ETV Bharat / state

Gujarat weather updates: રવિવાર સુધી મેઘો સૌરાષ્ટ્ર પંથકમાં પાણી વરસાવશે

એક મહિનાથી સતત માવઠાનો માર જુનાગઢ ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં ક્રમશ વાતાવરણમાં સુધારો જોવા મળશે અને ગરમીના દિવસો શરૂ થશે તેવી જાણકારી મળી રહી છે. હજી રવિવાર સુધી વરસાદ પડશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉનાળામાં લોકોને થોડી ઠંડી હવા મળે એવી આશા રાખતા હોય છે. પરંતુ આ વખતે લોકો ગરમી પડે તેની આશા રાખી રહ્યા છે. કારણ કે છેલ્લા 30 દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

આગામી રવિવાર સુધી હજુ પણ જોવા મળશે માવઠાનો માર

author img

By

Published : May 5, 2023, 4:20 PM IST

Updated : May 5, 2023, 4:57 PM IST

આગામી રવિવાર સુધી હજુ પણ જોવા મળશે માવઠાનો માર

જૂનાગઢ: આવરે વરસાદ ઢેબરીયો વરસાદ... આ કહેવા જેવું હવે રહ્યું નથી. ગુજરાતના ખેડૂતો રોજ કહી રહ્યા છે કે હવે આ વરસાદ રવાના થાય તો સારૂ. છેલ્લા 30 દિવસ કરતાં વધુ સમયથી વાતાવરણની પ્રતિકૂળતા અને પશ્ચિમની વિક્ષોપના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ તેની અસર ખેડૂતોને પડી રહી છે. આવનારા સમયમાં જો હજુ પણ વરસાદ પડશે તો ખેડૂતોની પરિસ્થિતિ વિકટ પડશે તેવું જોવા મળી રહ્યું છે. આગામી અઠવાડિયામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જે બાદ ક્રમશ વાતાવરણમાં સુધારો જોવા મળશે અને ગરમીના દિવસો શરૂ થશે.

"વાતાવરણની પ્રતિકૂળતા પશ્ચિમની વિક્ષોપને કારણે ઊભા થયેલા પ્રતિકૂળ પરિબળો અને સતત વધતા ભેજને કારણે વરસાદ વરસી રહ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ આગામી રવિવાર સુધી સતત જોવા મળશે. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈ ને મધ્યમ કહી શકાય તે પ્રકારનો વરસાદ પણ થઈ શકે છે. સોમવાર બાદ વાતાવરણમાં ફરી એકવાર બદલાવ જોવા મળશે. ત્યારબાદ સતત દિવસના મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. જેને કારણે ગરમીના આકરા દિવસો પણ આગામી સોમવાર બાદ શરૂ થતા જોવા મળશે"--ધીમંત વઘાસીયા (હવામાન વિભાગના સહ સંશોધક )

પરિસ્થિતિ જોવા મળશે: માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી કમોસમી વરસાદને કારણે ઉનાળાની જગ્યા પર ચોમાસુ અને રાત્રીના સમયે શિયાળાનો માહોલ હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. આ જ પ્રકારે આગામી રવિવાર સુધી હજુ પણ કમોસમી વરસાદની સાથે વાતાવરણની પ્રતિકૂળતા લોકો અને ખેડૂતોએ સહન કરવી પડશે. ત્યારબાદ વાતાવરણ ફરી એક વખત બદલાતું જોવા મળશે. સોમવાર થી ગરમીનો પારો ઉપર ચડતો જોવા મળશે. પરંતુ રવિવાર સાંજ સુધી વાતાવરણ અને કમોસમી વરસાદથી છુટકારો મળે તેવી પરિસ્થિતિ જોવા મળશે નહીં.

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત: પશ્ચિમી વિક્ષેપ ક્લાઇમેટ ચેન્જનું કારણપશ્ચિમી વિક્ષોપના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પુષ્કળ જોવા મળે છે. જેને કારણે ઉનાળાના ગણી શકાય તેવા એપ્રિલ અને મે મહિનામાં ગરમીની જગ્યા પર વરસાદ અને શિયાળાની ઋતુ હોય તે પ્રકારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે ઉનાળાના દિવસો દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન જળવાવું જોઈએ. તેમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જે વરસાદની સાથે વાતાવરણમાં ઠંડક પણ આપી રહ્યો છે. આ જ પ્રકારની વાતાવરણની પ્રતિકૂળતા હજુ રવિવાર સાંજ સુધી જોવા મળશે. તેવી શક્યતાઓ જુનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

  1. આ પણ વાંચો
  2. Unseasonal Rains :સૌરાષ્ટ્રમાં વૈશાખના તડકામાં અષાઢી માહોલનું સર્જન, સતત વરસાદથી ચિંતાનું ચકડોળ
  3. Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ
  4. Unseasonal Rains : સવારે અંગ દઝાડતો તડકો બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, રસ્તાઓ પાણી પાણી

હવામાન વિભાગની આગાહી: ગુજરાતના રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દાહોદ, નર્મદા અને ડાંગમાં આગામી 3 કલાકમાં આજે હળવો વરસાદ અને 40 કિલોમીટરથી ઓછી ઝડપે પવન ફૂંકાશે, એવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે આગામી 7 થી 8 દિવસ હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગઇ કાલે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં જૂનાગઢ સાથે અમદાવાદનું વાતાવરણ પણ વાદળછાયું રહ્યું હતું.

Last Updated : May 5, 2023, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.