ETV Bharat / state

જૂનાગઢઃ ફાયર સેફ્ટીના એક માત્ર અધિકારીની અમદાવાદમાં બદલી - gujaratinews

જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં મનપાના ફાયર અધિકારીની અચાનક બદલી થતા મનપાનું તંત્ર ફાયર અધિકારી વિનાનું બની ગયું છે. શહેરના ફાયર અધિકારી દસ્તુરની અચાનક જૂનાગઢથી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.

જૂનાગઢના ફાયર સેફ્ટી અધિકારી દસ્તુરની અમદાવાદમાં બદલી  કરાઈ
author img

By

Published : Jun 10, 2019, 7:36 AM IST

સુરતના સરથાણામાં આવેલા કોચિંગ ક્લાસમાં લાગેલી આગના પડઘા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લા મથકમાં ટ્યુશન ક્લાસિસ, શાળાઓ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો સહિતની જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઈને તાકીદે તપાસ અભિયાન શરૂં છે. સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કોઇ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આવી તમામ સંસ્થાઓના NOC રદ કરીને નવેસરથી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢના ફાયર સેફ્ટી અધિકારી દસ્તુરની અમદાવાદમાં બદલી કરાઈ

આ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં ફાયર અધિકારી તરીકે કામ કરતા દસ્તુરની અચાનક અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. દસ્તુરની અમદાવાદ ખાતે બદલી થતાં જૂનાગઢ મનપા ફાયર અધિકારી વિનાની બની રહી છે. જ્યારે શાળા વેકેશન બાદ ખૂલી રહ્યું છે, ત્યારે ફાયર સેફ્ટીને લઈને NOC તેમજ ફાયર સુવિધાની તપાસ માટે હવે ક્યા અધિકારી કામ કરશે તેને લઇને સવાલો ઉભા થઈ રહ્યાં છે. સરકાર તપાસ કરવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ આ જ તપાસમાં સામેલ અને જેની NOC દ્વારા જ શાળાઓ, ટ્યુશન ક્લાસિસ, હોસ્પિટલ શરૂ થઈ શકશે તેવા સક્ષમ અધિકારીની બદલી થતાં આગામી દિવસોમાં જૂનાગઢમાં ફાયર સેફ્ટીની તપાસ કોણ કરશે તેને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Intro:સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં મનપાના ફાયર અધિકારીની અચાનક બદલી થતા મનપાનું તંત્ર ફાયર અધિકારી વિનાનું બની રહ્યું છે

Body:સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢના ફાયર અધિકારી દસ્તુર ની અચાનક બદલી કરી દેવામાં આવી છે દસ્તુર ને જુનાગઢ થી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે

સુરતના સરથાણા માં આવેલા કોચિંગ ક્લાસ માં લાગેલી આગના પડઘા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લા મથક માં ટ્યુશન ક્લાસીસ શાળાઓ રેસ્ટોરન્ટો હોસ્પિટલો સહિતની જગ્યાઓ પર ફાયરસેફ્ટી ને લઈને તાકીદે તપાસ અભિયાન હાથ ધર્યુ હતું સમગ્ર રાજ્યમાં શાળા-કોલેજો હોસ્પિટલો અને ખાનગી કોચિંગ ક્લાસીસ માં જ્યાં ફાયરસેફ્ટી ને લઈને કોઇ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી આવી તમામ સંસ્થાઓના એન ઓ સી રદ કરીને નવેસરથી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ફાયર અધિકારી તરીકે કામ કરતા દસ્તુરની આજે અચાનક અમદાવાદ ખાતે બદલી કરી દેવામાં આવી છે દસ્તુરની અમદાવાદ ખાતે બદલી થતા જૂનાગઢ મનપા ફાયર અધિકારી વિનાની બની રહી છે આવતીકાલથી જ્યારે શાળા વેકેશન બાદ ખૂલી રહી છે ત્યારે ફાયરસેફ્ટી ને લઈને એન.ઓ.સી તેમજ ફાયર સુવિધાની તપાસ માટે હવે કયા અધિકારી કરશે તેને લઇને સવાલો ઉભા થઈ રહ્યા છે સરકાર તપાસ કરાવવાની વાતો કરી રહી છે તો બીજી તરફ આ જ તપાસમાં સામેલ અને જેની એનઓસી થકી જ શાળાઓ ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ શરૂ થઈ શકશે તેવા સક્ષમ અધિકારીની બદલી થતા આગામી દિવસોમાં જુનાગઢ ની શાળા કોલેજ ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ અને તપાસ કોણ કરશે તેને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.