જૂનાગઢઃ આજે વ્યાસ પૂર્ણિમાનો ધાર્મિક તહેવાર મનાવવામાં (Maharshi Veda Vyas Jayanti 2022)આવી રહ્યો છે. હિંદુ ધર્મ સંસ્કૃતિને 18 વૈદોની ભેટ આપનાર મહર્ષિ વેદ વ્યાસ વૈશાખ સુદ પૂનમના દિવસે પૃથ્વી પર અવતરણ થયા હતા જેની જન્મ જયંતી આજે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાઈ રહી છે. વેદ વ્યાસને હિંદુ ધર્મ સંસ્કૃતિના પ્રહરી માનવામાં આવે છે તેમના દ્વારા રચાયેલા ધર્મ શાસ્ત્રો આજે હિંદુ ધર્મ સંસ્કૃતિ માટે પથદર્શક બની રહ્યા છે.
આજે છે વ્યાસ પૂર્ણિમાનો ધાર્મિક ઉત્સવ - આજથી 3000 વર્ષ પૂર્વે હસ્તિનાપુરની યમુના નદીના તટ પર ઋષિ પરાશર અને સત્યવતીને ત્યાં વેદવ્યાસનો પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા છે. વેદ વ્યાસને કૃષ્ણદ્રેપાયન બદ્રાયણી અને પરાશર્યના નામથી પણ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં (Ashadh Purnima 2022)ઓળખવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર મહાભારત જેવા ગ્રંથની રચના પાછળ પણ મહર્ષિ વેદ વ્યાસ હોવાનું જણાય આવે છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારત સમયના સાક્ષી હોવાનો ઉલ્લેખ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાં પ્રયોજવામાં આવ્યો છે. વેદ વ્યાસની નજર સમક્ષ મહાભારતની ઘટેલી ઘટનાઓનું નિરૂપણ ગ્રંથના રૂપમાં વેદ વ્યાસ પાસેથી શિવપુર પુત્ર ગણેશએ સાંભળીને તેને ગ્રંથના રૂપમાં ચરિતાર્થ કર્યો હોવાની માન્યતા પણ હિંદુ ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે.
વેદ વ્યાસનું હિંદુ ધર્મ સંસ્કૃતિમાં છે યોગદાન - મહર્ષિ વેદ વ્યાસ એટલે કે કૃષ્ણદ્રેપાયન નુ યોગદાન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. વેદવ્યાસ દ્વારા આપવામાં આવેલા 18 વૈદો આજે પણ હિંદુ ધર્મ સંસ્કૃતિના પથદર્શક બની રહ્યા છે અને એટલા માટે જ બદ્રાયણી વેદવ્યાસ ને હિંદુ ધર્મ સંસ્કૃતિના પથદર્શક ભગવાન તરીકે પણ પુજવવામાં આવે છે. જેની આજે જન્મ જયંતી છે ત્યારે વેદવ્યાસ દ્વારા આપવામાં આવેલા હિંદુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોને લઈને પણ આજનો દિવસ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને તેને સાધતા લોકો માટે ખુબ મહત્વપુર્ણ મનાય છે.
દરેક દ્વાપર યુગમાં વેદવ્યાસની છે ધાર્મિક ઉપસ્થિતી - દરેક દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસ દૈવિય શક્તિ તરીકે ઉપસ્થિતિ નોંધાય છે જેનો વિશેષ ઉલ્લેખ હિંદુ ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે પહેલા દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસ બ્રહ્માજીના સ્વરૂપમાં પૂજાયા(Maharshi Veda Vyas)હતા. તો બીજા દ્વાપર યુગમાં દક્ષ પ્રજાપતિ તરીકે મહર્ષિ વેદ વ્યાસની પૂજા કરવામાં આવી હતી. ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસ શુક્રાચાર્ય તરીકે પૂજવામાં આવ્યા હતા આમ દરેક દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસની ઉપસ્થિતિ દેવીય શક્તિના રૂપમાં જોવા મળે છે ક્યારેક વૈદવ્યાસ ભગવાન બ્રહ્માંના રૂપમાં તો ક્યારેક દક્ષ પ્રજાપતિ અને ત્રીજા દ્વાપર યુગમાં શુક્રાચાર્ય તરીકે મહર્ષિ વેદ વ્યાસ સનાતન હિન્દુ ધર્મમાં પૂજાતા જોવા મળ્યા છે.
