ETV Bharat / state

Guru Dutt Jayanti: ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરૂદત્ત મહારાજની જન્મજયંતીની ઉજવણી

શનિવારના રોજ ગિરનારના અધિષ્ઠાતા દેવ (presiding deity of Girnar) તરીકે અનાદિકાળથી પૂજાતા આવતા ગુરૂદત્ત મહારાજની જન્મ જયંતી (Guru Dutt Jayanti ) છે ત્યારે તપોભૂમિ ગિરનાર (Tapobhumi Girnar) પરિક્ષેત્રમાં આદિ-અનાદિકાળથી પરંપરા અનુસાર ગુરૂદત્ત મહારાજનું પૂજન (Worship Gurudatta Maharaj according tradition) થતું આવ્યું છે

Guru Dutt Jayanti: ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરુદત્ત મહારાજની જન્મ જયંતીની ઉજવણી

author img

By

Published : Dec 18, 2021, 3:08 PM IST

જૂનાગઢ: શનિવારના રોજ ગિરનારના અધિષ્ઠાતા દેવ (presiding deity of Girnar) તરીકે અનાદિકાળથી પૂજાતા આવતા ગુરૂદત્ત મહારાજની જન્મ જયંતી (Birth anniversary Guru Dutt Maharaj) છે, ત્યારે તપોભૂમિ ગિરનાર (Tapobhumi Girnar) પરિક્ષેત્રમાં આદિ-અનાદિકાળથી પરંપરા અનુસાર ગુરૂદત્તમહારાજનું પૂજન (Worship Gurudatta Maharaj according tradition) થતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે તેમની જન્મજયંતિને ધાર્મિક આસ્થાથી ઉજવવામાં આવી રહી છે. ગુરૂદત્ત મહારાજ સનાતન હિંદુ ધર્મના નાગા સંન્યાસીઓ કે જે જૂના અખાડાના સંતો તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ ધરાવે છે, તેવા ગુરૂદત્ત મહારાજને તેમના અધિષ્ઠાતા દેવ તરીકે પણ પુજન કરી રહ્યા છે.

Guru Dutt Jayanti: ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરુદત્ત મહારાજની જન્મ જયંતીની ઉજવણી

ગિરનારના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરૂદત્ત મહારાજની જન્મ જયંતી

તપોભૂમિ ગિરનાર પરિક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે આદી અનાદીકાળથી ગુરૂદત્ત મહારાજની પુજા થતી આવી છે. ગિરનાર પર્વતના પાંચમાં શિખર પર ગુરૂદત્ત મહારાજની ચરણ પાદુકા પૂજન આજે પણ થઈ રહ્યું છે. હજારો વર્ષ પૂર્વે ગિરનારની ભૂમિમાં આવીને ઈશ્વરીય સાધના કર્યા બાદ ગુરૂદત્ત મહારાજ અહીં જ સ્થાયી થયા હતા અને આજે પણ તેમની હાજરી ગિરનાર પરિક્ષેત્રમાં સતત જોવા મળે છે, તેવા ધાર્મિક અને અલૌકિક અનુભવને કારણે ગિરનાર પરિક્ષેત્ર આજે પણ ચૈતન સ્વરૂપે જોવામાં આવે છે. તેને કારણે જ ગુરૂદત્ત મહારાજનું વિશેષ મહત્વ ગિરનાર પરીક્ષા ક્ષેત્રમાં આજે પણ જળવાઇ રહ્યું છે.

ગુરૂદત્ત મહારાજ પ્રત્યે જોવા મળી લોકોમાં અતૂટ આસ્થા

ગુરૂદત્ત મહારાજની સતત હાજરીને પગલે સાધકો ગિરનાર પરિક્ષેત્રમાં ધ્યાન કરવા આવી ચડે છે અને ગુરૂદત્તની સાધનામાં તલ્લીન બની જાય છે. દર વર્ષે ગુરૂદત્ત જયંતિના પાવન પ્રસંગે નિમિત્તે મરાઠી સમાજના લોકો પણ ખુબ મોટી સંખ્યામાં તેમના ઈષ્ટદેવ તરીકે પુજાતા ગુરૂદત્ત મહારાજની ચરણ પાદુકાના દર્શન કરવા માટે ગિરનાર પરિક્ષેત્રમાં પગપાળા યાત્રા કરીને ગુરૂદત્ત મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ પરંપરા પણ વર્ષોથી ચાલતી આવે છે, જે આજે પણ અવિરત જોવા મળી રહી છે.

ગુરૂદત્તનું આદી અનાદીકાળથી મહાત્મ્ય

ગિરનાર પરિક્ષેત્રની પાંચમા શિખર પર ગુરૂ દત્તાત્રેય મહારાજનો વાસ આટલા વર્ષો પછી પણ જોવા મળે છે અને અહીં તેમની ચરણ પાદુકાના પાવન દર્શન ભાવિકોને થઈ રહ્યા છે. ગુરૂદત્તની ઉપાસના કરનાર કોઇ પણ સાધકને તેમના જીવનકાળ દરમિયાન ગુરૂની જરૂર રહેતી નથી તેવી ધાર્મિક માન્યતા છે અને તેની પાછળ સચોટ તથ્ય છે. તેને ગુરૂઓના ગુરૂ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

ગુરૂદત્ત ભવનાથમાં હાજર હોય છે તેવી ધાર્મિક માન્યતા

ગુરૂદત્ત મહારાજ તેમના સાધકો અને શ્રદ્ધાળુને દર્શન આપવા માટે કોઈ પણ સ્વરૂપમાં ભવનાથમાં હાજરા હજૂર છે તેવી ધાર્મિક અનુભૂતિ સાધકો અને સેવકોમાં આજે પણ જોવા મળે છે. મહાશિવરાત્રીના દિવસે શિવના સૈનિક સન્માન નાગા સંન્યાસીઓ દ્વારા રવાડી કાઢવામાં આવતી હોય છે. હાલ ભવનાથ પરીક્ષેત્રમાં પ્રસ્થાપિત કરવામાં આવેલા ગુરૂ દત્તાત્રેયની ચરણ પાદુકાનું પ્રથમ પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ જ નાગા સંન્યાસીઓની રવાડી શિવરાત્રીના દિવસે ભવનાથ તળેટીના આયોજિત થતી હોય છે.

જોણો રવેડીની ધાર્મિક માન્યતા વિશે

નાગા સંન્યાસીઓની રવેડીમાં વધુ એક ધાર્મિક માન્યતા છે, ગુરૂદતના સાધકો આજે પણ તેમાં વિશ્વાસ રાખે છે કે, નાગા સંન્યાસીઓની રવેડીમાં ગુરૂદત્ત અને અશ્વત્થામાં કોઈપણ રૂપમાં જોડાય છે અને ગિરનાર પરિક્ષેત્રના સાધકોને (Seekers of Girnar range) પોતાના દર્શન કરાવે છે. આવી ધાર્મિક માન્યતાને કારણે ભવનાથમાં આયોજીત મહાશિવરાત્રી મેળામાં (Mahashivaratri fair organized Bhavnath) લાખોની સંખ્યામાં ભક્તો ગુરૂદત્ત અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર વિશ્વમાંથી આવે છે.

આ પણ વાંચો: ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે

આ પણ વાંચો: ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે ભવનાથ પરિક્ષેત્રમાં ગુરુદત્તની પાલખીયાત્રા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.