ETV Bharat / state

જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસના ખાતામાં 1-1 બેઠક - Junagadh Municipal Corporation

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે જૂનાગઢ કોર્પોરેશનની 2 બેઠક માટે પેટા ચૂંટણીનું યોજાઇ હતી. જેની મત ગણતરી આજે કરવામાં આવી હતી. જેમાં ભાજપના એક ઉમેદવાર અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઇ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
author img

By

Published : Feb 23, 2021, 4:07 PM IST

  • જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીનું પરિણામ કરવામાં આવ્યું જાહેર
  • ભાજપ અને કોંગ્રેસના એક-એક ઉમેદવારો ચૂંટણી જંગ જીતવા માં રહ્યા સફળ
  • વૉર્ડ નંબર 15માં ભાજપની અને વૉર્ડ નંબર 6માં કોંગ્રેસની જીત

જૂનાગઢ : JMC (જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વૉર્ડ નંબર 6 અને 15 માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નંબર 15 અને 6માં ગત 21 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેની મંગળવાર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે વૉર્ડ નંબર 15માંથી ભાજપના ઉમેદવાર નાગજી કટારા તેમજ વૉર્ડ નંબર 6માંથી કોંગ્રેસના લલિત પરસાણા ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યાં છે અને યુવા ઉમેદવારો ચૂંટણી જંગમાં વિજેતા થતાં તેમના સમર્થકોએ બન્ને યુવાનનો વધાવી લીધાં હતાં. વિજેતા થયા બાદ બન્ને ઉમેદવારોએ તેમના મતદારોનો આભાર માનીને પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં આવશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ખાતામાં 1-1 બેઠક

કોંગ્રેસને થયો એક કોર્પોરેટરનો ફાયદો

વર્ષ 2019માં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં વૉર્ડ નંબર 15 અને 6માંથી ભાજપની પેનલ વિજેતા બની હતી. જે બાદ આ બન્ને વૉર્ડમાંથી એક-એક ઉમેદવારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી, ત્યારે મતગણતરીના અંતે બે બેઠક પૈકી એક બેઠક પર ભાજપનો પરાજય થયો છે. આ સાથે ભાજપને એક બેઠક નુકસાન થયું છે, જ્યારે કોગ્રેસને એક બેઠકનો ફાયદો થયો છે. આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ વધુ સક્રિય અને મજબૂત થશે, તેવું આજના ચૂંટણી પરિણામો પરથી જણાઇ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.