ETV Bharat / state

જોષીપરાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં રહે તેવી શક્યતાઓ નહીંવત, આ છે કારણ - જોષીપરાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ

વર્ષ 2016થી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિવાદિત જગ્યામાં બનેલું જોષીપરાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ (Joshipura Commercial Complex Controversy ) અસ્તિત્વમાં ન રહે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. જે જમીન પર કોમ્પ્લેક્સ બનેલું છે તેની બજાર કિંમત ચૂકવવા માટે જુનાગઢ મનપા દરખાસ્ત ( Junagadh Corporation Proposal )કરી છે. પરંતુ તેમાં માર્ગ અને મકાન વિભાગની સૂચનાનું ઉલ્લઘન થઇ શકે છે.

જોષીપરાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં રહે તેવી શક્યતાઓ નહીંવત, આ છે કારણ

author img

By

Published : Dec 23, 2022, 9:12 PM IST

ગૌચરની જમીન પર કોર્પોરેશન દ્વારા વ્યાપારિક કોમ્પલેક્સ બનાવવામા આવ્યુ

જુનાગઢ વર્ષ 2016થી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિવાદિત જગ્યા બાદ તેમાં બનેલું જોશીપુરા કોમ્પ્લેક્સ અ(Joshipura Commercial Complex Controversy ) અસ્તિત્વમાં આવશે નહીં તેવી શક્યતાઓ સતત પ્રબળ બની રહી છે. ગઈ કાલે યોજાયેલી જુનાગઢ મનપાની સાધારણ સભામાં જે જમીન પર કોમ્પ્લેક્સ બનેલું છે તેની બજાર કિંમત ચૂકવવા માટે જુનાગઢ મનપા દરખાસ્ત ( Junagadh Corporation Proposal )કરી છે. પરંતુ આ જમીન શ્રીસરકાર હસ્તકની હોય અને અહીં કોઈ પણ પ્રકારનું વ્યાપારિક કે ખાનગી વ્યક્તિને સોંપી શકાય તે પ્રકારનું બાંધકામ નહીં કરવાની માર્ગ અને મકાન વિભાગની સૂચનાથી કોમ્પ્લેક્સના અસ્તિત્વ પર પૂર્ણવિરામ મૂકી શકે છે.

આ પણ વાંચો બનાસકાંઠાના સદરપુરની રાજીવ આવાસની જમીનને સરકાર હસ્તક કરવાનો આદેશ

જોશીપરાનુ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવે તેવી નહિવત શક્યતા જુનાગઢનું જોષીપરા વિસ્તારમાં આવેલુ વ્યાપારિક કોમ્પ્લેક્સ (Joshipura Commercial Complex Controversy )પર ચિંતાના વાદળો પાછલા સાત વર્ષથી ઘેરાયેલા જોવા મળે છે. ગઈ કાલે જુનાગઢ મનપાની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં 845 ચોરસ મીટર જમીન પર 08/10 ft ની 42 જેટલી દુકાનો બનાવવામાં આવી છે. પરંતુ આ જમીન શ્રીસરકાર હસ્તક હોય તેના માટે જુનાગઢ મનપા 5 કરોડ 70 લાખના ખર્ચે જમીન ખરીદવાની દરખાસ્ત કરીને કમિશનર જુનાગઢ હસ્તક મુકવામાં આવી છે. પરંતુ જૂનાગઢનું પાછલા છ વર્ષથી વિવાદિત બનેલું વ્યાપારિક સંકુલ અસ્તિત્વમાં આવે તેવી એક પણ શક્યતાઓ જોવામાં આવતી નથી.

આ પણ વાંચો ધાનેરામાં આવેલી લાયબ્રેરીની જગ્યા શ્રી સરકાર થતા 35 દુકાનદારોમાં નારાજગી

ગ્રામ પંચાયતોનો મનપામાં સમાવેશ જુનાગઢ મનપા વર્ષ 2002માં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ નગરપાલિકા નજીકની જોષીપુરા ભવનાથ સહિત છ કરતા વધુ ગ્રામ પંચાયતોને કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગ્રામ પંચાયત અખંડ જુનાગઢ મનપા વિસ્તારનો ભાગ બની. ત્યારે વર્ષ 2015માં જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલા વોકળા પર અંદાજિત 100 કરતા વધુ દુકાનો જે તે સમયે ગ્રામ પંચાયત વિસ્તારમાં બનાવવામાં આવી હતી. જેને જુનાગઢ મનપાએ માર્ગ પહોળા કરવા તેમજ આ બાંધકામ ગેરકાયદે હોય તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને 100 કરતાં વધુ દુકાનો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યુ હતું.

