- સેનેટાઈઝર જેવી સામાન્ય બાબાતે પતિએ પત્ની સાથે મારઝુડ કરી
- પરણિતાએ આ અંગે પોલીસમાં કરી ફરીયાદ
- પોલીસે કેસમાં તપાસ હાથ ધરી
જુનાગઢ: જિલ્લાના ઝાંઝરડા રોડ પર રહેતા એક પરિવારની પુત્રવધૂને જુનાગઢ બી ડિવિઝનમાં પોતાના પતિ તેમજ સાસુ-સસરા અને અન્ય પરિવારજનો દ્વારા સામાન્ય બાબતે મારઝૂડ કરવાની પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલાને લઈને જુનાગઢ ડીવીઝન પી.આઇ આર.બી સોલંકી મહિલાની ફરિયાદને આધારે તપાસ ચલાવી રહ્યા છે.
સામાન્ય બાબતે મારઝુડ
10મી મેના રોજ હાથ સેનીટાઈઝ કર્યા બાદ સંતાનોને ન અડકવાની વાત પર ઉશ્કેરાયેલાં પતિએ તેની પત્નીને મારઝુડ કરી હતી. પરણિતાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી
અગાઉ પર આપવામાં આવ્યો છે ત્રાસ
અગાઉ પણ મહિલાના ઇજનેર પતિએ પોતાના સાસરીયા પાસેથી ઘર ખરીદવા માટે કેટલીક રકમની માંગણી કરી રહ્યા હતા આ બાબતને લઈને પણ કેટલીક વખત ઇજનેર પતિ પત્ની વચ્ચે અણબનાવો પણ બન્યા હતા, પરંતુ ગત 10મી મેના રોજ ઇજનેર પતિને હાથ સેનીટાઈઝ કરી બાળકોને ન અડવા કહેતા પતિએ પત્ની સાથે દ્વારા મારઝૂડ કરવામાં આવી હતી.