જૂનાગઢ: જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (soyabean price in junagadh apmc) આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં સોયાબીનની આવક થતી જોવા મળી રહી છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ 20 કિલો સોયાબીનના બજાર ભાવમાં સરેરાશ 300 રૂપિયા જેટલો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો (Decrease in market price of soybeans) છે. ગત વર્ષે ખૂબ જ મર્યાદિત આવક જોવા મળતી હતી. આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં સોયાબીનની આવક દરરોજ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી (Soybean production increased) છે પરંતુ આવકનુ પ્રમાણ વધતા પ્રતિ 20 કિલો સોયાબીનના ભાવમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળે (Decrease in market price of soybeans) છે.
આ પણ વાંચો Gold Silver Price: સોનું સસ્તું થયું ને ચાંદી મોંઘી
સોયાબીનની આવક વધી પરંતુ ભાવમાં થયો ઘટાડો: જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (soyabean price in junagadh apmc) આ વર્ષે પાછલા તમામ વર્ષનો રેકોર્ડ સોયાબીનને આ વખતે તોડી નાખ્યો છે. ખરીફ પાક તરીકે લેવાતા સોયાબીનની 300 ક્વિન્ટલની આસપાસ આવક થઈ હતી પરંતુ આ વર્ષે ખૂબ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. આજના દિવસ સુધી અત્યાર સુધીમાં 3,360 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ રહી છે. આવકનું પ્રમાણ વધતા તેની માઠી અસરો બજાર ભાવો પર જોવા મળી રહે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોયાબીનના પ્રતિ 20 કિલોના બજાર ભાવોમાં સરેરાશ 300 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ સોયાબીનની સિઝન આગળ ચાલી રહી છે ત્યારે આવકનું પ્રમાણ મર્યાદિત બનતા ફરી બજાર ભાવ ઊંચકાઈ શકે (Decrease in market price of soybeans) છે.
આ પણ વાંચો Vegetables Pulses Price: શાકભાજીના ભાવમાં સામાન્ય ઉછાળો
APMCના અધિકારીઓએ આપી માહિતી: જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સચિવ ડી.એસ ગજેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના દિવસ સુધી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 3360 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ રહી છે. જેમાં નીચા બજાર ભાવ 1000 રૂપિયાની આસપાસ જોવા મળે છે તો ઊંચા બજાર ભાવ 1121ની સપાટી પર સ્થિર થયા છે. તેને લઈને સામાન્ય 1075 જેટલા બજાર ભાવ સ્થિર સોયાબીનની બજારમાં જોવા મળે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ 20 કિલો સોયાબીનના ભાવોમાં 300થી લઈને 400 સુધીનો ઘટાડો થયો છે. જે આવકનું પ્રમાણ પુષ્કળ વધતાં આ ઘટાડો નોંધાવા પામ્યો છે. હવે સિઝન પૂર્ણ થવાને આવે છે ત્યારે સોયાબીનની આવક મર્યાદિત બનશે ત્યારે ફરી એક વખત બજાર ભાવ ઊંચા જવાની શક્યતાઓ જૂનાગઢ APMCના વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા (Decrease in market price of soybeans) છે.