ETV Bharat / state

Holi 2022: હોળીના દિવસે જૂનાગઢમાં વાલમ બાપાની નનામી કાઢવામાં કેમ આવે છે જાણો? - જૂનાગઢના અંબાઈ ફળીયા

જૂનાગઢ શહેરમાં હોળીના(Holi 2022) દિવસે વ્યસનો અને દુર્ગુણોના પ્રતીક એવા વાલમ બાપાની નનામી કાઢવાની ધાર્મિક પરંપરા ચાલતી (Valam Bapani Nanami)જોવા મળે છે. લોકોમાં વ્યસન છોડવાને લઈને એક શુભ આશય મેળવી શકે તે માટે વાલમ બાપાની નનામી જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે.

Holi 2022: હોળીના દિવસે જૂનાગઢમાં વાલમ બાપાની નનામી કાઢવામાં કેમ આવે છે જાણો?

author img

By

Published : Mar 17, 2022, 7:45 PM IST

જૂનાગઢઃ હોળીનો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉત્સાહ(Holi 2022) સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ એકમાત્ર જૂનાગઢમાં હોળીના પાવન દિવસે વાલમ બાપાની નનામી કાઢવાની પરંપરા 100 વર્ષ કરતા પણ પૂર્વે (Junagadh Holi Valam Bapa) ચાલતી આવી છે. આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. વાલમ બાપાને અનિષ્ટો દુર્ગુણો અને વ્યસનના પ્રતિક રૂપે માનવામાં આવે છે.

વાલમ બાપાની નનામી

વાલમ બાપાની નનામી - હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢીને તેને હોળીમાં અગ્નિ સંસ્કાર આપીને પ્રતીકાત્મક(Valam Bapani Nanami)રૂપે પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવન ઘર અને સમાજ તેમજ સમગ્ર જગતમાંથી અનિષ્ટો દુર્ગુણો અને વ્યસનોને તિલાંજલિ આપીને આજથી સર્વગુણ સંપન્ન જીવન જીવવાનું ધ્યેય મેળવે તેવા આશય સાથે વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢના અંબાઈ ફળીયા વિસ્તારના યુવાનો દ્વારા વાલમ બાપાની નનામી કાઢીને વ્યસનના પ્રતીકરૂપે વાલમ બાપાને યાદ કર્યા હતાં.

આ પણ વાંચોઃ Holika Dahan in Girnar : ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા સાથે આજે ગિરનાર પર્વત પર હોલિકાનું દહન

હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢવાની પરંપરા - જૂનાગઢ ધર્મની સાથે સાંસ્કૃતિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યમાં એકમાત્ર જૂનાગઢ શહેરમાં હોળીના દિવસે વ્યસનો અને દુર્ગુણોના પ્રતક એવા વાલમ બાપાની નનામી કાઢવાની પરંપરા છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોના યુવક મંડળ દ્વારા વાલમ બાપાને નનામી તૈયાર કરવામાં આવે છે. તેને વાજતે ગાજતે ઢોલ-નગારાના નાદ સાથે સમગ્ર વિસ્તારમાં તેને ફેરવવામાં આવે છે. કોણ મરી ગયું વાલમ બાપા શાને માટે બીડી પીતા શાને માટે દારૂ પીતા આવા જન જાગૃતિ ફેલાવે અને વ્યસની લોકોમાં વ્યસન છોડવાને લઈને એક શુભ આશય મેળવી શકે તે માટે વાલમ બાપાની નનામી જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે.

વ્યસનો અને દુર્ગુણોમાંથી મુક્ત થવાનો સંદેશો - આ નનામી વિશેષ એટલા માટે પણ બની રહે છે. અંતિમયાત્રામાં સામેલ થયેલ પ્રત્યેક વ્યક્તિ એકદમ ખુશીનાં માહોલની વચ્ચે હર્ષોલ્લાસ સાથે વાલમબાપાની નનામીમાં જોડાય છે અને હર્ષોલ્લાસ સાથે વ્યસનમુક્તિનો સંદેશો આપીને સાંજના સમયે તેને હોળીમાં અંતિમ સંસ્કાર વિધિ કરીને પ્રત્યેક વ્યક્તિને વ્યસનો અને દુર્ગુણોમાંથી મુક્ત થવાનો સંદેશો પણ આપે છે.
આ પણ વાંચોઃ Ahmedabad Holi Festival 2022 : ચાઇનીઝ પિચકારી નહીં પણ સ્વદેશી પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.