જૂનાગઢ: કોર્પોરેશન વિસ્તારમાં વિકાસના કામોની ભરમાર જોવા મળી રહી છે. શહેરમાં ગટર અને પીવાના પાણીને નવીનીકરણ અને તેની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંદાજીત 500 કરોડ કરતા વધુના ખર્ચે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારને ભુગર્ભ ગટર વ્યવસ્થા અને નિયમિત રીતે પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. જેને લઇને આગામી દિવસોમાં જૂનાગઢવાસીઓનું નવાબી કાળથી ચાલી રહેલા ગટરના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ પીવાનું ચોખ્ખું અને ફિલ્ટર કરેલું પાણી નિયમિત રીતે મળી શકે તે માટેની વ્યવસ્થાઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઇનથી સમગ્ર વિસ્તાર સજ્જ કરવાની કામગીરી શરૂ - Start of laying of water pipeline in the entire area in Junagadh
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભગીરથ વિકાસનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 500 કરોડ કરતાં વધુના કામોની જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી રાજ્યમાં આવેલી તમામ મહાનગરપાલિકાઓમાં એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાઓ ધરાવતી ન હતી. જેને લઇને રાજ્ય સરકાર અને મનપા દ્વારા અંદાજિત 300 કરોડ કરતાં વધુના ખર્ચે ભૂગર્ભ ગટર અને અંદાજિત 200 કરોડ જેટલા ખર્ચે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.