જૂનાગઢઃ નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 31મી માર્ચ સુધી બંધ રાખવાનો (Junagadh APMC ) નિર્ણય યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. આઠ દિવસ દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની (Junagadh Market Yard)તમામ કામગીરી સદંતર બંધ રાખવામાં આવી છે. જેમાં ખેડૂતોએ 8 દિવસો દરમિયાન પોતાના પાક માર્કેટિંગ યાર્ડ ખાતે નહીં લાવવાની સત્તાધીશો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવી છે.
નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં આઠ દિવસ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ - દર વર્ષની માફક આ વર્ષે પણ નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં આઠ દિવસ સુધી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવાની પરંપરા છે તે મુજબ આ વર્ષે પણ( Junagadh APMC closed for eight days)માર્ચ મહિનાના અંતિમ આઠ દિવસ માર્કેટિંગ યાર્ડમાં ખરીદ-વેચાણ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય યાર્ડના સત્તાધીશોએ કર્યો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક
જૂનાગઢ APMCના સચિવ પી એસ ગજેરાએ આપી માહિતી - જૂનાગઢ APMCના સચિવ પી એસ ગજેરાએ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી APMCનું તમામ કામકાજ બંધ રહેશે. તે પૈકી 31 તારીખના સવાર ના 8 વાગ્યાથી ખેડૂતોને તેની કૃષિ જણશો લાવવા માટે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. 31 તારીખના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જમા થયેલી તમામ કૃષિ જણસોનાની જાહેર હરાજી નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 એપ્રિલના દિવસે હાથ ધરાશે. જેમાં જૂનાગઢ APMCમાં રજિસ્ટર થયેલા તમામ વેપારીઓ ભાગ લઈને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે કૃષિ જણસોની જાહેર હરાજીમાં ભાગ લઇ શકશે
આ પણ વાંચોઃ જૂનાગઢમાં મગફળીના ભાવને 'સરકારનો કેટલો ટેકો?', ખરીદ પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો