જુનાગઢઃ સોરઠ પંથકમાં ચોમાસુ પાકોનું વાવેતર બિલકુલ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ખરીફ પાકોના વાવેતરના હેક્ટર વાઇસ આંકડા પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં 3,13,765 અને ગીર સોમનાથ જિલ્લામાં 1,47,554 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે મગફળી કપાસ સોયાબીન કઠોળ વર્ગમાં મગ અડદ ધાન્ય વર્ગમાં બાજરી તેમજ શાકભાજી અને ઘાસચારાનુ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.
સોયાબીનનું વાવેતરઃ જેમાં દર વર્ષે સોયાબીનના વાવેતરમાં ઉત્તરો ઉત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને કારણે બીજા અન્ય પાકોમાં દર વર્ષે થોડે ઘણે અંશે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં 1,87,860 હેક્ટરમાં મગફળી ગીર સોમનાથ જિલ્લામાં 77,730 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં 16,947 હેક્ટરમાં કપાસ જુનાગઢ જિલ્લામાં 53,185 હેક્ટરમાં કપાસનો વાવેતર કરાવ્યું છે.
શાકભાજીનું વાવેતરઃ જુનાગઢ જિલ્લામાં 59430 અને ગીર સોમનાથ જિલ્લામાં 33,627 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે. પાછલા કેટલા વર્ષો દરમિયાન દર વર્ષે સોયાબીનના વાવેતરમાં વધારો જોવા મળે છે. તો ગીર સોમનાથ જિલ્લામાં 4,745 તેમજ જૂનાગઢ જિલ્લામાં 4,315 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. જૂનાગઢમાં 8548 તેમજ ગીર સોમનાથ જિલ્લામાં 13440 હેક્ટર વાવેતર વિસ્તારમાં ઘાસચારાનુ વાવેતર થયું છે. ચોમાસું પાકોના વાવેતરને લઈને સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારી હરેશ લાલવાણી અને જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જે વી ગોંડલીયા એ ઈટીવી ભારતને સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
જિલ્લામાં મગફળી કપાસ સોયાબીન સહિત અન્ય કૃષિ પાકોના વાવેતરને લઈને માહિતી આપી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 790 હેક્ટરમાં બાજરી 130 હેક્ટરમાં મગ 140 હેક્ટરમાં અડદ તો જૂનાગઢ જિલ્લામાં 130 હેક્ટર વાવેતર વિસ્તારમાં મગ તેમજ 85 હેક્ટર વાવેતર વિસ્તારમાં અડદની સાથે 162 હેક્ટરમાં તલ અને 50 હેક્ટરમાં દિવેલાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.
વાવેતરની સીઝનઃ ચોમાસું સારૂ રહેવાની આશાએ સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ખેડૂતોએ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાનો બાકી છે ત્યારે રાજ્યના અન્ય પંથકમાં પણ વાવેતર શરૂ થઈ ગયું છે.