જૂનાગઢ : આજે બપોરના સમયે કરુણાંકિત ઘટના ઘટવા પામી છે. દાતાર રોડ પર આવેલા કડિયાવાળ શાકમાર્કેટના પાછલા ભાગમાં 40 વર્ષ જૂનું એક મકાન અચાનક ધરાશાયી થતા તેમાં ચાર વ્યક્તિઓના દબાઈ જવાથી મોત થયા છે. મકાનનો કાટમાળ હટાવતી વખતે એનડીઆરએફના જવાનોને એક બિલાડી જીવતી મળી હતી. જે લોકોના મકાનના કાટમાળ નીચે દબાઇને મૃત્યું થયા છે. તેમાં પિતા અને બે પુત્રો તેમજ રોડ ઉપર ચાની લારી પર કામ કરતા મજૂરનો સમાવેશ થાય છે. સમગ્ર જુનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર એનડીઆરએફ સહિત પોલીસ અને ફાયર વિભાગના કર્મચારી અને અધિકારીઓની હાજરીમાં છ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં અંતે ચાર વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું : જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા 4 લાખની સહાય કરશે.
-
જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 24, 2023જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 24, 2023
ભાડે રહેતા પરિવારનો થયો ચમત્કારિક બચાવ : જે મકાન આજે ધરાશાયી થયું છે. તેમાં ભાડે રહેતા કમલેશ તેની પત્ની પુત્રી અને તેનો પુત્ર ચાર વ્યક્તિનો પરિવાર આ મકાનમાં રહેતો હતો. જે સમયે અકસ્માત સર્જાયો ત્યારે સમગ્ર પરિવાર મકાનની બહાર હતો. જે મકાન ધરાશાયી થયું છે તેની નિચે ઠંડા પીણાની એક દુકાન પણ ચાલતી હતી. કુદરતનો વધુ એક ચમત્કાર સામે આવ્યો છે કે, આ વ્યક્તિ ફોનમાં વાત કરવા માટે દુકાનની બહાર નીકળ્યો અને અચાનક મકાન ધરાશાયી થઈ ગયું. જેને કારણે તેનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.
ધારાસભ્યએ કોર્પોરેશનને લીધી આડેહાથ : જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ કોર્પોરેશનને આડે હાથ લીધી છે. ચોમાસા દરમિયાન અને ખાસ કરીને પાછલા ઘણા સમયથી જુનાગઢ શહેર અને જિલ્લામાં જે મકાનો જર્જરીત છે તેને કોર્પોરેશન નોટિસ આપીને સંતોષ માની લે છે. પરંતુ આવા જર્જરીત મકાનો પર કોઈ આકરી કાર્યવાહી થતી નથી. જેને કારણે આજે ચાર જેટલા નિર્દોષ વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં બે બાળકો પણ સામેલ છે.
મૃતક પરિવાર ખાડિયા વિસ્તારનો : મૃતક પરિવાર જૂનાગઢના ખાડિયા વિસ્તારનો હોવાનો સામે આવ્યું છે. જેમાં સંજય ડાભી (પિતા), તરુણ ડાભી (પુત્ર) અને રવિ ડાભી (પુત્ર) એક જ પરિવારના હતા. જે વ્યક્તિ ચાની લારી પર કામ કરતો હતો તેનું નામ જીતુ છે. હાલ તો પાછલા સાત કલાકથી મકાનનો કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એનડીઆરએફને મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. સમગ્ર ઘટનાને લઈને જુનાગઢ શહેરમાં ભારે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.