ETV Bharat / state

International Yoga Day 2023: વિશ્વ યોગ દિવસે 68 વર્ષના રમેશભાઈએ યોગને લઈને આપ્યો સંદેશ - Yoga Day in Junagadh

આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે જૂનાગઢના 68 વર્ષના રમેશભાઈએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવીને યોગ થકી શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરી છે. નવી પેઢીના લોકોને પણ યોગના ફાયદાનો અનુભવ કરવા માટે તેઓ યોગ તરફ યુવાનો આકર્ષાય તેવો આજના દિવસે સંદેશો પણ આપે છે.

વિશ્વ યોગ દિવસે 68 વર્ષના રમેશભાઈ એ યોગને લઈને આપ્યો સંદેશ

author img

By

Published : Jun 21, 2023, 3:00 PM IST

વિશ્વ યોગ દિવસે 68 વર્ષના રમેશભાઈ એ યોગને લઈને આપ્યો સંદેશ

જૂનાગઢ: આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસઆજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાનું આયોજન એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના અધિકારી પદાધિકારીઓની સાથે શાળાના બાળકો અને ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢ શહેરના નાગરિકો ઉપસ્થિત રહીને નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

સંદેશો આજના દિવસે: વર્ષ 2015 માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા યોગને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપ્યા બાદ દર વર્ષે 21મી જુન ના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે આજે યોગ ક્રિયા દરમિયાન 68 વર્ષના વયોવૃધ્ધ રમેશભાઈ એ પણ યોગ્ય ક્રિયામાં ભાગ લઈને યોગને જીવનનો ભાગ બનાવવો જોઈએ તેવો સંદેશો આજના દિવસે આપ્યો છે.યોગથી શારીરિક અને માનસિક લાભપાછલા 15 વર્ષથી રમેશભાઈ યોગને દૈનિક ક્રિયાનો એક ભાગ બનાવીને સતત સવાર અને સાંજના સમયે અથવા તો જ્યારે સમય મળે ત્યારે યોગ ક્રિયામાં અભ્યાસુ બની જાય છે.

"દેશનો પ્રત્યેક યુવાન યોગ ક્રિયા ને અપનાવે તો આવનારો યુવાન ભારત શારીરિક અને માનસિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત બનતું જોવા મળશે યુવાનોમાં ખાસ કરીને યોગ ક્રિયા અને શારીરિક કસરતને મહત્વ ઓછું અપાય છે. ત્યારે આજના દિવસે જો યુવાનો યોગ ક્રિયાની સાથે શારીરિક કસરત ને દૈનિક જીવનનો ભાગ બનાવે તો આવનારું નવું ભારત શારીરિક અને માનસિક દૃષ્ટિએ ખૂબ જ મજબૂત સમૃદ્ધ અને સુખી બનશે.-- રમેશભાઈ (યોગાપ્રેમી)

આંતરિક શક્તિ: તેઓ જણાવે છે કે યોગ કરવાથી શારીરિક અને માનસિક ખૂબ લાભ થાય છે. યોગ ક્રિયાઓ થકી શરીરના તમામ આંતરિક અંગોને પૂરતા અને યોગ્ય પ્રમાણમાં વ્યાયામ મળી જાય છે. વધુમાં યોગ કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા પણ ખૂબ જ સુંદર રીતે કામ કરે છે. યોગના અલગ અલગ આસનોથી શરીરના સાંધાઓને જે વ્યાયામ મળે છે. તે શરીરને મજબૂત અને મોટાભાગના રોગો સામે લડી શકવાની આંતરિક શક્તિ પૂરી પાડે છે. જેથી તેઓ પાછલા 15 વર્ષ કરતાં વધુ સમયથી યોગ ક્રિયા સતત કરી રહ્યા છે. જ્યાં સુધી તેઓથી યોગની ક્રિયામાં ભાગ લઈ શકાશે ત્યાં સુધી તેઓ યોગ કરતા રહેશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો છે.

  1. International Yoga Day 2023: અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી, પોલીસકર્મીઓ પણ જોડાયા
  2. International Yoga Day: વસુધૈવ કુટુમ્બકમની થીમ પર આયોજિત દિલ્હીથી ન્યુયોર્ક સુધી યોગ દિવસની ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.