2016 માં વિવાદિત કોમ્પ્લેક્સનું થયું બાંધકામ વર્ષ 2016 માં કોર્પોરેશનના જોષીપરા વિસ્તારમાં જેતે સમયે ગ્રામ પંચાયતની અને કોર્પોરેશનમાં સામેલ થયા બાદ શ્રીસરકાર હસ્તકની સર્વે નંબર 57/01 ની 845 ચોરસ મીટર જમીન પર કોર્પોરેશન દ્વારા 42 જેટલી દુકાનોનું વ્યવસાયિક કોમ્પ્લેક્સ બાંધકામનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. જે વર્ષ 2017 સુધીમાં પૂર્ણ થયું હતું. આ કોમ્પ્લેક્સનો મુદ્દો વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ થયો હતો. કોમ્પ્લેક્સની નજીકમાં પુર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી અને સરકાર બન્યા બાદ તેનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. જે કોમ્પ્લેક્સ (Joshipura Commercial Complex Controversy ) આજે પણ વિવાદનું કારણ બની રહ્યુ છે.

માર્ગ મકાન વિભાગના પરિપત્રથી કોમ્પ્લેક્સનું અસ્તિત્વ જોખમમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 06 જુન 2003ના વર્ષથી એક પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ શ્રીસરકાર હસ્તકની કોઈપણ જમીન વ્યાપારિક કે વાણિજ્ય હેતુ માટે કોઈ પણ ખાનગી વ્યક્તિ કે લોકોને આપી શકાય નહીં. વધુમાં ગૌચરની જમીન પર ગૌસેવા સિવાયની એક પણ પ્રવૃત્તિ કરવા માટે મંજૂરી ન આપી શકાય તેવો સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે. ત્યારે જૂનાગઢના જોશીપરામાં જે વિવાદિત કોમ્પ્લેક્સ બન્યું છે તે જમીન શ્રીસરકાર હસ્તકની અને ગૌસેવા માટે ગ્રામ પંચાયતને મળેલી હતી. જેના પર વ્યાપારિક કોમ્પલેક્સ (Joshipura Commercial Complex Controversy )બનાવવામાં આવ્યું છે. મનપાએ કોમ્પ્લેક્સની જમીન માટે રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી છે અને સમગ્ર મામલો કમિશનર હસ્તક મોકલી દેવામાં આવ્યો છે.

ચોંકાવનારો વિવાદ
ચોંકાવનારો વિવાદ

તત્કાલીન કમિશનરે પણ બાંધકામ અયોગ્ય હોવાનું ઠેરવ્યું સમગ્ર મામલો વર્ષ 2016 માં વિવાદમાં આવ્યો. જોષીપરા ગ્રામ પંચાયતની જમીન પર દબાણ હટાવ્યા બાદ ગૌચરની જમીન પર કોર્પોરેશન દ્વારા વ્યાપારિક કોમ્પલેક્સ બનાવવામા આવ્યુ. આ સમયે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે રાજેન્દ્ર ત્રિવેદી કાર્યરત હતાં. તેમના સમય દરમિયાન આ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું અને ત્યારબાદ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના પરિપત્રથી આ બાંધકામ અયોગ્ય અને ગેરકાનૂની (Joshipura Commercial Complex Controversy ) છે. જેથી તેમાં આગળ ન બધું તેવી નોંધ પણ કમિશનર રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યકાળમાં થઈ છે. ત્યારે ફરી એક વખત ગૌચરની જમીન પર બનેલા વ્યાપારિક કોમ્પ્લેક્સનું ભૂત બાટલીમાંથી બહાર આવી રહ્યું છે અને સમગ્ર મામલો પાછલા સાત વર્ષથી ચર્ચાતો રહ્યો છે. જેને વધુ એક વખત વેગ મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.