ETV Bharat / state

કોંગ્રેસ નેતા કનૈયા કુમારના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન મળતા કાર્યક્રમ થયો રદ - જૂનાગઢ નજીક મજેવડી ગામમાં ચૂંટણી સભા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ચાર દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચારના ગરમાવવાની વચ્ચે નેતાઓના પ્રચારને લઈને પણ રાજકારણ ગરમાવી રહ્યું છે. કોંગ્રેસના યુવાન નેતા (Young Congress leader) કનૈયા કુમાર આજે જૂનાગઢમાં ચૂંટણી સભા સંબોધવા માટે આવવાની હતા. હેલિકોપ્ટરને કેશોદ એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર ઉતારવાની મંજૂરી નહીં અપાતા કાર્યક્રમ રદ થયો છે.

26/11ના કાળા દિવસે આ ઘટનાના સાક્ષીએ કુદરત પર ભરોસો કરી લોકોને બચાવ્યા, શું છે તેમના સવાલો

author img

By

Published : Nov 26, 2022, 10:25 PM IST

જૂનાગઢ મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકીય પ્રચારમાં જબરજસ્ત ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પ્રચારની વચ્ચે આજે પ્રચાર અભિયાનમાં રાજકારણ પ્રવેશ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના યુવાન નેતા (Young Congress leader) કનૈયા કુમાર આજે જૂનાગઢ નજીક મજેવડી ગામમાં ચૂંટણી સભા સંબોધવા માટે આપવાના હતા, પરંતુ ભારતીય વિમાનીકરણ ઓથોરિટી દ્વારા તેમના હેલિકોપ્ટરને કેશોદ એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર ઉતારવાની મંજૂરી નહીં અપાતા કનૈયા કુમારનો આજનો જૂનાગઢનો કાર્યક્રમ રદ થયો છે.

ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યું રાજકારણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ચાર દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર ના ગરમાવવાની વચ્ચે નેતાઓના પ્રચારને લઈને પણ રાજકારણ ગરમાવી રહ્યું છે આજે કોંગ્રેસ દ્વારા જૂનાગઢ નજીક મજેવડી ગામમાં ચૂંટણી સભાનું આયોજન (Election meeting at Majewadi village near Junagadh) થયું હતું. જેમાં કોંગ્રેસના યુવાન નેતા કનૈયા કુમાર સભામાં હાજર રહેવાના હતા, પરંતુ આજે કેશોદ એરપોર્ટ ખાતે તેમના ચોપર ને ટેકનિકલ કારણોસર ઉતરવાની મંજૂરી નહીં આપવામાં આવતા કનૈયા કુમાર નો આજનો જૂનાગઢ કાર્યક્રમ રદ થયો છે. ભારત સરકારના વિમાન પ્રધિકરણ વિભાગની પક્ષપાત ભરી નીતિને કારણે કોંગ્રેસી કાર્યકરોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. કનૈયા કુમાર યુવાન લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે, ત્યારે તેમની સભા નહીં થવા દેવાને લઈને રાજકીય પ્રચાર યુદ્ધમાં પક્ષપાત ભરી નીતિનો પણ પ્રવેશ થયો છે.

AICCના નિરીક્ષકે ઘટનાને વખોડી જૂનાગઢ વિધાનસભાની ચૂંટણીને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પ્રવક્તા શર્મિલા યાદવની જૂનાગઢ ખાતે ચૂંટણીને લઈને ખાસ નિમણૂક કરી છે. કનૈયા કુમારના હેલિકોપ્ટર કેશોદ હવાઈ મથક પર નહીં ઉતરવા દેવાની ઘટનાને શર્મિલા યાદવે ખૂબ જ શરમજનક માની છે. તેઓ માની રહ્યા છે કે ભાજપ સત્તાથી દૂર થઈ રહ્યું છે. તેની જાણ તેમના તમામ નેતાઓને પણ થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસનો પ્રચાર ન થઈ શકે તે એક વાતને લઈને કેન્દ્ર અને રાજ્યના સરકારના પ્રધાનો રાજકીય પ્રપંચમા ગળાડૂબ જોવા મળે છે.

ટેકનિકલ કારણોસર ઉતરવા દેવાની મંજૂરી નહીં આપાઈ સરકારના વિવિધ વિભાગોનો દુરુપયોગ કરીને કોંગ્રેસના નેતાઓના ચૂંટણી પ્રચારને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ ભાજપ કરી રહી છે. જેના ભાગરૂપે આજે કનૈયા કુમારના ચોપરને કેશોદ હવાઈ મથક પર ટેકનિકલ કારણોસર ઉતરવા દેવાની મંજૂરી નહીં આપીને રાજકીય પક્ષપાતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે ભાજપનો ભેદભાવ ભરી નિતી અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે જે ભાજપને ખુચી રહ્યું છે. તેને કારણે કોંગ્રેસના અગ્રણી નેતાઓના હવાઈ જહાજ અને ચોપરને ઉતરવા દેવાની મંજૂરી આપવામાં આવતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.