ETV Bharat / state

Junagadh Lion: ગિરનાર નેચર સફારીમાં જોવા મળ્યા એક સાથે ત્રણ સિંહ

ગિરનાર નેચર સફારીમાં એક સાથે ત્રણ યુવાન સિંહ જંગલના માર્ગ પર જાણે કેટ વોક કરતા હોય તે રીતે જોવા મળ્યા હતા. વનરાજ પણ વેકેશન માણી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે. એકદમ રાજાની માફક ચાલતા આવતા જંગલના રાજા ને નિહાળવો પણ એક આહલાદક અનુભવ છે.

ગિરનાર નેચર સફારીમાં જોવા મળ્યા એક સાથે ત્રણ સિંહ

author img

By

Published : Apr 29, 2023, 12:34 PM IST

ગિરનાર નેચર સફારીમાં જોવા મળ્યા એક સાથે ત્રણ સિંહ

જૂનાગઢ: રાજા તો એકલા જ ફરે, પરંતુ કરીમ કડીવારના કેમેરામાં ત્રણ ત્રણ રાજા કેદ થયા છે. સિંહ જયારે જંગલની સફરે નિકળે છે ત્યારે કોઇ વાર જ જોવા મળે છે. પરંતુ પ્રવાસીઓને તો મસ્તી કરતા વનરાજ કે પછી જંગલની સફરે નિકળેલા વનરાજ જ જોવા હોય છે. બીજી બાજુ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. પરંતુ જાણે જંગલના રાજા પણ વેકેશન માણી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

સિંહની જંગલમાં લટાર: દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર આવતા હોય છે. ગિરનાર નેચર સફારીમાં એક સાથે ત્રણ યુવાન સિંહ જંગલમાં માર્ગ પર જાણે કેટ વોક કરતા હોય તે પ્રકારનો વિડીયો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં કેદ થયો છે. અસલ રાજા ની માફક જંગલમાં માર્ગ પર ચાલતા આવતા સિંહોના પ્રત્યેક ડગલું જાણે કે જંગલની દુનિયાની ભયાનક ની સાથે એક માસુમિયત પણ જોવા મળતી હતી. તેની અદાને કારણે તેને જંગલના રાજા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એક રાજાની માફક ત્રણ યુવાન સિંહ જંગલમાં લટાર મારતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ

ખુમારી ભરી ચાલ:ફોટોગ્રાફર કરીમ કડીવાર થોડા દિવસ પૂર્વે ગીરનાર નેચર સફારીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે મુખ્યત્વે ગિરનાર જંગલ અને તેમાં જોવા મળતી પ્રાકૃતિક સંપદા ને માટે ગિરનાર નેચર સફારી શરૂ કરાય છે. ત્યારે ગિરનાર વિસ્તારમાં નોંધાયેલા 50 કરતાં વધુ સિંહો પૈકીના ત્રણ યુવાન સિંહ ગિરનાર નેચર સફારીના માર્ગ પર અસલી રાજા ની અદાથી ચાલતા કેમેરામાં કેદ થયા છે. આ પ્રકારે યુવાન સિંહને જંગલમાં ચાલતા જોવાનો પણ આહલાદક અનુભવ પ્રવાસીઓને થતો હોય છે. પરંતુ તેનાથી પણ વધારે રજવાડી ઠાઠ ને કેમેરામાં કંડારવા જે તક પ્રાપ્ત થાય છે. તે જંગલની દુનિયાને ખૂબ જ નજાકત થી માણવાની પણ એક તક પૂરી પાડે છે.

આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

પ્રવાસીઓની પહેલી પસંદ: ગિરનાર સાસણ દેવળીયા અને આંબરડી સફારી પાર્ક ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહ દર્શન માટે વર્ષોથી સાસણ સિંહ સદન પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. પ્રવાસીઓના ઉત્સાહ અને ઘસારાને પગલે સાસણ નજીક દેવળીયા સફારી પાર્ક પર શરૂ કરાયું છે. પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સુક જણાઈ રહ્યા હતા. ત્યારે જૂનાગઢમાં ગિરનાર નજીક ગિરનાર નેચર સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. અમરેલીમાં આવેલા ધારી નજીક ગીર આંબરડી સફારી પાર્ક સિંહ દર્શન માટે શરૂ કરવામાં આવ્યું છે. ગળધરા ખોડિયાર મંદિર સાથે હવે ગીર આંબરડી સફારી પાર્ક ની પણ મુલાકાત લોકો લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.