ETV Bharat / state

આગામી ચૂંટણીમાં કોણ બનશે માંગરોળ વિધાનસભા બેઠકના મહારાજા - આમ આદમી પાર્ટી ઉમેદવાર પીયૂષ પરમાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો જૂનાગઢ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat ) વિશે.

આગામી ચૂંટણીમાં કોણ બનશે માંગરોળ વિધાનસભા બેઠકના મહારાજા

author img

By

Published : Oct 21, 2022, 9:10 PM IST

જૂનાગઢ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat )પર આ વર્ષે ત્રિકોણીય ચૂંટણી જંગ જામશે. ભાજપ બેઠક પરત મેળવવા કોંગ્રેસ બેઠકને જાળવી રાખવા અને આમ આદમી પાર્ટી પોતાની નવી બેઠક ઉભી કરવા માટે ચૂંટણી જંગમાં ઝંપલાવતા જોવા મળશે.

આ મતદારોનો મિજાજ જીતાડશે જંગ
આ મતદારોનો મિજાજ જીતાડશે જંગ

માંગરોળ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat )પર મુસ્લિમ અને કોળી મતદારો આજે પણ નિર્ણાયક માનવામાં આવે છે. અહીં 1,17,114 પુરુષ અને 1,11,122 મહિલા મતદારો મળીને કુલ 2,28,236 મતદારો નોંધાયા છે. જે પૈકી મુસ્લિમ 40,000 કોળી મતદારોની સંખ્યા 44,000 દરબાર, ગરાસિયા, ખાંટ, કાઠી રાજપુત અને કારડીયા સમાજ મળીને કુલ 37,000 પાટીદાર મતદારોની સંખ્યા 15,000 માંગરોળ બેઠક પર દલિત સમાજના 16,000 જેટલા મતદારો નોંધાયા છે. તો બીજી તરફ માલધારી અને રબારી સમાજના 15,000 મત અહીં આહીર સમાજના 10,000 ખારવા સમાજના 7,000 મતો નોંધાયા છે. જો જ્ઞાતિનું સમીકરણ કરીએ તો મુસ્લિમ અને કોળી મતદારો એકસાથે મતદાનમાં આવે તો અહીંથી તેમના દ્વારા પસંદ કરાયેલા રાજકીય પક્ષનો ઉમેદવાર ધારાસભ્ય બનવામાં સફળ રહેશે. જેને કારણે પાછલા બે ચૂંટણીથી કોંગ્રેસના બાબુભાઈ વાજા કોળી અને મુસ્લિમ સમુદાયના મતો એકીકૃત થવાને કારણે તેઓ વિજેતા બન્યા છે. માંગરોળ વિધાનસભા બેઠક ( Assembly seat of Mangrol ) માં માળીયા માંગરોળ અને ચોરવાડ વિસ્તારનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ માટે જીતના અહીં ઉજળા સંકેતો છે
કોંગ્રેસ માટે જીતના અહીં ઉજળા સંકેતો છે

અગાઉની ચૂંટણીનું પરિણામ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઇ વાજા ( Babubhai Vaja Seat ) ને મળેલા મત 71,654 હતાં. તેની સામે ભાજપ ઉમેદવાર ભગવાનજી કરગટિયા ( Bhagwanjibhai Kargatia Seat ) ને 57,740 મત મળ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વાજાનો 13914 મતથી માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat )પર વિજય થયો હતો.

