વેદિક દવાની આડમાં થતા નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને મળેલી પૂર્વ બાતમીના આધારે જુનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં ઓમ શિવ પાન અને કોલ્ડ્રિંક્સની દુકાનમાં તપાસ કરતા અહીંથી મોટા પ્રમાણમાં આયુર્વેદિક દવાના નામે વેચાણ થતી નશા યુક્ત પ્રવાહીની 3,416 જેટલી બોટલો પકડી પાડી હતી. આજે પકડાયેલી દવાની બોટલોની કિંમત પાંચ લાખ નવ હજાર કરતાં વધુની થવા જાય છે. જેને પોલીસે કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી ઘરમાં રાખીને કરતો હતો ગેરકાયદેસર વેચાણ : આંબાવાડી વિસ્તારમાં જ આવેલી આશિયાના સોસાયટીના બ્લોક નંબર બી 27માં પાન અને કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતો મુકેશ સિંધી આયુર્વેદિક પ્રવાહીની બોટલ તેના ઘરમાં છુપાવીને રાખતો હતો. જેનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આયુર્વેદિક પ્રવાહી વેચવાની કોઈપણ પ્રકારની પરમિશન કે મંજૂરી પાનની દુકાન ધારક મુકેશ સિંધી પાસે જોવા મળતી ન હતી. જેની સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમામ બોટલોને FSLમાં મોકલાય : જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આયુર્વેદિક દવા નામે નશા યુક્ત પ્રવાહીની પકડી પાડેલી તમામ 3416 જેટલી બોટલો પ્રયોગશાળામાં પૃથ્થકરણ હેતુ ફોરેન્સિક લેબોરેટરીને મોકલી આપવામાં આવી છે. સમગ્ર ઘટનામાં ફોરેન્સિક લેબોરેટરીનું પ્રમાણપત્ર મળ્યા બાદ પોલીસ દ્વારા વધુ કેટલીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર પ્રતિબંધિત અને નશા યુક્ત આયુર્વેદિક દવાનો જથ્થો પાનની દુકાનનો માલિક મુકેશ સિંધી કોની પાસેથી અને કઈ રીતે મેળવતો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બની શકે આગામી દિવસોમાં સમગ્ર નશા યુક્ત પ્રવાહીના વેચાણમાં કોઈ રાજ્ય વ્યાપી કડીનો પણ ખુલાસો થઈ શકે છે.
- Rajkot News: રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ, 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો
- Ahmedabad Crime News: કારની ઠગાઈ મામલે થયેલી અરજીની તપાસમાં સરખેજ પોલીસે અફિણના નેટવર્કનો કર્યો પર્દાફાશ
- Gujarat ATS: ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો કર્યો પર્દાફાશ, ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું