ETV Bharat / state

લાઈટ કેમેરા એક્શન....ફરી એક વખત આવશે ગીરના હીર જેવા સુવર્ણ દિવસો - Gujarati film production in Gir

હાલ ગીરમાં ગુજરાતી ચલચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે. આ ચલચિત્રની પટ કથા ગીર અને ગીરની ભૂમિ સાથે જોડાયેલી છે. સમગ્ર ચલચિત્રનું ફિલ્માંકન ગીરની ભૂમિ પર થઈ રહ્યું છે. ઘણા વર્ષો પછી લાઈટ એક્શન કેમેરા આ પ્રકારના શબ્દો ગીરમાં સાંભળવા મળ્યા હતા.

gujarati-film-production-in-gir-gujarat-government-started-giving-special-facilities-to-gujarati-films

author img

By

Published : Feb 28, 2023, 8:56 AM IST

ફરી એક વખત આવશે ગીરના હીર જેવા સુવર્ણ દિવસો

જૂનાગઢ: ગીર વધુ એક વખત ગુજરાતી ચલચિત્રના નિર્માણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. લાઈટ એક્શન કેમેરા આ શબ્દો ફરી એક વખત ગિરના હીર જેવા સુવર્ણ દિવસો પરત લાવવાને લઈને ઇશારો કરી રહ્યા છે. હાલ ગીરમાં ગુજરાતી ચલચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતી ભૂમિ અને ખાસ કરીને ગીર પર પટકથા આધારિત ગુજરાતી ચલચિત્રના કલાકારો પણ ગીરને હીર સાથે સરખાવીને ગુજરાતી ચલચિત્રના નિર્માણને યાદગાર બનાવી રહ્યા છે.

હાલ ગીરમાં ગુજરાતી ચલચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે.

ગીરની ભૂમિ પર સાંભળવા મળ્યા લાઈટ કેમેરા એક્શન જેવા શબ્દો: ગીર ફરી એક વખત ગુજરાતી ચલચિત્રમાં પોતાનું પ્રદાન આપવા માટે આગળ વધી રહ્યું છે. હાલ ગીર વિસ્તારમાં ગુજરાતી ચલચિત્રનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આ ચલચિત્રની પટ કથા ગીર અને ગીરની ભૂમિ સાથે જોડાયેલી છે. સમગ્ર ચલચિત્રનું ફિલ્માંકન ગીરની ભૂમિ પર થઈ રહ્યું છે. ફિલ્મમાં કલાકાર કામ કરી રહેલા કલાકારોની સાથે નિર્માતા નિર્દેશક અને અન્ય તમામ જોડાયેલા વ્યક્તિઓ ચલચિત્રને ગીર ખાસ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ઘણા વર્ષો પછી લાઈટ એક્શન કેમેરા આ પ્રકારના શબ્દો ગીરમાં સાંભળવા મળ્યા હતા જે ફરી એક વખત ગુજરાતી ચલચિત્રના સુવર્ણ ઇતિહાસ સમાન ગીરને ફરી એક વખત ચલચિત્રમાં હિર પાથરતા પ્રદેશ તરીકે ઓળખતો કરવા માટે આ શબ્દો આજે ઐતિહાસિક બની રહ્યા છે.

લાઈટ કેમેરા એક્શન....
લાઈટ કેમેરા એક્શન....

ગીર અને કાઠીયાવાડ ગુજરાતી ચલચિત્રની ધુરી: જ્યારે ગુજરાતી ચલચિત્રનો દબદબો જોવા મળતો હતો ત્યારે ફિલ્મ કલાકારોની સાથે નિર્માતા નિર્દેશક અને ફિલ્મને ફિલ્માકન કરવાના લોકેશનો ગીર અને કાઠીયાવાડમાં અચૂક જોવા મળતા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠીયાવાડી સાથે ગીરને જોડતી અનેક ગુજરાતી ચલચિત્રો સીને જગતમાં આજે પણ યાદગાર માનવામાં આવે છે પરંતુ પ્રાદેશિક ભાષાઓના ચલચિત્રોને કારણે ગુજરાતી કલાકારો અને ગુજરાતી ચલચિત્રના નિર્માણ અને નિર્દેશક સાથે સંકળાયેલા લોકો ગુજરાતી ચલચિત્રથી દૂર થતા ગયા. જેને કારણે ગુજરાતી ચલચિત્રનો વસમો સમય પણ શરૂ થયો હતો. આજે વર્ષો બાદ ચંદ્રના પ્રકાશમાં લાઈટ કેમેરા એક્શન આ શબ્દ ગીર કચ્છ અને કાઠીયાવાડની ચલચિત્રની ભૂમિને ફરી એક વખત જીવંત બનાવવા માટે જાણે કે સંભળાઈ રહ્યા છે.

સમગ્ર ચલચિત્રનું ફિલ્માંકન ગીરની ભૂમિ પર થઈ રહ્યું છે

સરકારની ચલચિત્રની નીતિને નિર્માતાઓએ આવકારી: ગુજરાતી ચલચિત્રનો સુવર્ણ ઇતિહાસ ફરી એક વખત ગીર કચ્છ અને કાઠીયાવાડમાં અંકિત થાય તે માટે રાજ્ય સરકારે પણ ગુજરાતી ચલચિત્રોને વિશેષ સગવડ આપવાની શરૂઆત કરી છે. વર્ષો પૂર્વે ગુજરાતી ચલચિત્રના નિર્માણ સાથે નિર્માતા અને નિર્દેશકોને પાંચથી દસ લાખ મળતા હતા જેમાં આજે ખૂબ મોટો વધારો થયો છે અને સારી ગુણવત્તા યુક્ત ચલચિત્ર પાછળ રાજ્યની સરકાર 50 થી લઈને 70 લાખ રૂપિયા જેટલી સબસીડી પણ આપી રહી છે. તાજેતરમાં જ સુપર ડુપર હિટ બનેલી હેલ્લારો મુવીને રાજ્યની સરકારે બે કરોડ સુધીનું વળતર આપ્યું હતું. આ ગુજરાતી ચલચિત્રોની ઓળખ અને તેને ફરી પુનઃસ્થાપિત કરવા માટેની દિશામાં મજબૂત પીઠબળ બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.