જૂનાગઢ: કોરોના સંક્રમણની (Corona cases in Gujarat) ત્રીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ ભારે માંગ (demand for oxygen in the third wave of corona) જોવા મળી હતી. કોરોના વાયરસને કારણે મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા ઓક્સિજનનું ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે તબીબી અને ઉદ્યોગમાં વપરાશ માટે બનાવવામાં આવતા ઓક્સિજનમાં મૂળભૂત ફરક જોવા મળે છે. ઉદ્યોગોમાં વપરાતો ઓક્સિજન દર્દીને નુકસાન પણ કરી શકે છે. (Industrial oxygen can cause harm to the patient)
આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ
ઉદ્યોગોમાં વપરાતો ઓક્સિજન દર્દી માટે જોખમી: કોરોના સંક્રમણની ત્રીજી લહેરમા ખૂબ મોટા પ્રમાણમાં કોરોના વાઇરસની હાનિકારકતા જોવા મળી હતી. કોરોના વાઈરસ દર્દીના ફેફસામાં સીધો ગંભીર અસર કરતો હોવાને કારણે કોરોના સંક્રમિત વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલ પડતી હતી. આવા સમયે ઓક્સિજન સપ્લાય કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો. તબીબી ઉપયોગ માટે ઉત્પાદન કરવામાં આવતો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતો ઓક્સિજન ખૂબ મોટા પ્રમાણમાં વપરાયો હતો. પરંતુ ઉદ્યોગમાં વાપરવામાં આવતો ઓક્સિજન કોઈપણ બીમાર વ્યક્તિને આપવામાં આવે તો તેમને કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સામાન્ય રીતે કોઈપણ દર્દીને તબીબી પ્રમાણિત ઓક્સિજન આપવાનું હિતાવહ ભરેલું હોય છે. પરંતુ ત્રીજી લહેરમાં ઓક્સિજનની સપ્લાય ખૂટી પડતા અનેક દર્દીઓને ઉદ્યોગિક એકમમાં ઉપયોગમાં લેવામાં આવતો ઓક્સિજન પણ આપવાની ફરજ પડતી હતી. (Omicron bf7)
આ પણ વાંચો: હાઈકોર્ટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભીડની અરજીને ફગાવી
તબીબી અને ઔદ્યોગિક ઓક્સિજનમાં ફરક: દર્દીઓને આપવા માટે ઉપયોગમાં લેવાતો તબીબી ઓક્સિજન કોઈપણ દર્દીને સીધો ફેફસામાં આપવામાં આવે છે. જેમાં 99% કરતાં પણ વધુ પ્રમાણમાં ઓક્સિજન વાયુ હોય છે. વધુમાં તેને ખૂબ નીચા તાપમાને સિલિન્ડરમાં ભરવામાં આવેલો હોય છે જેને લઈને તેની ગુણવત્તા ખૂબ જ સચોટ અને ચોક્કસ હોય છે. તો ઔદ્યોગિક એકમોમાં વાપરવામાં આવતો ઓક્સિજન વાયુ રાસાયણિક દહન પ્રક્રિયા કે વેલ્ડીંગ જેવા કામોમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આવા ઓક્સિજનને સિલિન્ડરમાં ભરવા માટે તમામ પ્રકારની તકેદારીઓ રખાતી નથી. વધુમાં ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લેવામાં આવતો ઓક્સિજન અશુદ્ધિઓથી ભરપૂર હોય છે અને કેટલાક કિસ્સામાં તો તેમાં અન્ય જીવોની હાજરી પણ જોવા મળે છે. જેને કારણે ઔદ્યોગિક એકમોમાં વાપરવામાં આવતો ઓક્સિજન કોઈ પણ બીમાર કે દર્દીને આપવો હિતાવહ ભરેલું ક્યારેય માનવામાં આવ્યું નથી. (Omicron bf7)