ETV Bharat / state

Junagadh BJP : લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરાશે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આગામી દિવસોમાં કોણ ગાદીએ બિરાજવા ઇચ્છુક છે. એની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વપ્રધાન અને મુખ્ય નિરીક્ષક તરીકે નિમાયેલા ચીમનભાઈ સાપરિયાએ આજે જિલ્લા પંચાયતના 22 સદસ્યોને એક સાથે સાંભળ્યા હતાં.

Junagadh BJP : લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરાશે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી
Junagadh BJP : લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરાશે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 9:21 PM IST

ચીમનભાઈ સાપરિયાએ સેન્સ લીધી

જૂનાગઢ : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી થવા જઈ રહી છે. આગામી 15મી સપ્ટેમ્બરના દિવસે અઢી વર્ષ માટે જૂનાગઢ જિલ્લા પંચાયતને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. જેની પસંદગી કરવા માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જ્ઞાતિ જ્ઞાતિ અને ખાસ કરીને જૂનાગઢ લોકસભાની બેઠક કઈ રીતે જીતી શકાય તેવા તમામ સમીકરણોના ચોગઠાં ગોઠવીને આગામી 15 તારીખે જૂનાગઢ જિલ્લા પંચાયતને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. જેની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે.

જિલ્લા પંચાયતને મળશે નવા પ્રમુખ : આગામી 15મી સપ્ટેમ્બરના દિવસે જૂનાગઢ જિલ્લા પંચાયતને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. જેની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વપ્રધાન અને મુખ્ય નિરીક્ષક તરીકે નિમાયેલા ચીમનભાઈ સાપરિયાએ આજે જિલ્લા પંચાયતના 22 સદસ્યોને એક સાથે સાંભળ્યા હતા. ત્યારબાદ પ્રત્યેક સદસ્યને રૂબરૂ મળીને આગામી જિલ્લા પંચાયતના નવા પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આજના દિવસે મળેલા પ્રતિભાવોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સર્વ સ્વીકૃત એક નામ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 15 મી સપ્ટેમ્બરના દિવસે જાહેર કરાશે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રખાશે : વર્ષ 2024 માં આવી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી થશે તેવું ચોક્કસ માની શકાય. રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી જૂનાગઢ કેશોદ અને માંગરોળ આ ત્રણ બેઠક ભાજપ પાસે છે. માણાવદર કોંગ્રેસ અને વિસાવદર આમ આદમી પાર્ટી પાસે જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં જ્ઞાતિ જાતિનું સમીકરણ અને ખાસ કરીને જૂનાગઢ લોકસભા નીચે આવતા લેઉવા પટેલ મતદારોને ધ્યાને રાખીને નવા પ્રમુખ લેઉવા પાટીદાર સમાજમાંથી હશે તેવું ચોક્કસ પણે કહી શકાય.

જૂનાગઢ જિલ્લામાં લેઉવા પાટીદારોનું પ્રતિનિધિત્વ : મહત્વ નુગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ માંથી ભાજપના કડવા પાટીદાર સંજય કોરડીયા કેશોદમાંથી કોળી આગેવાન દેવાભાઈ માલમની સાથે માંગરોળના કોળી નેતા ભગવાનજી કરગઠીયા ધારાસભ્ય બન્યા છે. તો બીજી તરફ માણાવદર બેઠક પરથી કડવા પટેલ કોંગ્રેસના અરવિંદ લાડાણી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી જેવો લેઉવા પટેલ સમાજ માંથી આવે છે તેઓ ધારાસભ્ય બન્યા છે. આમ પાંચ વિધાનસભા બેઠક પર લેઉવા પ્રતિનિધિત્વને લઈને ભાજપમાં હાલ શુન્ય અવકાશ જોવા મળે છે.

કોને મળી શકે તક : જૂનાગઢ જિલ્લા પંચાયતના વર્તમાન ઉપપ્રમુખ અને વિસાવદરની સરસઈ બેઠકના સદસ્ય વિપુલ કાવાણીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો તાજ મળી શકે છે. તેમ છતાં ભાજપ કોઈ ચોકાવનારું અને નવું નામ પ્રમુખ તરીકે જાહેર કરી શકે છે. તેની તમામ શક્યતાઓને નકારી શકાતી નથી. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જ્ઞાતિ જાતિનું સમીકરણ ભાજપ ચોક્કસ પણે સાધી રહી છે તેવું રાજકીય સૂત્રોમાંથી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો : જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી સાત બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે તો માંગરોળની શીલ બેઠક પરથી અપક્ષ મહિલા ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આ સિવાય મજેવડી બેઠક પરથી પણ કાંતિભાઈ ગજેરા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેવો હાલ ભાજપમાં ભળી ચૂક્યા છે ત્યારે 30 બેઠકો પૈકી જિલ્લા પંચાયતની 22 બેઠકો ભાજપ પાસે છે, જેને કારણે ભાજપ પ્રચંડ બહુમતી ધરાવે છે. ત્યારે બહુમતીની સંખ્યાને ધ્યાને રાખીને પણ આગામી લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને જૂનાગઢ જિલ્લા પંચાયતને નવા પ્રમુખ મળશે. જે મોટે ભાગે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા જોવા મળશે.

  1. Remove Fix Pay Campaign : ફિક્સ પેને લઇ નાણાંપ્રધાનની મોટી વાત, રજૂઆતોનો બેઝ જોઇએ તો કર્મચારીઓની વર્ષોની રજૂઆતોનું શું ?
  2. Surat News: સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ, જૂના જોગીઓને પડતા મૂકી નવા ચહેરાને સ્થાન
  3. Bhavnagar News : કોંગ્રેસની નાગરિક બેંકની 30 વર્ષની સત્તા છીનવવા ભાજપની સેન્સ? આપ નેતા ભાજપ કાર્યાલયમાં જોવા મળતાં ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.