ETV Bharat / state

Junagadh News : કોરોના સર્ટિફિકેટ સાચા છે કે ખોટા તપાસ માટે કલેકટરે સત્યશોધક સમિતિની કરી રચના - કોરોના સર્ટિફિકેટ ઇસ્યુ

જૂનાગઢમાં પ્રસિદ્ધ વ્યક્તિઓના કોરોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ સર્ટિફિકેટ સાચા છે કે ખોટા તેની તપાસ માટે કલેકટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. સર્ટિફિકેટ ઇસ્યુ કરવા પાછળનો ઇરાદો શું હતો જેવી અનેક બાબતો પર તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી છે.

Junagadh News : કોરોના સર્ટિફિકેટ સાચા છે કે ખોટા તપાસ માટે કલેકટરે સત્યશોધક સમિતિની કરી રચના

author img

By

Published : Feb 23, 2023, 3:47 PM IST

જૂનાગઢ : કોરોના સંક્રમણ દરમિયાન જે વ્યક્તિઓએ રસીકરણ અભિયાનમાં સામેલ થયા છે. તેવા તમામ વ્યક્તિને કોરોના રસીકરણનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે પૈકીના ભેસાણ અને વિસાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી પ્રસિદ્ધ વ્યક્તિઓના કોરોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તપાસ કમિટીની રચના કરી છે. આગામી દિવસોમાં સર્ટિફિકેટને લઈને હકીકત સુપ્રત કરવા આદેશ કરાયો છે. આજે પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ફિલ્મની સાથે ક્રિકેટ હસ્તીઓના નામે કોરોના રસીકરણના સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે. આ પ્રમાણપત્રો સાચા છે કે ખોટા સહિતની તમામ માહિતી તપાસ બાદ જિલ્લા કલેકટરને સોંપવામાં આવે તેવો આદેશ કરાયો છે.

આ પણ વાંચો : covid update: કોરોના વાયરસથી બચવાનો સૌથી અસરકારક ઉપાય આ સંશોધનમાં આવ્યો બહાર

સર્ટિફિકેટ સાચા છે કે ખોટા : કોરોના સર્ટિફિકેટ સાચા છે કે ખોટા તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. અગાઉ કોરોના સંક્રમણ દરમિયાન પણ અનેક જીવિત અને મૃત વ્યક્તિઓના નામે સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે. જેમણે રસીકરણ અભિયાનમાં ભાગ લીધો ન હતો કેટલાક કિસ્સામાં પ્રથમ ડોઝ લીધા બાદ વ્યક્તિનું મોત થયું હતું અને તેને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે તેવું સર્ટિફિકેટ પણ ઇશ્યૂ થયા છે, ત્યારે આજે ફિલ્મી અને ક્રિકેટ હસ્તીઓના નામ સાથે ભળતા હોય તેવા નામે મેંદપરા અને મોટી મોણપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોરોના રસીકરણને લઈને સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે.

સર્ટિફિકેટ ઇસ્યુ પાછળ ઈરાદો : આ સર્ટીફીકેટ સાચા છે કે ખોટા સર્ટિફિકેટમાં જે વ્યક્તિનું નામ લખાયું છે તે નામ શરતચુકથી લખાયા છે કે ઈરાદાપૂર્વક લખાયા છે. તેમજ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા પાછળનો ઇરાદો શું છે. આ તમામ વિગતોની યોગ્ય તપાસ કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેકટરે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. સમગ્ર મામલામાં યોગ્ય તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવામાં આવે તેવો આદેશ કરાયો છે.

આ પણ વાંચો : Surat News : કોરોના, લમ્પી અને હવે અશ્વમાં ગ્લેંડર નામનો રોગ, 6 અશ્વોને દયા મૃત્યુ આપ્યા

રિપોર્ટ આવ્યા બાદ કોઈ ખુલાસો : જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે માહિતી આપતા જણાવ્યું છે કે, સમગ્ર મામલામાં તપાસ રિપોર્ટ આવ્યા બાદ કોઈ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલ તો આ સર્ટિફિકેટ ઈસ્યુ થયા છે તે સાચા છે કે ખોટા તેને લઈને પ્રથમ તપાસ આરંભ કરવામાં આવી છે, ત્યારબાદ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાથી લઈને કોણે ઇસ્યુ કરાવ્યા છે તે તમામ મુદ્દાઓને લઈને તપાસ બાદ કોઈ અંતિમ નિર્ણય આવશે. તપાસમાં કોઈપણ કર્મચારીની ગેરરીતિ સામે આવશે. તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. હાલ તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.