જૂનાગઢ આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કા માટે મતદાન (Gyujarat Election First Phase voting) હાથ ધરાવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે પ્રથમ વખત પાકિસ્તાનથી આવીને ભારતનું નાગરિકત્વ મેળવેલ હેમા આહુજા મતદાન કરવા માટે જશે, તો બીજી તરફ સમગ્ર ભારતમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ મતદાન કેન્દ્રમાં (Banej Polling Centre) પણ હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ બંને ઉમેદવારો લોકોને મત આપવા માટે અપીલ પણ કરી રહ્યા છે.
આવતીકાલે હાથ ધરાશે પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનો મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. ત્યારે સવારે આઠ વાગ્યાથી લઈને સાંજના પાંચ કલાક સુધી લોકશાહીના ઉત્સવ સમાન મતદાન હાથ ધરાશે. ત્યારે આ વખતે પ્રથમ વખત પાકિસ્તાનથી ભારતનું નાગરિકત્વ મેળવેલા હેમાબેન આહુજા (Women voters from Pakistan) પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. વર્ષ 2021માં હેમા આહુજાને ભારતનું નાગરિકત્વ મળ્યું હતું ત્યારબાદ તેઓ પ્રથમ વખત મતદાન કરશે. વધુમાં સમગ્ર ભારતમાં એકમાત્ર મતદાકા માટે ગીર જંગલની વચ્ચે ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં (Polling booth set up in Gir forest) બાણેશ્વર મહાદેવના મહંત (Saint of Baneswar Mahadev) હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
હેમાં આહુજા અને હરિદાસ બાપુએ કરી ETV Bharat સાથે વાતચીત હેમા આહુજા અને હરિદાસ બાપુએ આવતી કાલના મતદાનને લઈને ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીનો આ મહા ઉત્સવ પાંચ વર્ષમાં એક વખત આવી રહ્યો છે. ત્યારે પ્રત્યેક મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે લોકશાહી માટે વધુ યોગ્ય ગણાશે હેમા આહુજાએ જણાવ્યું હતું કે, પાછલા વર્ષો દરમિયાન તેઓ પાકિસ્તાનના નાગરિક તરીકે ત્યાં રહેતા હતા, પરંતુ વર્ષ 2021 માં ભારતનું નાગરિકત્વ મળ્યા બાદ તેઓ પ્રથમ વખત ભારતમાં મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળે છે. દરેક મતદારોને આવતી કાલના મતદાન માટે અવશ્ય મતદાન કરે તેવી આગ્રહ ભરી વિનંતી પણ કરી રહ્યા છે.