- દિવાળીમાં સોમનાથ મહાદેવના દર્શન
- આગામી દિવાળીના તહેવારને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટે કરી વિશેષ વ્યવસ્થા
- ભાવિકો માટે ઓનલાઇન અને સન્મુખ વ્યવસ્થા
સોમનાથ: આગામી દિવાળીના તહેવારને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન (Somnath Mahadev Diwali darshan) ભાવિ ભક્તો સરળતાથી કરી શકે, માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ભાવિ ભક્તો મહાદેવના ઓનલાઇન અને સન્મુખ દર્શન કરી શકશે.
કોરોના ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન
સન્મુખ દર્શન માટે આવતાં ભાવિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોના ગાઇડ લાઇન (corona guideline)નું ચુસ્તપણે પાલન કરવાની શરતે પ્રત્યેક ભાવિકોને સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં દર્શન કરવા માટે પ્રવેશ આપવામાં આવશે. જેને લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મંદિર પરિસર અને ગર્ભગૃહમાં વિવિધ ધાર્મિક અને સુશોભન કાર્યક્રમનું આયોજન
દિવાળીના તહેવાર દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર પરિસરની અંદર કલાકારો દ્વારા વિશેષ રંગોળીનું આયોજન કરાયું છે, સાથે દિવાળીના દિવસે સોમનાથ મહાદેવને દીવડાનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવશે. શૃંગારથી મહાદેવ મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠશે. દિવાળીના દિવસે સાંજના સાડા ચાર કલાક બાદ ઓન લાઈન લક્ષ્મી અને ચોપડા પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી
લાઇટ એન્ડ સાઉન્ડ શો
આ મહિનામાં આવતી માસિક શિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવ મંદિર રાત્રીના સાડા બાર કલાક સુધી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે. દિવાળીના તહેવારને લઈને ભક્તોની મોટી સંખ્યામાં હાજરી ઉપસ્થિત રહી શકે છે, તેને ધ્યાને રાખીને સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત લાઇટ એન્ડ સાઉન્ડ શો ને બે તબક્કામાં યોજવાનુ આયોજન કરાયું છે.
આ પણ વાંચો: દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા