ETV Bharat / state

Gujarat Assembly Election 2022 - મજેવડી જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા Aam Aadmi Partyમાં જોડાયા

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકીય નેતાઓ દ્વારા પક્ષ પલ્ટો અને પક્ષમાં જોડાવાનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. આ રાજકીય ગરમાવા વચ્ચે જણીતા પત્રકાર ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. જે બાદ ગત જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera) અપક્ષ ઉમેદવાર તરીકે મજેવડી બેઠક પરથી ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા. જે હવે આમ આદમી પાર્ટી ( Aam aadmi party )માં જોડાઈ જતા જિલ્લા પંચાયતમાં આપનુ સભ્ય બળ એક થયું છે. જે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં આમ આદમી પાર્ટી માટે ખૂબ જ પ્રેરક પૂરવાર થઇ શકે છે.

આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી
author img

By

Published : Jun 19, 2021, 10:49 PM IST

  • જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો થયો પગપેસારો
  • મજેવડી બેઠક પરના અપક્ષ સદસ્ય કાંતિભાઈ ગજેરા આપ મા જોડાયા
  • આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને આપની પૂર્વ તૈયારીઓની શરૂઆત

જૂનાગઢ : જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પરના અપક્ષ સદસ્ય કાંતિભાઈ ગજેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કાંતિભાઈનું આમ આદમી પાર્ટી ( Aam aadmi party )માં જોડાણ થતાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી ( Aam aadmi party )ના પ્રતિનિધિની હાજરી ઊભી થઈ છે. અત્યાર સુધી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષો સત્તા અને વિપક્ષ સ્થાને જોવા મળતા હતા, જેમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ( Aam aadmi party )નો પણ પ્રવેશ થયો છે. જેને લઇને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજનું રાજકારણ પણ વધુ સક્રિય બનતું જોવા મળશે. ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાંતિભાઈ ગજેરા અપક્ષ ઉમેદવાર તરીકે મજેવડી બેઠક પરથી ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા. શનિવારના રોજ કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera) આમ આદમી પાર્ટી ( Aam aadmi party )માં જોડાતા પક્ષ ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવું પીઠબળ મળશે જે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં ખૂબ જ પ્રેરક પુરવાર થઈ શકે છે.

મજેવડી જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા Aam Aadmi Partyમાં જોડાયા

જૂનાગઢ વિધાનસભા બેઠક પર કાંતિભાઈ ગજેરા આમ આદમી પાર્ટી ( Aam aadmi party )નો ચહેરો બની શકે છે

જૂનાગઢ વિધાનસભા બેઠક પર કાંતિભાઈ ગજેરા આમ આદમી પાર્ટી ( Aam aadmi party )નો ચહેરો બની શકે છે. આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની યોજવા જઇ રહી છે. આવી પરિસ્થિતિમાં જમીન સાથે જોડાયેલા ખેડૂત એવા કાંતિભાઈ ગજેરા જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે, તેવી ઉજ્જ્વળ શક્યતાઓ આજના દિવસે જોવાઇ રહી છે. મતદારો પર ખૂબ જ પકડ રાખનારા કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera) એક સમયે કોંગ્રેસના પાયાના પથ્થર અને સક્રિય કાર્યકર હતા, પરંતુ 2020માં કોંગ્રેસે તેમને જૂનાગઢ જિલ્લા પંચાયતની ટિકિટ નહીં આપતા તેમને અપક્ષ સદસ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીતીને પોતાનો દબદબો ફરી એક વખત કાયમ કર્યો હતો.

ઈસુદાન ગઢવીને લઈને કાંતિભાઈ ગજેરા જોવા મળી રહ્યા છે હકારાત્મક

પત્રકારમાંથી રાજકારણી બનેલા ઇસુદાન ગઢવીને લઈને કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera) સ્પષ્ટ મત રાખી રહ્યા છે. ખાનગી માધ્યમોમાં કામ કરી ચૂકેલા ઇસુદાન ગઢવીના તેમના સમર્થક છે. ઈસુદાન ગઢવી જે પ્રકારે ખેડૂતોના મુદ્દાને લઇને સરકારને ઘેરતા હતા. તેવી રણનિતી આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટી બનાવશે અને તેનો ફાયદો જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીને થશે. ઈસુદાન ગઢવીના આમ આદમી પાર્ટીમાં આવવાથી મોટી સંખ્યામાં ખેડૂત વર્ગ પણ પક્ષમાં જોડાશે અને તેનો સીધો ફાયદો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં AAPને થશે.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને કરી શકે છે નુકસાન

રાજકીય ગલિયારાઓમા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ જશે, તેવી ચર્ચાઓ અને અફવાઓનું બજાર સતત ગરમ થઈ રહ્યું છે, ત્યારે શંકરસિંહ વાઘેલા સાથે પણ કોંગ્રેસમાં કામ કરી ચૂકેલા કાંતિભાઈ ગજેરા માની રહ્યા છે કે, શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાથી પક્ષને વધુ નુકસાન જશે. ગુજરાતમાં જેટલા રાજકીય પક્ષો છે, તે તમામમાં શંકરસિંહ વાઘેલા જઇ ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં ફરી તેમને કોંગ્રેસમાં આવશે, તો કોંગ્રેસનો જૂથવાદ ફરી એક વખત ચરમસીમા પર જોવા મળશે અને પક્ષના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકરો સક્રિય રાજકારણમાંથી અલિપ્ત થશે. તેની સૌથી મોટી ખોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં કોંગ્રેસને થશે, તેવો સ્પષ્ટ અભિપ્રાય આમ આદમી પાર્ટી ( Aam aadmi party )માં જોડાયેલા કાંતિભાઈ ગજેરા (Kantibhai Gajera)એ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.