ETV Bharat / state

Junagadh farmers protested : મગફળીની ટેકાના ભાવે ખરીદીના રાજ્ય સરકારના નિર્ણયનો જૂનાગઢના ખેડૂતોએ કર્યો વિરોધ

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના વર્ષમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કરવાની જાહેરાત છે. આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થવાનું છે. જો કે સરકારની આ જાહેરાતનો જૂનાગઢના ખેડૂતોએ વિરોધ કર્યો છે. વાંચો ખેડૂતોને સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ શા માટે મંજૂર નથી???

આ વર્ષે ભારે વરસાદથી ખેડૂતોને થયું નુકસાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 4:09 PM IST

જૂનાગઢના ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા ટેકાની ખરીદીનો કર્યો વિરોધ

જૂનાગઢઃ રાજ્ય સરકારે ખેડૂતોના પાકની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. મગફળી,સોયાબીન, મગ વગેરે જેવા પાકની ખરીદી માટે ઓનલાઈન રશિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જો કે જૂનાગઢ પંથકના ખેડૂતો રાજ્ય સરકારની આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે. સમગ્ર પંથકના ખેડૂતો રાજ્ય સરકાર વિરૂદ્ધ રોષ પ્રગટ કરતા જોવા મળી રહ્યા છે.

ટેકાના ભાવથી ખરીદી અટપટીઃ કેટલાક વર્ષોથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા સતત વિવાદમાં જોવા મળે છે. સરકાર દ્વારા થતી ખરીદ પ્રક્રિયા ખૂબ લાંબી અને અટપટી હોય છે. તેમજ 90 દિવસની મર્યાદામાં વહેંચેલી મગફળીના પૈસા ખેડૂતોને પરત મળે છે. આવી જોગવાઈઓ અધકચરી હોવાને લીધે ખેડૂતો અવઢવમાં છે.

રાજ્ય સરકારની જાહેરાતઃ ગઈકાલે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્યના 160 કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળીની અંદાજિત 9.98 લાખ મેટ્રિક ટન ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ મગફળીના 6,377 ટેકાના ભાવ જાહેર કર્યા છે. આ ખરીદી પર ખુલ્લી બજારના બજાર ભાવો પણ અસર કરે છે.

સરકારની આ યોજના ખેડૂતો માટે બેવડા ધોરણ સમાન છે. વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે થયો નથી ત્યારે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. જેનાથી ખેડૂતોને મુંઝવણ છે. વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે આવી પરિસ્થિતિમાં સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી કેટલી મગફળી ખરીદશે તે પણ અનિશ્ચિત છે...રમેશભાઈ સાવલિયા (ખેડૂત, જૂનાગઢ)

ગતવર્ષે ખેડૂતોએ ખુલ્લી બજારમાં વેચી હતી મગફળીઃ પાછલા વર્ષો દરમિયાન સરકારે મગફળીની ખરીદી કરે તે પૂર્વે જ સરકારના જાહેર કરેલા ભાવો કરતા ખુલ્લી બજારમાં ઊંચા બજાર ભાવ મળવાને કારણે ખેડૂતોએ મગફળી વહેચી હતી. હવે જ્યારે સરકારે આ વર્ષે પણ જાહેરાત કરી છે ત્યારે ખુલ્લી બજારના બજાર ભાવ સરકારના ટેકાના બજાર ભાવ કરતા કેટલા ઊંચા કે નીચા જોવા મળે છે તેના પર સરકારની ખરીદી નિર્ભર બનશે.

  1. Gujarat Government: નર્મદા પૂર મામલે સરકારે પાણી પહેલા પાળ બાંધી, મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર
  2. MoU : ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુજરાતમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા એમઓયુ કર્યા, જીસીસી વિશે વધુ જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.