ETV Bharat / state

માતા પિતાની છત્રછાયા ગુમાવેલી કન્યાઓના કરાયા ધામધુમથી લગ્ન - Kodinar samuh lagan

કોડીનાર ખાતે પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન (Group wedding in Kodinar) કરાયું હતું. જેમાં 21 દીકરીઓના લગ્ન કરીને હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરિયાવર આપવામાં આવ્યો હતો. (Hariom Charitable Trust Group wedding)

માતા પિતાની છત્રછાયા ગુમાવેલી કન્યાઓના કરાયા ધામધુમથી લગ્ન

author img

By

Published : Dec 5, 2022, 10:26 AM IST

જૂનાગઢ : હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નનું (Group wedding in Kodinar)આયોજન કરાયું હતું. જેમાં 21 દીકરીઓના લગ્ન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રત્યેક નવદંપતીને લગ્નની ભેટ રૂપે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરિયાવર આપવામાં આવ્યો હતો. સમાજમાં થતા લગ્નમાં લાખો રૂપિયાનું ખર્ચ થાય છે. તેને અટકાવવા અને ગરીબ પરિવારના દીકરાને દીકરીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. (Hariom Charitable Trust Group wedding)

કોડીનાર ખાતે પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન

પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરાયું સમાજમાં વ્યાપેલા કુરીવાજો દૂર થાય અને લગ્નમાં થતા ખોટા ખર્ચાઓથી પ્રત્યેક પરિવાર બચી શકે તે માટે સમુહ લગ્નનું આયોજન ખૂબ આવકારદાયક માનવામાં આવે છે, ત્યારે કોડીનાર ખાતે થયેલા સમૂહ લગ્નમાં 21 દીકરા દીકરીઓના લગ્ન વિનામૂલ્યે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે સાથે વર અને કન્યા પક્ષ તરફથી આવેલા 7000 કરતાં વધુ જાનૈયાઓને લગ્નનું ભોજન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. (Kodinar samuh lagan)

સમૂહ લગ્નથી કુરિવાજોને આપી શકાય છે તિલાંજલી સમૂહ લગ્નથી આધુનિક સમયમાં વ્યાપેલા કુરિવાજોને દૂર કરવામાં પાછલા વર્ષોમાં સફળતા મળી રહી છે. સમૂહ લગ્નનું આયોજન સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ બાળ લગ્ન પ્રતિરોધ વિભાગની જાણમાં થતા હોય છે. જેથી બાળ લગ્નના પ્રસંગોને પણ અટકાવી શકવામાં સમૂહ લગ્ન ખૂબ મહત્વના બની રહેશે. વધુમાં આર્થિક રીતે ગરીબ પરિવારના બાળકોના લગ્ન પણ થઈ શકવાની તમામ શક્યતાઓ સમૂહ લગ્નમાં જોવા મળે છે જેને લઈને સમૂહ લગ્ન ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન પણ બને છે. (Mass wedding planning in Kodinar)

નવવધુએ શું કહ્યુંં સમુહ લગ્નમાં સામેલ થયેલી નવવધુ ભાવના સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં માતા-પિતાને ગુમાવ્યા બાદ લગ્ન જેવા પ્રસંગનો ખર્ચ કઈ રીતે પરિવાર ઉઠાવશે તેની ચિંતા હતી. સમૂહ લગ્ન દ્વારા આ ચિંતાનો નિરાકરણ ખૂબ સરળતાથી થયુ છે. સમુહ લગ્નના આયોજન કરનાર નરેશ મેરે પણ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ખોટા ખર્ચો અને કુરિવાજો ને દૂર કરવા માટે એકમાત્ર સમૂહ લગ્ન આશીર્વાદ સમાન બને છે. તેમનો આ પ્રથમ પ્રયત્ન હતો પરંતુ આવનારા વર્ષોમાં આ જ પ્રકારના સમૂહ લગ્નના આયોજન હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ કરવા માટે વિચારી રહ્યું છે. (Group marriage in Gujarat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.