- જૂનાગઢ APMC યાર્ડ 25 તારીખ સુધી બંધ
- કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
- કોઈ પણ પ્રકારની હરાજી કરવામાં નહીં આવે
જૂનાગઢ: જિલ્લાનું APMC આગામી 25 તારીખ અને રવિવાર સુધી કોરોના સંક્રમણને ધ્યાને રાખીને બંધ કરવાનો આદેશ યાર્ડના ચેરમેન કિરીટ પટેલે પ્રેસ નિવેદન મારફતે જાણ કરી છે. જૂનાગઢ શહેરમાં હવે કોરોનાનું સંક્રમણ સતત પ્રતિ દિન વધી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ રાખવુંએ મોટા ખતરાને આંમત્રણ આપવા સમાન છે તેથી ચેરમેન કિરીટ પટેલે માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ આગામી 25મી તારીખ અને રવિવાર સુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વધુમાં આ દિવસો દરમિયાન કોઈ પણ પ્રકારની વ્યક્તિની આવન-જાવન પર પણ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ, ખેડૂતો ઘઉંનું વેચાણ કરી શકે તે માટે વ્યવસ્થા કરાઈ
પાછલી 16 તારીખથી 18 તારીખ સુધી પણ માર્કેટિંગ યાર્ડ બંધ રખાયું હતું
ગત 16 તારીખને શુક્રવારના દિવસે માર્કેટિંગ યાર્ડ ત્રણ દિવસ એટલે કે 18 તારીખ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો જે આજે ફરી એક વખત લંબાવવામાં આવ્યો હતો. આગામી 25મી તારીખ અને રવિવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની કૃષિ જણસોની ખરીદ લે-વેચ પર પ્રતિબંધ લાદી ને માર્કેટીગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય યાર્ડનાના સત્તાધીશોએ કર્યો છે, ત્યારે આગામી 25મી તારીખ બાદ પણ જો કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે કોઈ ફેરફાર નહીં જોવા મળે તો માર્કેટિંગ યાર્ડ નું કામકાજ વધુ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ યાર્ડના ચેરમેનને પડી શકે છે.