ETV Bharat / state

Board Exam: પરીક્ષા વખતે અને પરીક્ષા પછી શું કરવું તે અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકે વિદ્યાર્થીઓને આપ્યા સૂચનો - teacher gives suggestions to Board Exam Students

રાજ્યભરમાં કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે જૂનાગઢના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક એવા બલદેવપરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે કેટલાક સૂચનો આપ્યા છે, જે વિદ્યાર્થીઓને ઘણી મદદ કરશે.

Board Exam: પરીક્ષા વખતે અને પરીક્ષા પછી શું કરવું તે અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકે વિદ્યાર્થીઓને આપ્યા સૂચનો

author img

By

Published : Mar 13, 2023, 10:44 PM IST

જૂનાગઢઃ રાજ્યમાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને આવનારા 15 દિવસ પ્રત્યેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વના છે. આવા સમયે વિદ્યાર્થીઓએ ઘરેથી લઈને પરીક્ષા ખંડમાં અને ત્યારબાદ એક વિષયની પરીક્ષા પૂર્ણ થયા બાદ નવા વિષયની તૈયારી તેમ જ પરીક્ષાના સમગ્ર સમય દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ, જેથી ખૂબ સારું અને ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત થઈ શકે. તેને લઈને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જૂનાગઢના બલદેવપરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય સૂચનો જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ Board Exams 2023 Surat : સુરતમાં લાજપોર જેલમાં કેદીઓ આપશે પરીક્ષા, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને લઇ તંત્રની તૈયારીઓ જૂઓ

પરીક્ષામાં આટલી રાખજો સાવચેતીઃ જૂનાગઢના બલદેવપર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વિશ્વાસથી સમગ્ર જગત જીતી શકાય છે. ત્યારે પરીક્ષાના દિવસો દરમિયાન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી જોઈએ. પરીક્ષામાં હૉલ ટિકિટ ખૂબ જ મહત્વનું છે પરીક્ષા આપતી વખતે તેને સાથે રાખવી. તેમ જ પરીક્ષા સમય દરમિયાન 3 કલાક ખૂબ જ મહત્વના હોય છે. ત્યારેવર્ગખંડમાં ઘડિયાળ પણ અચૂક રાખવી જોઈએ. સાથે સાથે પરીક્ષા આપતી વખતે ઘરેથી નીકળતા પહેલા અને પરીક્ષા શરૂ થયા પહેલા પાણી પીવું ખૂબ જ મહત્વનું મનાય છે. વધુમાં તેમણે પ્રત્યેક વિદ્યાર્થીઓને પરીક્ષાના આ સમય દરમિયાન ખાવામાં ખૂબ કાળજી અને ધ્યાન રાખવાના સૂચન પણ આપી રહ્યા છે.

પરીક્ષાના દિવસો દરમિયાન બિનજરૂરી ગતિવિધિથી દૂર રહેવુંઃ બલદેવપરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓ માટેના સૂચન ઈટીવી ભારત સાથે પણ શેર કર્યા છે. તેઓ પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓને દર વર્ષે ઉપયોગી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપી રહ્યા છે. તો આ વખતે તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાના સમય દરમિયાન બિનજરૂરી ફરવાનું ટાળવું જોઈએ તેવું સૂચન કર્યું છે. વધુમાં પરીક્ષા આપતી વખતે વર્ગખંડમાં પારદર્શક પોકેટ કે પાઉચ રાખવું જોઈએ, જેથી તેમાં રાખેલી તમામ શૈક્ષણિક સાધનો અને બોલપેન સ્પષ્ટ દેખાઈ શકે, જેથી ખંડ નિરીક્ષક તેને જોઈ શકે. એટલે તપાસના કારણે વિદ્યાર્થીનો સમય બરબાદ થતો બચી જાય. વર્ગખંડમાં ડિજિટલ અને કેલ્ક્યુલેટર સહિતની જે વસ્તુઓ અને સાધનો પ્રતિબંધિત કર્યા છે તેને લઈ જવાનું ટાળવું જોઈએ. સાથે જ રિસીપ્ટમાં ઉત્તરવહીના નંબરની નોંધ કરીને અચૂકપણે ખંડ નિરીક્ષક ની સહી કરાવી જોઈએ.

બારકોડ નંબરનું સ્ટીકર પણ ખૂબ જ મહત્વનુંઃ પરીક્ષાના સમય દરમિયાન પ્રત્યેક વિદ્યાર્થીની ઉત્તરવહી પર વિદ્યાર્થીની ઓળખ અને તેનો સીટ નંબર ઉજાગર ન થાય તેના માટે બારકોડ સ્ટીકર લગાવવાનું ફરજિયાત છે. ત્યારે પરીક્ષા દરમિયાન પ્રત્યેક વિદ્યાર્થીએ તેમને મળેલો બારકોર્ડ સ્ટીકર તેમના સીટ નંબરનો જ છે કે, નહીં તેની ચકાસણી કરીને ઉત્તરવહી પર લગાવવું જોઈએ.
વધુમાં ઉત્તરવહીમાં લખાયેલા પેજ પર વર્ગ સુપરવિઝનની નોંધ અચૂકપણે કરાવવી જોઈએ. તેમ જ ગણિત-વિજ્ઞાનના વિષયોમાં કંપાસ ખૂબ જ મહત્વનું શૈક્ષણિક સાધન છે. ત્યારે તેના સાધનો સારા અને પૂરતા છે તેની કાળજી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્વે રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ Board Exam: વિદ્યાર્થીઓ સાવધાન! બોર્ડની પરીક્ષામાં કંઈ પણ ચાલાકી કરી તો થશે કડક કાર્યવાહી

પ્રશ્નપત્ર ખૂબ જ મહત્વનુંઃ પરીક્ષા શરૂ થયા બાદ જે પ્રશ્નપત્ર આપવામાં આવે છે. તેને વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિથી સંપૂર્ણપણે વાંચવું જોઈએ અને જે પ્રશ્નો ખૂબ જ સરળતાથી લખી શકાય અને વિદ્યાર્થીઓને આવડે છે. તેને પ્રથમ લખવા જોઈએ. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન તેમને આપવામાં આવેલી જવાબવાહીમાં કોઈ પણ પ્રકારની ઓળખ છતી થાય. તે પ્રકારનું લખાણ ચિહ્ન કે અન્ય કોઈ નિશાની ન છોડવી જોઈએ. પેપર પૂર્ણ થયા બાદ તુરંત ઘરે પહોંચવું જોઈએ અને ત્યારબાદ જે પ્રશ્નપત્ર પૂરું થયું છે. તેની ખૂબ જ ટૂંકાણમાં ચર્ચા કરીને કેટલું સાચું કેટલું ખોટું કે કેટલું રહી ગયું. તે વિષયો પર સમય બગાડવા કરતા બીજા દિવસે જે વિષયની પરીક્ષા છે. તેની તૈયારીમાં લાગી જવું જોઈએ. પરીક્ષા દરમિયાન અફવા સતત ફેલાતી હોય છે. ત્યારે આવા સમયે પ્રત્યેક પરીક્ષાર્થીઓએ પરીક્ષાને લગતી અફવાથી દૂર રહેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.