ETV Bharat / state

Junagadh Girnar : 48 કલાક પૂર્વે ગિરનારની ખીણોમાં ગુમ થયેલા મધ્યપ્રદેશના વૃદ્ધને ઓપરેશન ગિરનાર દ્વારા શોધી કઢાયા

જૂનાગઢના ગિરનાર પર્વતમાં ગુમ થયેલા વ્યક્તિ આખરે 48 કલાક બાદ મળતા ખુશીનો માહોલ સર્જાયો હતો. આ વ્યક્તિ 2000 પગથિયાથી થયા પરિવારથી વિખુટા પડી ગયા હતા. 48 કલાક સુધી આ વ્યક્તિ પ્રાણીઓ વચ્ચે ખોરાક અને પાણી વગર જંગલમાં જજુમી રહ્યા હતા. ત્યારે તંત્રએ ગુમ થયેલા વ્યક્તિને હેમખેમ પહાડીઓની ખીણોમાંથી શોધી કાઢ્યા હતા.

Junagadh Girnar : પ્રાણીઓ વચ્ચે ખોરાક-પાણી વગર ગિરનાર જંગલમાં જજુમી રહ્યા વ્યક્તિ આખરે મળી ગયા

author img

By

Published : Jul 7, 2023, 7:04 PM IST

Updated : Jul 7, 2023, 9:52 PM IST

ગિરનાર પર્વતમાં ગુમ થયેલા વ્યક્તિ આખરે 48 કલાક બાદ મળતા ખુશીનો માહોલ

જૂનાગઢ : ગિરનાર પર્વતમાં ગુમ થયેલા મધ્યપ્રદેશના વ્યક્તિને 48 કલાક બાદ ગીચ જંગલની વચ્ચેથી હેમખેમ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બનાવને લઈને ગિરનાર પર્વતમાં અનોખું ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં પોલીસ વન વિભાગ અને SDRFના જવાનોને સફળતા મળી છે. ગુમ થયેલા વ્યક્તિ મૂળ ગુવાલિયરના અને જૂનાગઢ જૈન પરિવારના મોભી મદનમોહન જૈન પાંચમી તારીખે અચાનક ગિરનાર પર્વત પરથી તેમના પરિવારજનો સાથેથી ગુમ થયા હતા. જેને લઇને જૈન પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસ વન વિભાગ અને SDRFના સંયુક્ત ઓપરેશનમાં મદનમોહન જૈનને હેમખેમ ગિરનારની પહાડીઓની ખીણોમાંથી શોધી કાઢતા ખુશીનો માહોલ સર્જાયો હતો.

તંત્રનું સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન
તંત્રનું સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન

શું હતી સમગ્ર ઘટના : ગુમ થયેલા મદનમોહન જૈન પાંચમી તારીખે તેમના પરિવાર સાથે પગપાળા જૈન દેરાસર દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે માળી પરબની આસપાસ 2000 પગથિયાથી તેઓ પરિવારજનો સાથે વિખુટા પડી ગયા હતા. અચાનક કોઈ અકસ્માતનો ભોગ બનીને ત્યાંથી ગિરનારની ખીણોમાં ગબડી પડ્યા હતા. પરિવારના મોભી ગુમ થતા જૈન પરિવાર ખૂબ ચિંતા બન્યો હતો. તેથી પરિવારના મોભીને શોધવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સરકારી તંત્રની મદદથી આજે મદનમોહન જૈન પરિવારને હેમખેમ પરત મળ્યા છે.

પાંચ અકસ્માતે ગિરનાર પર્વત પરથી પરિવાર સાથે વિખૂટા પડીને ગુમ થઈ ગયો હતો. બે દિવસ સુધી ગીચ જંગલની વચ્ચે પાણી અને ખોરાક વગર જજુમી રહ્યો હતો. ગિરનારમાં સિંહ અને દીપડાના સતત ભયની વચ્ચે વરસતા વરસાદમાં ખોરાક અને પાણી વગર બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો હતો, ત્યારે રેસ્ક્યુ માટે આવેલી ટીમના સદસ્યોને મારો અવાજ પહોંચતા અંતે બહાર નીકળવા આશાનું કિરણ મળ્યું હતું. આજે વહેલી સવારે ચાર કલાકે મારુ રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને જટાશંકરના રસ્તા પરથી પરત ભવનાથ લાવવામાં આવ્યો હતો. બે દિવસ ગાઢ જંગલની વચ્ચે વરસાદ અને ભયની વચ્ચે પસાર કર્યા બાદ મહાવીર સ્વામીની કૃપાથી પરત ફર્યો છું. - મદનમોહન જૈન (ગુમ થયેલા વ્યક્તિ)

તંત્રનું સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન : જૂનાગઢ જિલ્લા પોલીસ વન વિભાગ અને SDRFના સંયુક્ત રેસ્ક્યુ અભિયાનમાં 33 જેટલા સદસ્યો ગત રાત્રિના નવ કલાકથી જોડાયા હતા. તેથી આજે વહેલી સવારે ચાર કલાકની આસપાસ ભારે જહેમત બાદ ગુમ થયેલા મદનમોહન જૈનને સફળતાપૂર્વક શોધી કાઢવામાં સંયુક્ત રેસક્યુ ટીમને સફળતા મળી છે.

ગુમ થયેલા વ્યક્તિ
ગુમ થયેલા વ્યક્તિ

વિભાગીય પોલીસ અધિક્ષકનો પ્રતિભાવ : વિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયાએ સમગ્ર રેસ્ક્યુ અભિયાનને લઈને જણાવ્યું હતું કે, પોલીસને જે સમયે મદનમોહન જૈન ગુમ થયાના મેસેજ મળતા જ સંયુક્ત ઓપરેશનની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં વન વિભાગ અને SDRFના જવાનોનો સહયોગ લેવામાં આવ્યો હતો. ગીચ જંગલની વચ્ચે સિંહ અને દીપડાની સાથે સતત વરસી રહેલા વરસાદમાં આ પ્રકારનું રેસ્ક્યુ ખૂબ મુશ્કેલ માનવામાં આવતું હતું, પરંતુ સંયુક્ત રેસક્યુ ટીમની મહેનતને કારણે આજે ગીચ જંગલ વિસ્તારમાંથી 48 કલાક પૂર્વે ગુમ થયેલા મદનમોહન જૈનને પરત શોધી કાઢવામાં સફળતા મળી છે.

  1. Junagadh Monsoon News : મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી, આહલાદક દ્રશ્યો સર્જાયા
  2. Surat News : ડુમ્મસના દરિયામાં ડૂબતાં કિશોરનું દિલધડક રેસ્ક્યુ
  3. Junagadh Rain: વરસતા વરસાદની વચ્ચે પ્રકૃતિને માણવા ગિરનાર પર આવ્યા પ્રવાસીઓ

Last Updated : Jul 7, 2023, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.