ETV Bharat / state

ફાગણ ફોરમ તો આયો...રંગ કેસુડાના લાયો-આરોગ્યની દ્રષ્ટિનું મહત્વ - kesuda flowers importance

કેસુડાના ફુલને લઈને અનેહરું મહત્વ સામે (kesuda flowers importance) આવ્યું છે. આમ, તો હોળી અને ધુળેટીના સમયમાં કેસુડાના પુષ્પો જોવા મળતા હોય છે. પરતું કેસુડાના પુષ્પનો (kesudo tree in gujarati) ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિનું પણ અનેરુ મહત્વ સામે આવ્યું છે. (kesudo flower uses)

ફાગણમાં ફોરમ ફેલાવતો કેસર્યા કેસુડાનું જાણો ધાર્મિક-આરોગ્યની દ્રષ્ટિનું મહત્વ

author img

By

Published : Jan 3, 2023, 6:18 PM IST

Updated : Jan 3, 2023, 6:40 PM IST

કેસુડાના ફુલોનુ ધર્મની સાથે આરોગ્ય પર પણ છે ગાઢ સંબંધ

જૂનાગઢ : હોળી ધુળેટીના સમયમાં અને ફાગણ મહિનામાં એક માત્ર સમયે કેસુડાના પુષ્પો જોવા મળતા હોય છે. ભારતની સનાતન ધર્મ પરંપરામાં પણ કેસુડાના પુષ્પને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના (Kesuda flowers Religious significance) રંગોત્સવ સાથે કેસુડાને ખૂબ નજીકનો સંબંધ હતો. તો બીજી તરફ આ જ કેસુડાના પુષ્પો અને તેનો રસ ચામડીના અનેક રોગોમાં ઉપચારક તરીકે અસરકારક મનાય છે, ત્યારે આજે જોઈએ કેસુડાના પુષ્પનો ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિનું મહત્વ શું છે.(kesudo tree in gujarati)

કેસુડાના પુષ્પનો ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ હોળી ધુળેટીના તહેવારમાં કેસુડાના પુષ્પનો ઉપયોગ ખૂબ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. ભારતની પ્રજા ઉત્સવપ્રિય અને પ્રકૃતિ સાથે અનોખો લગાવ ધરાવે છે. તેનું કેસુડા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય લોકો નદી, પહાડો, સમુદ્ર, વૃક્ષો, પશુ પક્ષી પ્રાણી, પુષ્પો, વનસ્પતિ સહિત અનેક કુદરતી વસ્તુને પોતાની આસ્થા અનુસાર ધાર્મિક મહત્વ આપીને તેનુ પુજન કરે છે. ત્યારે ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન કેસુડાના પુષ્પનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. ભગવાન શ્રીકૃષ્ણએ રંગોત્સવમાં કેસુડાના પુષ્પના રંગનો ઉપયોગ કર્યો હોવાની ધાર્મિક માન્યતા આજે પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. (kesuda na phool)

આ પણ વાંચો Palas Festival at Statue of Unity: SOUમાં પ્રવાસીઓ કેસુડા અંગે જાણે તે માટે કેસુડા ટૂરનો કરાયો પ્રારંભ

સનાતન ધર્મમાં દેવી દેવતાઓને પુષ્પો કરાય છે અર્પણ સનાતન ધર્મની સંસ્કૃતિ આજે પણ દેવી-દેવતાઓની શક્તિને સર્વોચ્ચ માનીને તેની પરંપરિક રીતે પૂજા થઈ રહી છે. જેમાં પ્રત્યેક ભાવિક પોતાની આસ્થા અનુસાર પોતાના ઈષ્ટદેવને પુષ્પો અને વનસ્પતિ અર્પણ કરતા હોય છે. તે રીતે ભગવાન શિવને બિલ્વનું ફળ અને ધતુરાનું પુષ્પ અર્પણ કરાય છે. ભગવાન શ્રીકૃષ્ણને મોગરો અતિ પ્રિય હોવાથી તેને મોગરાના પુષ્પનો શણગાર કરાય છે. હનુમાનજીને આંકડાનું પુષ્પ પ્રત્યેક હનુમાન ઉપાસક અર્પણ કરે છે. તો સંપદાના ધની લક્ષ્મીજીને કમળ પુષ્પ અર્પણ કરાય છે. કમળ પુષ્પ લક્ષ્મીજીનું આસન પણ મનાય છે. તો શિવ પુત્ર ગણેશજીને દુર્વા અર્પણ કરવામાં આવે છે. આવી અનેક ધાર્મિક પરંપરા અને પૂજન વિધિમાં પુષ્પો વનસ્પતિઓ આજે પણ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે સંકળાયેલી જોવા મળે છે. (kesuda na phool na fayda)

આ પણ વાંચો ફાગણની ફોરમ કેસૂડાંનું આ મહત્ત્વ જાણો અને હરખે રંગાવ આ રંગમાં...

ફાગણ મહિનામાં કેસુડાના પુષ્પનો છે ખૂબ મહત્વ ધુળેટીનો તહેવાર વિક્રમ સંવત મુજબ ફાગણ મહિનામાં આવતો હોય છે. આ સમય દરમિયાન કેસુડાના પુષ્પો પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કેસુડાના પુષ્પ અને તેના રંગથી ધુળેટી રમવાની ધાર્મિક પરંપરા સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળી રહી છે. કેસુડાના પુષ્પા અને તેમાંથી બનાવવામાં આવેલો રંગ ચામડીના અનેક રોગોમાં અકસીર હોવાનું આજે પણ માનવામાં આવે છે. જેને કારણે વર્ષો પૂર્વે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પણ ધૂળેટીના તહેવારો દરમિયાન કેસુડાના પુષ્પોનો (Health importance of kesudo flowers) ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જે રંગોત્સવ ઉજવવામાં આવતો હતો. તેમાં કેસુડાના પુષ્પમાંથી બનાવેલા રંગનો ઉપયોગ થતો હતો. જેને લઈને કેસુડાનું પુષ્પા ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ખ્યાતિ પામતું જોવા મળ્યું છે. (kesudo flower uses)

Last Updated : Jan 3, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.