ETV Bharat / state

સોરઠની ધરતી નેતાને એક મોકો આપ્યા બાદ બીજીવાર ધારાસભ્યનું સિંહાસન નથી આપતી! - Junagadh Election Result

આગામી ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી (Political History of Junagadh) હાથ ધરવા જઈ રહી છે, ત્યારે સોરઠની ધારાસભા બેઠક પર ધારાસભ્ય બન્યા બાદ સરકારમાં પ્રધાનપદું ભોગવેલા (Junagadh assembly seat) ધારાસભ્ય ફરીથી ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે, કેશુભાઈ પટેલથી લઈને રતિભાઈ સુરેજા જસા બારડ તેમના ઉદાહરણો છે. તો ચાલો જાણીએ કયા ધારાસભ્ય પ્રધાન બન્યા બાદ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

સોરઠની ધરતી નેતાને એક મોકો આપ્યા બાદ બીજીવાર ધારાસભ્યનું સિંહાસન નથી આપતી!

author img

By

Published : Dec 7, 2022, 9:09 AM IST

Updated : Dec 7, 2022, 9:58 AM IST

જૂનાગઢ : ગુરુવારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, ત્યારે સોરઠની નવ (Junagadh assembly seat) વિધાનસભા બેઠકો પર ચૂંટણી પરિણામોને લઇને અત્યારથી હાર જીતના અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ આજે તમારા માટે એક રસપ્રદ અહેવાલ લઈને આવ્યા છીએ. ચૂંટણીના પરિણામો બાદ કેટલાક નેતાઓ ધારાસભ્ય બનવામાં સફળ રહેશે કેટલાકને હારનો સામનો પણ કરવો પડશે હાર અને જીત પાછળ કેટલાક રસપ્રદ તારણો પણ જોડાયેલા છે. પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલથી લઈને રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન બનેલા રતિ સુરેજા ધારાસભાની ચૂંટણી જીતીને સરકારમાં પ્રધાન પદ મેળવવામાં સફળ થયા છે, પરંતુ ત્યાર પછીની ચૂંટણીમાં તેઓની હાર થઈ છે. આવા અનેક રસપ્રદ ઉદાહરણો સોરઠની નવ વિધાનસભા બેઠક પર જોવા મળે છે. (Political History of Junagadh)

શામળદાસ ગાંધી ચૂંટણી જીતવામાં નિષ્ફળ આઝાદીની લડાઈ સાથે જોડાયેલા શામળદાસ ગાંધી વર્ષ 1952માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી ચિત્તરંજન રાજા સામે હારી ગયા હતા. જૂનાગઢને આઝાદ કરાવવા માટેનો જનમત કેળવનારા શામળદાસ ગાંધી ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. કુરજીભાઈ ભેસાણીયા રાજ્ય સરકારમાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા, પરંતુ ત્યારબાદની ચૂંટણીના ભાજપના ખેડૂતો નેતા કેશુભાઈ પટેલ સામે તેની હાર થઈ હતી.

કેશુભાઈ પટેલ નિષ્ફળ 1995માં વિસાવદર બેઠક પરથી જીતેલા કેશુભાઈ પટેલ પોતાની સત્તા બચાવી (Junagadh Election Result) રાખવામાં નિષ્ફળ રહ્યાં અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી, ત્યારબાદ વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે ભાજપના કનુ ભાલાળા ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. વર્ષ 2014માં કેશુભાઈ પટેલે નાદુરસ્ત તબિયતને કારણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને વિસાવદર બેઠક પરથી પોતાના પુત્ર ભરત પટેલને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવી. પેટાચૂંટણીમાં ભરત પટેલનો હર્ષદ રીબડીયા સામે પરાજય થયો હતો. (Junagadh assembly seat)

પ્રધાનપદુ સોરઠના ધારાસભ્યને બીજી ચૂંટણી હરાવે તેવી પરંપરા તેવી જ રીતે વર્ષ 1995માં તાલાલા બેઠક પરથી ધારાસભ્ય બનેલા અને ત્યારબાદ રાજ્ય સરકારમાં પ્રધાનપદ સુધી પહોંચેલા જસા બારડ વર્ષ 1998ની ચૂંટણીમાં હાર પામ્યા હતા. માળીયા મેંદરડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કેશુભાઈ પટેલ સરકારમાં પશુપાલન પ્રધાન તરીકે કામ કરતા દેવાણંદ સોલંકી કોંગ્રેસના ભીખા જોશી સામે ચૂંટણી જીતવામાં રહ્યા હતા. તે મુજબ વર્ષ 1995માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માંગરોળના ધારાસભ્ય ચંદ્રિકા ચુડાસમા સરકારમાં પ્રધાન બન્યા બાદ 1998માં ધારાસભાની ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા હતા. (Polling in Junagadh)

ભાવના ચીખલીયા પણ નિષ્ફળ તેવી જ રીતે ભગવાનજી કરગઠીયા પણ પ્રધાન બન્યા બાદ ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા હતા. વર્ષ 1995માં જુનાગઢ લોકસભા સીટ પરથી સાંસદ બનેલા પાટીદાર અગ્રણી ભાવના ચીખલીયા અટલ બિહારી વાજપેયી સરકારમાં રાજ્ય પ્રધાન તરીકે કામ કર્યું હતું, પરંતુ ત્યારબાદની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના જશુ બારડ સામે જુનાગઢ લોકસભા બેઠક પરથી તેમનો પણ પરાજય થયો હતો. વર્ષ 2002માં જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પર કેશુભાઈ પટેલ સરકારમાં પાણી પુરવઠા પ્રધાન તરીકે કામ કરી ચૂકેલા રતિ સુરેજા કોંગ્રેસના જવાહર ચાવડા સામે પરાજય થયો હતો. (Junagadh Assembly Candidate)

જવાહર ચાવડા અને દેવા માલમ જૂની પરંપરાને તોડી શકશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેશોદ અને માણાવદર બેઠકના ધારાસભ્ય રાજ્ય સરકારમાં પ્રધાનપદ મેળવવામાં સફળ રહ્યા છે. વિજય રૂપાણી સરકારમાં માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડા પર્યટન પ્રધાન બન્યા હતા, ત્યારબાદ સમગ્ર પ્રધાન પરિષદે રાજીનામું આપતા તેઓ ભૂતપૂર્વ બન્યા હતા. તેમની જગ્યા પર કેશોદના ધારાસભ્ય દેવા માલમને રાજ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ સરકારમાં પસંદ કરવામાં આવ્યા હતા. આઠમી તારીખે મતગણતરી થશે, ત્યારે સોરઠની હાર-જીતની આ પરંપરા કેટલી હદે જળવાતી જોવા મળશે તે સામે આવશે, પરંતુ સોરઠના ધારાસભ્ય બન્યા પછી સરકારમાં પ્રધાનપદ મેળવીને સતત ચૂંટણી જીતવામાં પૂર્વ પ્રધાનો નિષ્ફળ રહ્યા છે. આ સિલસિલો જળવાઈ રહે છે કે તેને તોડવામાં જવાહર ચાવડા કે દેવા માલમ સફળ રહેશે તે આઠમી તારીખે પડદો ઉંચકાશે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Dec 7, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.