- કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ધારાસભ્ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં પહોંચ્યું પૂર ગ્રસ્ત ઘેડમા
- મોટાભાગના ગામોને પૂરથી મુશ્કેલી
- ખેડૂતોને તાકીદે રાજ્ય સરકાર સહાય આપે તેવી માગ
જૂનાગઢ: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાનું ઘેડ પંથક વરસાદી પૂરનું પાણી ફરી વળવાને કારણે જળમગ્ન બનેલો જોવા મળે છે. પાછલા ત્રણ દિવસથી ઘેડના મોટાભાગના ગામોની આ પરિસ્થિતિ છે. જેને ધ્યાને લઇને આજે વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયા જિલ્લા પંચાયતના સદસ્યો રશ્મિબેન કામાણી હમીરભાઇ ધુળા અને જિલ્લા કોંગ્રેસ કિસાનના પ્રમુખ મનીષ નંદાણીયા સહિત કેશોદ તાલુકા કોંગ્રેસના સદસ્યોએ આજે કેશોદ તાલુકાના બાલાગામ પંચાળ અને ઓછા ગામની જાત મુલાકાત કરી હતી. ધારાસભ્ય સહિત તમામ અગ્રણીઓએ ગામલોકો ખેડૂતો અને પશુપાલકોને રૂબરૂ મળીને પૂર બાદ થયેલી થયેલી દયનીય પરિસ્થિતિ અંગે જાત માહિતી પ્રાપ્ત કરીને ખેડૂતોને તાકીદે રાજ્ય સરકાર સહાય આપે તેવી માગ કરી છે.
આ પણ વાંચો: જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
ઘેડના મોટાભાગના ગામો પૂરના પાણીથી પ્રભાવિત
જૂનાગઢ જિલ્લાનો ઘેડ પંથક ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે પાછલા 30 વર્ષથી જળમગ્ન બની રહ્યું છે. ઘેડ વિસ્તારમાં વરસાદ નહીં હોવા છતાં પણ ચોમાસા દરમિયાન ઘરના ઘેડના મોટાભાગના ગામો પૂરના પાણીથી પ્રભાવિત થાય છે. જેનો હજુ સુધી કોઈ કાયમી હલ જોવા મળતો નથી આવી પરિસ્થિતિમાં પૂરના પાણીએ ખેડૂતોની જમીનનું ધોવાણ કરી નાખ્યું છે. મોટાભાગના ગામોના લોકોની ઘરવખરી પૂરમાં તણાઇ ગઇ છે, પશુપાલકોને તેમના ઘાસચારાની ખૂબ મોટી તંગી ઉભી થઇ છે, ત્યારે ધારાસભ્ય હર્ષદ રિબડીયા માગ કરી છે કે, રાજ્ય સરકાર આગામી દિવસોમાં ગામલોકોને પડેલી મુશ્કેલીમાંથી બહાર લાવી અને તાકીદે સહાય કરે તેમજ ઓજત નદીમાં જે પેશકદમી થઈ રહી છે.