જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ પ્રાણીઓના આદાન-પ્રદાનની પ્રક્રિયાઓ ચાલી રહી છે. ગત તારીખ 30 જુલાઈના રોજ જુનાગઢ સક્કરબાગ ઝૂમાંથી સિંહની એક જોડીને કર્ણાટકના મૈસુર ઝૂમાં મોકલવામાં આવી હતી. તેના બદલામાં મૈસુર ઝૂએ પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢને ઐશ્વર્યા અને સ્વામી નામના હિપ્પોની જોડી જૂનાગઢ ખાતે મોકલી આપી હતી. જેને આજે ચાર મહિના વીતી ગયા બાદ આજે ઐશ્વર્યા નામની માદા હિપ્પોએ જુનાગઢ શકક્બાગ ઝુમાં તંદુરસ્ત હિપ્પો બેબીને જન્મ આપ્યો છે.
ભૂતકાળમાં પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હિપ્પો લાવવામાં આવ્યા હતા, પરંતુ તે હિપ્પોને સક્કરબાગનું વાતાવરણ અનુકૂળ નહીં આવતા હિપ્પોને જૂનાગઢથી અન્યત્ર ખસેડવા પડ્યા હતા. ત્યારે એશ્વર્યા અને સ્વામી નામની જોડીને જુનાગઢનું વાતાવરણ હવે અનુકૂળ આવી ગયું છે અને શનિવારે માદા હિપ્પોએ એક તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે