ETV Bharat / state

Junagadh Crime : પ્રેમિકાને પામવાની ઈચ્છા ધરાવતા પ્રેમીને મળ્યું મોત, જૂનાગઢ પોલીસે પાંચ આરોપી ઝડપી લીધાં - હત્યાના કેસ

જૂનાગઢમાં ગઈકાલે પ્રેમિકાને પામવા જતાં પ્રેમિકાના પરિવાર દ્વારા યુવાનની હત્યાના કેસમાં પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બનાવ સંદર્ભે નોંધાયેલી ફરિયાદને લઇ ગણતરીના કલાકોમાં માણાવદર પોલીસે પાંચ આરોપીની ઝડપી લીધાં છે.

Junagadh Crime : પ્રેમિકાને પામવાની ઈચ્છા ધરાવતા પ્રેમીને મળ્યું મોત, જૂનાગઢ પોલીસે પાંચ આરોપી ઝડપી લીધાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 10:10 PM IST

પ્રેમિકા સહિત પાંચ આરોપી કલાકોમાં પકડાયાં

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સાળંગ પીપળી ગામમાં ગત 30 મી ઓગસ્ટના દિવસે રાત્રિના સમયે નિલેશ ગરડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેના પરથી જૂનાગઢ પોલીસે આજે પરદો ઊંચક્યો છે. યુવાનની હત્યાના આરોપમાં તેની પ્રેમિકા સહિત અન્ય પાંચ આરોપીને જૂનાગઢ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નિલેશ ગરડની હત્યા કરી નાખવામાં આવી છે. તેવી તેના ભાઈ વિનોદ ગરડની ફરિયાદને આધારે પોલીસે મૃતક યુવકની પ્રેમિકા સહિત તેના પરિવારના અન્ય ચાર લોકોની ઇરાદાપૂર્વક ટોળકી બનાવીને હત્યા કરવાના ગુનામાં અટકાયત કરીને સમગ્ર મામલાની તપાસ જૂનાગઢ પોલીસ કરી રહી છે...બી. સી. ઠક્કર (વિભાગીય પોલીસ અધિક્ષક)

યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સાળંગ પીપળી ગામમાં ગત 30 તારીખના દિવસે નિલેશ ગરડ નામના યુવાનને નિર્દયતાપૂર્વક માર મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી. માણાવદર પોલીસ મથકમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભડ ગામના વિનોદ ગરડની ફરિયાદને લઈને જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગણતરીના દિવસોમાં જ મૂળ કુતિયાણા તાલુકાના ભડ ગામની યુવતી સહિત અન્ય ચાર પુરુષોને મૃતક નિલેશ ગરડની નિર્દયતાપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતારવાના આરોપસર પોલીસે અટકાયત કરીને હત્યા નીપજાવવા જેવા ખૂબ જ ગંભીર ગુનામાં આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે.

પ્રેમિકાને પામવા જતા મળ્યું મોત : કુતિયાણા તાલુકાના ભડ ગામના નિલેશ ગરડને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમિકાને પામવા માટે યુવક મોતના દ્વાર સુધી પહોંચી ગયો. સમગ્ર મામલામાં મૃતક યુવક અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ બંધાયો હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતીને નજીકના સગા સંબંધીઓને ઘરે માણાવદર તાલુકાના સાળંગપીપળી ગામમાં રહે છે ત્યાં મોકલી આપી હતી. ત્યાર બાદ થોડા મહિના બાદ મૃતક યુવકને 30 તારીખના રાત્રિના સમયે આરોપી પ્રેમિકા યુવતી અને તેમના અન્ય ચાર સગા સંબંધીઓએ સારંગ પીપળી ગામમાં યુવકને બંધક બનાવીને ઢોર માર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતકના ભાઈ વિનોદ ગરડ દ્વારા માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનો જૂનાગઢ પોલીસે આજે આરોપીને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

  1. Vadodara Crime : પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ
  2. Vadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ
  3. Rajkot Murder Case: પત્નીના પૂર્વ પ્રેમીએ 7 વર્ષ બાદ વેર વાળ્યું, પૂર્વ પ્રેમીએ મિત્રો સાથે મળી પતિને ઉતાર્યો મોતને ઘાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.