ETV Bharat / state

Hanuman Jayanti 2023: હનુમાન પ્રાગટ્ય દિવસે લંબે હનુમાનને 21000 લાડું અર્પણ કરાશે

જૂનાગઢમાં હનુમાન પ્રાગટ્ય દિવસે લંબે હનુમાનને ધરાવશે 21000 લાડુ નો ભોગ ધરવામાં આવશે. રાજસ્થાની પુરોહિતો દ્વારા લાડુ બનાવામાં આવશે. 20 ડબ્બા શુદ્ધ ઘી 200 કિલો ચણાનો લોટ 400 કિલો ખાંડ 20 કિલો બદામ અને 20 કિલો કાજુ તેમજ 2 કિલો ઈલાયચી લાડુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

હનુમાન પ્રાગટ્ય દિવસે લંબે હનુમાનને ધરાવશે 21000 લાડુ નો ભોગ

author img

By

Published : Apr 5, 2023, 11:05 AM IST

હનુમાન પ્રાગટ્ય દિવસે લંબે હનુમાનને ધરાવશે 21000 લાડુ નો ભોગ

જૂનાગઢ: રામનવમી પછી હવે હનુમાન જયંતી આવી રહી છે. જેને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાત્રી, રામનવમી અને હવે હનુમાન જયંતી આવી રહી છે. ભગવાન ગણેશ સાથે હનુમાનજીને પણ લાડુ ખુબ પ્રિય છે. જૂનાગઢમાં ભવનાથ તળેટી માં આવેલા અતિ પ્રાચીન લમ્બે હનુમાન મંદિરે પણ હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ દિવસની ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

તૈયારીને આખરી ઓપઃ જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હનુમાનજી પ્રાગટ્ય દિવસે લંબે હનુમાન દર્શન કરવા માટે આવતા કષ્ટભંજન દેવના ભક્તો માટે મંદિર દ્વારા વિશેષ પ્રસાદની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાગટ્ય દિવસે પ્રત્યેક દર્શનાર્થીને લાડુનો પ્રસાદ આપીને હનુમાન જયંતીની ઉજવણી કરાશે. જેમાં સમગ્ર જૂનાગઢની પ્રજા આસ્થા સાથે દર્શન કરશે.

આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

આટલી સામગ્રી:હનુમાનજી મહારાજને ધરવા માટે લાડુ બનાવવાનું કામ રાજસ્થાનના કુશળ રાજ પુરોહિતોને સોંપવામાં આવ્યું છે. તેઓ લાડુ બનાવતા જોવા મળે છે. લાડુ બનાવવા માટે 20 ડબ્બા શુદ્ધ ઘી 200 કિલો ચણાનો લોટ 400 કિલો ખાંડ 20 કિલો બદામ અને 20 કિલો કાજુ તેમજ 2 કિલો ઈલાયચી લાડુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

શરૂ કરી દેવામાં આવી: 21,000 લાડુ બનાવવાની વિધિ લંબે હનુમાન મંદિર પરિસરમાં જ શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારે મહા આરતી હનુમાનજી મહારાજને મોદકનો ભોગ લગાવીને તેને ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. હનુમાનજી મહારાજની જયંતીને લઇને તેમના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે આ લાડુ બનાવવા માટે ભક્તો સેવામાં જોડાયા હતા.

આ પણ વાંચો Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

લાડુનો પ્રસાદ અર્પણ:21000 લાડુનો ભોગચૈત્ર સુદ પૂનમ હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસે લંબે હનુમાન કષ્ટભંજન દેવ ને શુદ્ધ ઘી માંથી 21 હજાર જેટલા લાડુનો ભોગ લાવવામાં આવશે. પ્રાગટ્ય દિવસે વહેલી સવારે મહા આરતી ત્યાર બાદ ભોગ ધરીને લાડુ હનુમાનજી મહારાજના ભક્તોમાં પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવશે. ગત વર્ષે પણ લંબે હનુમાન મંદિર દ્વારા હનુમાનજી પ્રાગટ્ય દિવસે 12,000 જેટલા મોદક લાડુ નો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે વધારો કરીને 21000 શુદ્ધ ઘીમાંથી બનેલા લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.