જૂનાગઢઃ જુનાગઢના કાચા પરિવારના આંગણે તારીખ 1લી ડિસેમ્બરના (Election Special Junagadh) દિવસે લગ્ન જેવો માંગલિક પ્રસંગ નક્કી છે. લગ્નમાં હાજરી આપવા માટે સ્વજનોને આપવામાં આવતી લગ્ન પત્રિકામાં પહેલા મતદાન બાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપજો તેવી વિનંતી (vote appeal wedding Card) લગ્ન પત્રિકામાં કરી છે. જૂનાગઢના જયંતીભાઈ કાચાના ઘરે પુત્રીના લગ્નનો માંગલિક પ્રસંગ છે. આ પ્રસંગની સાથે લોકશાહીનું મહાપર્વ પણ આયોજિત થયું છે.
મતદાનને મહત્ત્વઃ જયંતીભાઈ કાચાએ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે નિમંત્રણ આપવા માટે લગ્ન પત્રિકા છપાવી છે. જેમાં લોકશાહીના મહાપર્વ અને મતદાનને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. માંગલિક પ્રસંગની આમંત્રણ પત્રિકામાં પ્રત્યેક આમંત્રિત મહેમાનોએ પહેલા લોકશાહીનું મહાપર્વ ઉજવી અચૂક મતદાન કરી લગ્નના માંગલિક પ્રસંગમાં હાજરી આપે તેવી વિનંતી કરી છે.

ફરજ નિભાવી આવોઃ લગ્ન જેવો પ્રસંગ કોઈ પણ પરિવાર માટે ખૂબ મહત્વનો પ્રસંગ બનતો હોય છે પરંતુ આ દિવસોમાં લોકશાહીનું મહાપર્વ પણ આવી રહ્યું છે જેને લઈને જયંતીભાઈ કાચાએ પ્રત્યેક નિમંત્રિત મહેમાનોને મતદાનની ફરજ અદા કરીને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પત્રિકા ના મારફતે આગ્રહ ભરી વિનંતી કરી છે. ઈટીવી ભારતે કાચા પરિવારની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં પરિવારના જમાઈ દર્શનભાઈ પરમારે વાતચીત કરી હતી.

મતદાન એ જ ગિફ્ટઃ હવે લગ્ન પ્રસંગમાં વાસણ પ્રથા બંધ કરાય છે ત્યારે અમારા ઘરે આયોજિત લગ્ન જેવા માંગલિક પ્રસંગમાં મતદાનને ખરો ચાંદલો માનીને લોકશાહીનું આ મહાપર્વ માંગલિક પ્રસંગની સાથે ઉજવવાનું નક્કી થયું છે. તો બીજી તરફ કાચા પરિવારની પુત્રી રિયાના લગ્ન પહેલી તારીખે આયોજિત થયા છે.
કોઈ પણ પરિવાર લગ્નના પ્રસંગમાં હાજરી આપવા આવે તે પૂર્વે બંધારણે આપેલા મતદાનના અધિકારનો સંપૂર્ણ પણે ઉપયોગ કરીને માંગલિક પ્રસંગમાં હાજરી આપશે તો લોકશાહીના મહાપર્વની સાથે લગ્ન જેવો માંગલિક પ્રસંગ પણ વધુ ઉજવળ બનશે. ખરા અર્થમાં માંગલિક પ્રસંગની સાથે લોકશાહીનું મહાપર્વ ઉજવવાની એક અનોખી તક મળે તે માટે અમે પ્રત્યેક નિમંત્રિત વ્યક્તિઓને મતદાન કરવાનો આગ્રહ કરી રહ્યા છે.--- સ્વાતિબેન પરમાર (રીયાના બહેન)