જૂનાગઢ: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં ધુળેટીની મધ્યરાત્રીએ સલીમ સાંધ નામના કુખ્યાત વ્યક્તિની ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. ધુળેટી જેવા તહેવારે રાત્રિના સમયે હત્યાથી નાના એવા રવની ગામમાં ભારે સોંપો પડી ગયો હતો. હત્યાના સમાચાર મળતા જ સમગ્ર જુનાગઢ જિલ્લાની પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ હતી. ત્યારે સમગ્ર મામલામાં મૃતક સલીમ સાંધના પિતા હબીબ સાધની ફરિયાદને પોલીસે પગલાં લીધા હતા
![Junagadh Crime: વંથલી તાલુકાના રવની ગામમાં હત્યા કરનારો ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-aropi-photo-01-pkg-7200745_09032023190534_0903f_1678368934_665.jpg)
આ પણ વાંચો: Navsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો
ટીમ તૈયાર કરી: આ ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે અલગ અલગ ટીમ તૈયાર કરી હતી. ટીકર ગામના લતીફ સાંધ અને અન્ય એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ વંથલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. મુખ્ય આરોપી લતીફ સાંધ ની ટીકર ગામમાં આવેલી વાડીમાંથી સલીમ સાંધની હત્યાના બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
શું કહ્યું પોલીસ અધિકારીએ: જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજાએ વાસમ સેટ્ટી એ હત્યાકાંડને લઈને માધ્યમોને માહિતી આપી હતી મૃતક સલીમ સાંધ ના પીતા હબીબ સાધ ની વંથલી પોલીસ ને આપેલી ફરિયાદ ને આધારે લતીફ સાધ કેટલાક વર્ષો પૂર્વે થયેલી તેમના પરિવાર મા હત્યાનો બદલો લેવા માટે તેમના પુત્ર સલીમ સાંધ ની હત્યા કરી અને ફરાર થયો છે. આવી કેફિયત વંથલી પોલીસ મથકમાં આપતા સમગ્ર જૂનાગઢ જિલ્લાની પોલીસ તપાસમાં જોડાઈ હતી.
આ પણ વાંચો: Jamnagar Crime : જામનગરમાં જમાઈએ સસરાનું અપહરણ કર્યું, કારણ છે કંઈક આવું..
બદલે લેવા પગલું: ગણતરીની કલાકોમાં જ ટીકર ના લતીફ સાંધ અને જામવાડીના મુસ્તાક દલ નામના બે ઈસમોની હત્યાના આરોપસર ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે હત્યાનું કારણ પારિવારિક હત્યાનો બદલો લેવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક ના ફરિયાદી પિતા હબીબ સાધ ની કેફીયત ને આધારે માનવામાં આવી રહ્યું છે તેમ છતાં પોલીસ સમગ્ર મામલામાં તલસ્પર્શી તપાસ કરી રહી છે હત્યામાં જે હથિયારનો ઉપયોગ થયો છે તે ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને જે બાઈક પર હત્યા કરવા માટે આરોપી આવ્યા હતા તે બાઈક કોની માલિકીનું છે તેને લઈને પણ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસે આ બંને આરોપીને પકડી પાડીને ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો છે.