ETV Bharat / state

શાંતિપૂર્ણ વાતાવરણમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા શરૂ

આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission Exam)દ્વારા વર્ગ 1 અને નગરપાલિકાના અધિકારી વર્ગ-૨ ની તેમજ કેટલાક વિભાગોમાં સરકારી અધિકારીઓની પસંદગી માટેની પ્રારંભિક લેખિત પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નિર્ધારિત કરેલા અધિકારીઓની હાજરીની વચ્ચે આજે બે તબક્કામાં પરીક્ષાઓ હાથ ધરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા શરૂ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા શરૂ
author img

By

Published : Jan 8, 2023, 2:24 PM IST

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા શરૂ

જૂનાગઢ: આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission Exam )દ્વારા વર્ગ 1 અને નગરપાલિકાના અધિકારી વર્ગ-૨ ની તેમજ કેટલાક વિભાગોમાં સરકારી અધિકારીઓની પસંદગી માટેની પ્રારંભિક લેખિત પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં આજે સવારે જુનાગઢના 34 પરીક્ષા કેન્દ્રમાં શાંતિપૂર્ણ વાતાવરણ સાથે પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નિર્ધારિત કરેલા અધિકારીઓની હાજરીની વચ્ચે આજે બે તબક્કામાં પરીક્ષાઓ હાથ ધરવામાં આવશે.

GPSCની પરીક્ષાનો થયો પ્રારંભ: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વર્ગ એક અને બે ના અધિકારીઓની નિમણૂક માટેની જાહેર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની નગરપાલિકાના અધિકારીઓ તેમજ અન્ય સરકારી વિભાગોમાં વર્ગ 01 અને 02 ના અધિકારીની નિમણૂક કરવા માટે આ પરીક્ષાનું આયોજન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમા જૂનાગઢ ખાતે 34 પરીક્ષા કેન્દ્રમાં વહેલી સવારથી જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા પરીક્ષા નિર્ધારણ નિયમોને આધીન પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સવારે 10:00 કલાકે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાનો આરંભ થયો છે.

આ પણ વાંચો: Gujarat Public Service Commission: રાજ્યમાં gpscની વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષાનું રવિવારના 785 કેન્દ્રો પર આયોજન કરાયું હતું

જુનાગઢ ખાતે 8996 ઉમેદવારો નોંધાયા: રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ એક અને બે ના અધિકારી બનવા માટે જુનાગઢ કેન્દ્રમાં 8996 જેટલા ઉમેદવાર હોય પરીક્ષા માટે આવેદનપત્ર રજૂ કર્યું હતું. જેને લઈને જુનાગઢ શહેરના 34 પરીક્ષા કેન્દ્રમાં 375 જેટલા બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં 8996 ઉમેદવારો વર્ગ 1 અને 2 ના અધિકારી બનવા માટે પ્રથમ લેખિત પરીક્ષા આપી રહ્યા છે.

આ પણ વાંચો: હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને GPSCના ચેરમેન સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કરી નોટિસ ઇશ્યુ

બે તબક્કામાં પરીક્ષાનું આયોજન: આજે દિવસ દરમિયાન બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં બીજા તબક્કાની પરીક્ષા સાંજે પાંચ કલાકે પૂર્ણ થશે જીપીએસસી દ્વારા પરીક્ષામા ગેરરીતી અટકાવવા માટે તમામ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટને પરીક્ષા સંકુલ માં લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પરીક્ષાથી ગેરરીતી કરતો પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની આકરી કાર્યવાહી પણ જીપીએસસી દ્વારા કરવામાં આવશે. જેને લઈને આ પરીક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે આજે શરૂ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.