ETV Bharat / state

જૂનાગઢમાં સિંહને ફાંસલામાં ફસાવતી ગેંગના 10 આરોપીને વન વિભાગે પકડી પાડ્યા - શિકાર ગેંગ

ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીકથી જમીનમાં વન્ય પ્રાણીઓને ફસાવવાના કેટલાક ફાંસલા મળી આવ્યા હતા. આ ફાંસલામાં એક સિંહબાળ પણ ફસાયું હતું, જેની જાણ વન વિભાગને થતા વન વિભાગે સિંહબાળને ફાંસલામાંથી મુક્ત કરાવીને કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડયા છે. આને ધ્યાને રાખીને વન વિભાગે સંભવિત શિકારી ગેંગની પ્રક્રિયા અને શિકારી ગેંગના સભ્યોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. આજે બપોર સુધીમાં વન વિભાગના અધિકારીઓ સંભવિત મામલા અંગે માહિતી આપશે.

જૂનાગઢમાં સિંહને ફાંસલામાં ફસાવતી ગેંગના 10 આરોપીને વન વિભાગે પકડી પાડ્યા

author img

By

Published : Feb 4, 2021, 4:05 PM IST

  • ગીર સોમનાથના પ્રાચી નજીકથી જમીનમાં વન્ય પ્રાણીઓને ફસાવવાના ફાંસલા મળી આવ્યા
  • એક ફાંસલામાં ફસાયેલા સિંહ બાળને વન વિભાગે મુક્ત કરાવી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો
  • વન વિભાગના અધિકારીઓ સંભવિત શિકારી ગેંગના સભ્યોને પણ પકડવા કવાયત હાથ ધરી
  • વનવિભાગે વન્ય પ્રાણીઓને હેરાન અને ફસાવવાના આરોપસર 10થી વધુ આરોપીની કરી અટકાયત
  • સંભવિત શિકારી ગેંગની શક્યતાને પગલે વન વિભાગ એક્શનમાં આવી ગયું છે
    જૂનાગઢમાં સિંહને ફાંસલામાં ફસાવતી ગેંગના 10 આરોપીને વન વિભાગે પકડી પાડ્યા

ગીર સોમનાથઃ ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીકથી વન વિભાગે ફાંસલામાં ફસાયેલ એક સિંહબાળને મુક્ત કરાવ્યું હતું. આ વિસ્તારની આસપાસમાં જમીનમાં જંગલી પ્રાણીઓને ફસાવવાના કેટલાક ફાંસલા પણ વન વિભાગને મળી આવ્યા હતા. આને લઈને વન વિભાગ હરકતમાં જોવા મળી રહ્યું છે. આજે જૂનાગઢ વન વિભાગની કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરામર્શ બેઠક કરવામાં આવી રહી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ 10 કરતા વધુ આરોપીઓની અટકાયત પણ કરી છે.

વર્ષ 2007 પછી પ્રથમ વખત કોઈ શિકારી ગેંગ સક્રિય થઇ હોવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે

વર્ષ 2007માં 7 કરતા વધુના સિંહોના શિકાર થયા હતા, જેમાં પરપ્રાંતીય શિકારી ગેંગની સામેલગીરી બહાર આવી હતી અને તેને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારથી લઈને સિંહોની સુરક્ષા અને શિકારી ગેંગ પર કાબૂ મેળવવા વન વિભાગે ખૂબ જ આકરા અને કડક પગલા પણ લીધા છે. ગઈ કાલે પ્રાચી નજીકથી જે ફાંસલા મળ્યા છે. તેને લઈને શંકાસ્પદ શિકારી ગેંગ ફરીથી સક્રિય થઇ હોવાની શંકા આપણે નકારી શકીએ તેમ નથી. આ ગેંગના સભ્યો ગુજરાત અને અન્ય રાજ્યની હોવાની શક્યતાઓ આપણે આજે નકારી શકીએ તેમ નથી, પરંતુ જે શંકાસ્પદ વ્યક્તિઓને વન વિભાગે રાઉન્ડઅપ કર્યા છે. તે સભ્યો મોટાભાગે ગુજરાતના હોવાનું પણ સૂત્રો દ્વારા મળતી માહિતીમાંથી બહાર આવી રહ્યું છે. વન વિભાગે પકડેલા આરોપીઓ ગુજરાત બહાર કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.