માંગરોળ વિધાનસભા બેઠકમાં જામશે ત્રિપાંખિયો જંગ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) જૂનાગઢ જિલ્લાની માળિયા માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat ) પર ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ અહીંથી કોળી યુવાન આગેવાન પીયૂષ પરમાર ( Aam Aadmi Party candidate Piyush Parmar )ને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાના વર્તમાન ધારાસભ્ય બાબુભાઇ વાજા ( Babubhai Vaja Seat ) ને ફરી એક વખત ઉમેદવાર બનાવશે. ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવો ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. એક શક્યતા મુજબ જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાને ભાજપ આ વખતે માંગરોળ વિધાનસભા બેઠક પર ફરી ચૂંટણી જંગમાં ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે, તો બીજી તરફ અહીંથી જ ભાજપના પૂર્વ ધારાસભ્ય રહેલા અને કોળી આગેવાન ભગવાનજીભાઈ કરગટિયા( Bhagwanjibhai Kargatia Seat ) પણ ચૂંટણી મેદાનમાં જોવા મળશે, આપ અને કોંગ્રેસના ઉમેદવારો મોટેભાગે જાહેર થઈ ચૂકયા હોવાનું માનવામાં આવે છે, ભાજપ માટે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવાની સાથે ફરીથી જીત હાંસલ કરવી આજના સમયે ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે, વર્ષો પૂર્વે અહીંથી ધારાસભ્ય બનેલા કોળી મહિલા આગેવાન ચંદ્રિકાબેન ચૂડાસમા ભૂતકાળમાં સરકારમાં મંત્રી સુધી પહોંચી ગયા હતાં. ત્યારબાદ માંગરોળ વિધાનસભાને રાજ્યમંત્રી પરિષદમાં સ્થાન મળ્યું નથી.

માછીમારી ઉદ્યોગને લગતી કેટલીક કંપનીઓ આ વિસ્તારમાં આવ જા કરી રહી છે

માંગરોળ વિધાનસભા બેઠકની ખાસિયત માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat ) ભાજપ અને કોંગ્રેસના સમાન વર્ચસ્વવાળી આજે પણ માનવામાં આવે છે. તો આર્થિક રીતે જોઇએ તો માંગરોળ પંથકમાં અર્થતંત્ર ખેતી અને માછીમારી પર નિર્ભર છે. માછીમારી ઉદ્યોગને લગતી કેટલીક કંપનીઓ આ વિસ્તારમાં આવ જા કરી રહી છે જેના કારણે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલી રોજગારી હજુ સ્થિર થયેલી જોવા મળતી નથી. અહીં નાળિયેરીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે જેની નિકાસ ગુજરાત બહાર આજે પણ થાય છે. માંગરોળમાં આવેલો ઘેડ વિસ્તાર પણ તેની કૃષિપેદાશો માટે વખણાય છે. આ વિસ્તારનું ચોરવાડ ધીરુભાઇ અંબાણીનું જન્મસ્થળ છે.

આ મુખ્ય મુદ્દા સહિત અન્ય મુદ્દાઓ પણ છે
આ મુખ્ય મુદ્દા સહિત અન્ય મુદ્દાઓ પણ છે

માંગરોળ વિધાનસભા બેઠકની માગ માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat ) વિસ્તારમાં આવેલી ઓઝત અને ભાદર નદીના ચોમાસાના પૂરને લઇને આ વિસ્તારમાં કેટલીક સમસ્યાઓ જોવા મળે છે તે જોકે ભૌગોલિક પરિસ્થિતિવશ છે તેમ છતાં પૂર બાદની પરિસ્થિતિમાં સરકારની મદદ તત્કાળ આપવામાં આવે તેવી લોકોની અપેક્ષાઓ રહે છે. પૂરની સમસ્યાને ઓછી કરવા ઓઝત અને ભાદરના તટને ઊંડો કરવાની માગણી પણ વર્ષોથી કરવામાં આવી રહી છે. ખેતીના પાકમાં સારા ભાવ મળે તેવી માગણી પણ વારંવાર જોવા મળી રહી છે. તો બેરોજગારી ઘટાડવાનો અને સારી શૈક્ષણિક સંસ્થાઓ આજે પણ મુખ્ય મુદ્દો છે. ગાંધીવાદી સંસ્થા શારદાગ્રામ પણ બિલકુલ બંધ થવાની કગાર પર છે. સ્થાનિક રોજગારીનું સર્જન થાય એ માટે નાના કે મધ્યમ કદના કૃષિ આધારિત કે ઇજનેરી આધારિત ઉદ્યોગો લાવવાની પણ માગણી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.