મહર્ષિ વેદ વ્યાસ ત્રિકાળ જ્ઞાની હતા - હિંદુ ધર્મ ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ મુજબ મહર્ષિ વેદ વ્યાસ ત્રિકાલજ્ઞાની હતા અને જે ઘટના ઘટવાની છે તે તેમની દ્રષ્ટિ વડે જોઈ શકતા હતા. તેને કારણે કળિયુગમાં ધર્મ નબળો પડી જશે ધર્મના પતન થવાથી દરેક વ્યક્તિ નાસ્તિકતા તરફ આગળ વધશે જેને કારણે તે કર્તવ્યહીન બનશે અને તેનું આયુષ્ય ખૂબ ટૂંકું બની જશે, આ વાત ત્રિકાળ જ્ઞાની જ્ઞાન ધરાવતા વેદ વ્યાસે અગાઉ જાણી લેતા તેમના દ્વારા રચવામાં આવેલા 18 વેદ કળિયુગના માનવીની બુદ્ધિ ક્ષમતાથી બહાર હશે અને તેને કારણે તેઓ વેદોનો અભ્યાસ નહીં કરી શકે, જેને ધ્યાને રાખીને મહર્ષિ વેદ વ્યાસે તેમના દ્વારા રચવામાં આવેલા વેદને ચાર અલગ અલગ વિભાગોમાં વિભાજીત કર્યા.
આ પણ વાંચોઃ આજે ગુરુ પૂનમ, આવી રીતે કરો ગુરુનું પૂજન
કળિયુગના વ્યક્તિની બુદ્ધિ શક્તિને અનુરૂપ ચાર વેદોનું કર્યું સ્થાપન - ત્રિકાળ જ્ઞાની મહર્ષિ વેદ વ્યાસ કળિયુગમાં વેદોના અભ્યાસને લઈને ખૂબ જ ચિંતિત હતા તેઓ ત્રિકાળ જ્ઞાની હોવાને કારણે કળિયુગમાં પ્રત્યેક માનવી નાસ્તિક બની જશે. જેને કારણે તેમાં કર્તવ્ય હિનતા જેવો દુર્ગુણ પેદા થશે અને તેનું આયુષ્ય ખૂબ અલ્પજીવી બનશે, ત્યારે પ્રત્યેક વ્યક્તિ પોતાની બુદ્ધિક ક્ષમતા અને શ્રમણ શક્તિ મુજબ વેદોનો અભ્યાસ કરી શકે તે માટે તેમણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના કરી અને તેમના દ્વારા રચાયેલા 18 વેદોને આ ચાર વિભાગોમાં સામેલ કર્યા. વેદ વ્યાસે તેમના શિષ્યો પૈલા જૈમીન વૈશમ્પાયન અને સુમંત મુનિને ચારેય વેદનું જ્ઞાન પૂરું પાડ્યું વેદ વ્યાસે પાંચમા વેદના રૂપમાં પુરાણોની રચના કરી જેમાં વેદોનું જ્ઞાન રસપ્રદ વાર્તાઓ ના રૂપમાં સામેલ કર્યું છે ત્યારથી કૃષ્ણદ્રેપાયન વેદવ્યાસ તરીકે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખ્યાતિ પામ્યા છે.
આ પણ વાંચોઃ Valmiki Jayanti 2021: PM Modiએ પાઠવી શુભેચ્છા, મહર્ષિના જન્મથી જોડાયેલી કેટલીક કથાઓ...
પુરાણ મહાભારત બાદ બ્રહ્મસૂત્રની કરી રચના - વેદ વ્યાસ દ્વારા પુરાણ મહાભારતની સાથે બ્રહ્મસૂત્રોની રચના પણ કરી છે જે આજે પણ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ માટે પથદર્શક બની રહે છે વધુમાં મહર્ષિ વેદ વ્યાસે શ્રીમદ ભાગવત 18 પુરાણ મીમાંસા વેદાંત દર્શન અને અદૈતવાદ જેવા સનાતન હિંદુ ધર્મ ગ્રંથોના રચના પાછળ પણ વેદ વ્યાસ જોવા મળે છે આવા સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિના પૂજનીય ભગવાન એવા વેદવ્યાસની આજે અષાઢસુદ પૂનમના દિવસે જન્મ જયંતી છે ત્યારે વેદ વ્યાસને યાદ કરી અને તેમના સ્મરણ સાથે ભક્તો વ્યાસ પૂર્ણિમાનો તહેવાર ઉજવી રહ્યા છે.