ETV Bharat / state

International Women's Day:100 કરતાં વધુ રેસ્ક્યૂમાં સામેલ ગીરની સિંહણ સમી રેન્જ ફોરેસ્ટ ઓફિસર

ગીરના જંગલોમાં 100 કરતા પણ વધુ સિંહ અને દીપડા જેવા અન્ય હિંસક પ્રાણીઓના રેસ્ક્યૂ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (Range Forest Officer)તરીકે કામ કરી રહેલી રસીલા વાઢેર આજે અનેક મહિલાઓ માટે એક આદર્શ ઉદાહરણ બની ચૂક્યા છે. મહિલા દિવસે જાણીએ(International Women's Day) ખુબ મુશ્કેલ કહી શકાય તેવા સિંહ અને દીપડા સિવાય અન્ય હિંસક પ્રાણીઓના રેસ્કયૂને લઈને રસીલાબહેન વાઢેરની કહાની તેમની જુબાની.

International Women's Day:100 કરતાં વધુ રેસ્ક્યૂમાં સામેલ ગીરની સિંહણ સમી રેન્જ ફોરેસ્ટ ઓફિસર
International Women's Day:100 કરતાં વધુ રેસ્ક્યૂમાં સામેલ ગીરની સિંહણ સમી રેન્જ ફોરેસ્ટ ઓફિસર
author img

By

Published : Mar 7, 2022, 9:05 PM IST

જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોની વચ્ચે મહિલાઓ પણ હવે વન વિભાગમાં રહીને કપરી અને મુશ્કેલ કહી શકાય તેવી નોકરી કરતી જોવા મળી રહી છે. વન વિભાગની નોકરી પુરુષ પ્રધાન માનવામાં(International Women's Day)આવતી હતી. વન વિભાગમાં નોકરી(Junagadh Forest Division)કરવા માટે આજદિન સુધી મહિલાઓ ખૂબ જ નિરુત્સાહી જોવા મળતી હતી. પરંતુ ગત કેટલાક સમયથી વન વિભાગની કપરી અને મુશ્કેલ કહી શકાય તેવી નોકરીનો સ્વીકાર મહિલાઓ કરી રહી છે. સતત સિંહ અને અન્ય હિંસક પ્રાણીઓની વચ્ચે વન વિભાગમાં ફરજ અદા કરી રહી છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર

મહિલા કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળતી

વન વિભાગની આ મહિલા કર્મચારીઓ સિંહણ સમી બનીને વન વિભાગમાં (Women of the Forest Department )આજે પણ હિંમતપૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવતી જોવા મળી રહી છે. એક સમય હતો કે, ગીરના જંગલમાં મહિલા કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળતી હતી. સમય બદલાવાની સાથે હવે મહિલાઓ જંગલની સિંહણ બનીને જંગલના રાજા સિંહને બચાવવા અને તેનું રક્ષણ થાય (Forest of Junagadh Gir)તેમજ સિંહ અને જંગલનો વિસ્તાર વધે તે માટે આજે ફરજ નિભાવી રહી છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર
રેન્જ ફોરેસ્ટ ઓફિસર

મહિલાઓ જંગલની નોકરી સ્વીકારવા તૈયાર થતી ન હતી

ગીરના જંગલમાં સિંહો વચ્ચે કામ કરતી ગુજરાતની સિંહણો સિંહોની વચ્ચે રહીને કામ સફળતાપૂર્વક (Rescue of lions in the forest department)કરી રહી છે. વન વિભાગની કપરી અને મહિલાઓ માટે મુશ્કેલ જણાતી નોકરીમાં મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના પરિવાર સાથે જવાબદારીનું સંકલન કરીને પોતાના પરિવાર- પતિ બાળકોની સાથે જંગલના પશુ, પક્ષી, પ્રાણી અને વનસ્પતિનું પણ રક્ષણ કરતી મહિલાઓ પુરુષ સમોવડી બનીને ગીર વિસ્તારમાં કામ કરતી જોવા મળી રહી છે, એક સમય હતો કે મહિલાઓ જંગલની નોકરી સ્વીકારવા તૈયાર થતી ન હતી, ત્યારે આજે વર્ષો બાદ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર
રેન્જ ફોરેસ્ટ ઓફિસર

