ETV Bharat / state

કોંગ્રેસના નેતાનો જાહેર મંચ પરથી બેફામ વાણીવિલાસ - Gujarat Congress

જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાનો વાણીવિલાસ જોવા મળ્યો છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા વાણીવિલાસ કર્યો છે. કોંગ્રેસના મેનીફેસ્ટો કાર્યક્રમમાં બાબુ વાજાએ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. માંગરોળ ધારાસભ્ય બાબુ વાજાએ તેઓ ભાજપનો ઉલ્લેખ થતા જ ભડક્યા હતા. Congress MLA made abusive language, Junagadh assembly seat ,Gujarat Assembly Election 2022

કોંગ્રેસના નેતાનો જાહેર મંચ પરથી બેફામ વાણીવિલાસ

author img

By

Published : Aug 27, 2022, 6:41 PM IST

જૂનાગઢ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને જૂનાગઢની પાંચ બેઠક પર ચૂંટણી( Gujarat Assembly Election 2022)ઢંઢેરાને લઈને બેઠકનું આયોજન થયું હતું. જેમાં કોંગી અગ્રણી અર્જુન મોઢવાડીયાએ (Gujarat Congress)હાજરી આપી હતી. આ સમયે માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા ભાજપના નેતાઓ અને પક્ષ પર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. તેમનો ઈરાદો કોઈ રાજકીય પક્ષ કે નેતાને જાહેરમાં અપશબ્દ આપવાનો (Junagadh assembly seat )ન હતો, પરંતુ તેઓ ગુસ્સે થઈને જાહેર મંચ પરથી ભાજપ પક્ષ અને નેતાઓ સામે અપશબ્દો બોલતા કેમેરામાં કેદ થયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય

ધારાસભ્યએ જાહેર મંચ પરથી અપશબ્દો બોલ્યા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો છે. તે અંતર્ગત જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાર્યકરો અને લોકોનો ચૂંટણી ઢંઢેરા પર પ્રતિભાવ મેળવવા માટે અરજી જૂનાગઢમાં કોંગ્રેસની જિલ્લાકક્ષાની બેઠકનું આયોજન થયું હતું. જેમાં પ્રદેશ અગ્રણી અર્જુન મોઢવાડિયાની સાથે ધારાસભ્યો જિલ્લા તાલુકાના પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી ઢંઢેરા પર તેમના પ્રતિભાવ આપ્યા હતા આ તબક્કે લોકોના રોષ સરકાર અને ભાજપ સામે આવતા માંગરોળના ધારાસભ્ય બાબુ વાજાએ સમગ્ર ભાજપ પક્ષ અને ભાજપના નેતાઓને જાહેર મંચ પરથી અપશબ્દો (Congress MLA made abusive language)બોલ્યા હતા. ધારાસભ્ય દ્વારા બોલવામાં આવેલા અપશબ્દો અને કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકોએ પણ વધાવી લીધા હતા. જાહેર મંચથી ગુસ્સામાં કે ભૂલથી બોલાયેલા અપશબ્દોને કારણે માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા ચર્ચાને ચગડોળે ચળી રહ્યા છે.

આ પણ વાંચો સુરત એસીબીના સંકજામાં જીએસટી સુપરિન્ટેન્ડન્ટ, લાંચનું છટકું કેવું ગોઠવાયું જૂઓ

ભાજપ કુટનીતિ પર આકરા પ્રહારો પ્રદેશ અગ્રણી અર્જુન મોઢવાડિયા પણ ભાજપને હિંદુ-મુસ્લિમ પોલીસ કુટનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચુંટણીના સમયે હિંદુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન જેવા મુદ્દાઓ પર ભાજપ લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને મત મેળવી રહી છે. તેમણે ઈન્દિરા ગાંધીને યાદ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાનના બે ટુકડા ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન થયા છે. આ કોંગ્રેસની ઉપલબ્ધિ છે ત્યારે ભાજપ હિન્દુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદના મુદ્દાઓ ને આગળ કરીને ધર્મ અને સમાજની વચ્ચે અફીણ ઘોળવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચો સિસોદિયાના ઘરે તો પાવલી પણ ન મળી ભાજપ પ્રમુખનું ઘર તપાસો તો ખબર પડે, ઈટાલિયાનો પ્રહાર

ચોથી જાગીર પર પણ પ્રહાર કર્યા વધુમાં તેમણે ચોથી જાગીર પર પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક પત્રકારો કલમની મર્યાદામાં સમાચારો તેમની સંબંધિત ઓફિસ સુધી પહોંચાડે છે. પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ અને ઈશારા મુજબ આ સમાચારો દ્રશ્ય અને દ્રશ્ય-શ્રાવ્ય તેમજ વર્તમાન પાત્રોના માધ્યમોમાં ચલાવવામાં આવી રહ્યા છે વર્તમાનની કેન્દ્ર સરકાર પત્રકારત્વને પણ બાનમાં લઈને કામ કરી રહી છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.