પહેલા પુરુષ કર્મચારીઓ અને અધિકારીઓ જ આ ફરજ બજાવતાં

ગીરના જંગલોમાં કર્મચારીથી લઈને અધિકારી સુધીના પદો પર ઘણી મહિલાઓ સફળતાપૂર્વક કામ કરી રહી છે. ગીરના જંગલમાં ગાઈડ તરીકે પણ હવે મહિલાઓ સફળતાપૂર્વક પોતાની ફરજ અદા કરી રહી છે. ગીરનું જંગલ એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહને લઇને સમગ્ર વિશ્વમાં જાણીતું છે ત્યારે સિંહોની વચ્ચે રહીને સિંહણસમી આ મહિલા કર્મચારીઓ વન વિભાગમાં ફરજ અદા કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ગીર તરફ ખેંચી રહી છે. એક સમયે વન વિભાગમાં પુરુષ કર્મચારી જ જોવા મળતા હતાં. હવે સમય બદલાયો છે અને જે કામ વર્ષો પહેલા પુરુષ કર્મચારીઓ અને અધિકારીઓ કરતા હતાં એ કામ અને તેનાથી પણ સવાયું કામ મહિલા કર્મચારીઓને અધિકારી આજે ગીરના સિંહોની વચ્ચે રહીને કામ સફળતાપૂર્વક કરી રહી છે. પોતાના પરિવારની સાથે જંગલના પશુ-પક્ષીને જાણે પોતાનો બીજો પરિવાર સમજીને આ મહિલા કર્મચારીઓ આજે સાચા અર્થમાં પોતે શક્તિનું રૂપ છે તે સાબિત કરી આપે છે.

આ પણ વાંચોઃ કવિતાબેન મોદીએ બાળપણનું બિઝનેસ વુમન બનવાનું સપનું સાકાર કર્યું

વન વિભાગમાં સિંહોના રેસ્ક્યૂ અને તેના બચાવની કામગીરી ખૂબ જ કપરી અને મુશ્કેલ

વન વિભાગમાં સિંહોના રેસ્ક્યૂ અને તેના બચાવની કામગીરી ખૂબ જ કપરી અને મુશ્કેલ આજે પણ માનવામાં આવે છે. આવા મુશ્કેલ અને કપરા કામમાં પણ મહિલા કર્મચારી અને અધિકારીઓ હિંમતભેર પહેલ કરીને ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા સિંહ દીપડાઓ અને અન્ય હિંસંક પ્રાણીઓના રેસ્ક્યુ માટે મહિલા કર્મચારીઓ સૌ પહેલા આગળ આવતી જોવા મળી રહી છે. જંગલમાં બીટ ગાર્ડથી નોકરીની શરૂઆત કરીને આજે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધી પહોંચેલી રસીલા વાઢેરના નામ પર 100 કરતાં વધુ રેસ્ક્યુ નોંધાયેલા છે. આ મહિલા કર્મચારીની જંગલમાં કામ કરવાની નિષ્ઠાને પ્રતિપાદિત કરી આપે છે.

સિંહ અને દીપડાના બચ્ચાની સંભાળ

ગીર જંગલમાં મહિલાઓના કામ કરવાથી લઈને તેમની ફરજનિષ્ઠાના જોવા મળે છે. તેજ બતાવી આપે છે કે, ગીરમાં સતત સિંહોની વચ્ચે રહીને ગીરની આ મહિલા કર્મચારી અને અધિકારી સાચા અર્થમાં જંગલની સિંહણ બનીને આજે સિંહની સાથે જંગલની સુરક્ષા પણ કરી રહી છે. વન વિભાગમાં સિંહોના રેસ્ક્યુ અને તેના બચાવની ખુબ જ કપરી અને મુશ્કેલ કામગીરી આ મહિલા કર્મચારીઓ પોતાના બાળકની માફક સિંહ અને દીપડાના બચ્ચાની સંભાળ રાખે છે.

સાચા અર્થમાં પોતે શક્તિનું રૂપ

વન વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓની પરિવાર ભાવના પણ નોકરી કરતાંની સાથે ઉજાગર થતી જોવા મળી રહી છે. જંગલમાં હજૂ પણ અનેક કિસ્સાઓ બની રહ્યા છે કે, સિંહ કે દીપડાનું બચ્ચું અકસ્માતે જંગલ વિસ્તારમાં એકલું પડી ગયું હોય અથવા તો સિંહણ કે દીપડીનું કોઈ કારણોસર મોત થયું હોય, આવા સમયે આ મહિલા કર્મચારીઓ પોતાના બાળકની માફક સિંહ અને દીપડાના બચ્ચાની દેખભાળ કરીને ફરી એક વખત જંગલમાં હરતું-ફરતું કરી આપે છે. માતાથી વિખૂટું પડેલું સિંહ અને દીપડીના બચ્ચાંને માતાનો પ્રેમ પણ વન વિભાગની આ મહિલા કર્મચારીઓ આપી રહી છે. પોતાના પરિવારની સાથે જંગલના પશુ-પક્ષીને જાણે પોતાનો બીજો પરિવાર સમજીને આ મહિલા કર્મચારીઓ આજે સાચા અર્થમાં પોતે શક્તિનું રૂપ છે તે સાબિત કરી આપે છે.
આ પણ વાંચોઃ International Women's Day: 'સિંહણ' બનીને મહિલા કર્મચારીઓ ગીરના જંગલ અને હિંસક પ્રાણીઓની કરી રહી છે દેખભાળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.