ETV Bharat / state

Government schools closed in Junagadh: સરકારનું શિક્ષણ પાછળ કરોડોનું બજેટ છતા જૂનાગઢની 25 શાળો બંધ - શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી

વિધાનસભામાં શિક્ષણ પ્રશ્નોત્તરીકાળ(Gujarat Assembly 2022)દરમિયાન ધારાસભ્યો દ્વારા શિક્ષણ વિભાગને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. પાછલા વર્ષ દરમિયાન રાજ્ય સરકાર હસ્તકની 85 જેટલી સરકારી શાળાઓને સરકારે(Government schools closed in Gujarat)બંધ કરી લીધી છે. આ શાળાઓ પૈકી સૌથી વધારે 25 જેટલી સરકારી શાળાઓ જૂનાગઢ જિલ્લામાં બંધ કરવામાં આવી છે.

Government schools closed in Junagadh: સરકારનું શિક્ષણ પાછળ કરોડોનું બજેટ છતા જૂનાગઢની 25 શાળો બંધ

author img

By

Published : Mar 15, 2022, 1:58 PM IST

Updated : Mar 15, 2022, 2:50 PM IST

જૂનાગઢઃ વિધાનસભામાં શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નોત્તરીકાળ(Gujarat Assembly 2022) દરમિયાન ધારાસભ્યો દ્વારા શિક્ષણ વિભાગને લગતા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ ચિંતાજનક કહી શકાય તે પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે. ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલોનામાં એવી વિગતો બહાર આવી છે કે પાછલા વર્ષ દરમિયાન રાજ્ય સરકાર હસ્તકની 85 જેટલી સરકારી શાળાઓને સરકારે બંધ (Government schools closed in Gujarat)કરી લીધી છે. આ શાળાઓ પૈકી સૌથી વધારે 25 જેટલી સરકારી શાળાઓ જૂનાગઢ જિલ્લામાં બંધ કરવામાં(Government schools closed in Junagadh) આવી છે. જેને લઈને યુવાન શિક્ષણકારો પણ હવે ચિંતા જતાવી રહ્યા છે અને સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા જૂનાગઢ જિલ્લા માટે ખૂબ જ ચિંતાનો પ્રશ્ન આવનારા દિવસોમાં અને ખાસ કરીને પ્રાથમિક અને પાયાના શિક્ષણને લઈને ઉદ્ભભવી શકે છે તેવી આશંકાઓ વ્યક્ત કરી છે.

ગુજરાતમાં સરકારી શાળા બંધ

રાજ્યમાં 700 જેટલી સરકારી શાળાઓ એક શિક્ષક થી ચાલી રહી છે - શાળાઓ બંધ થવા પાછળના કારણો પર નજર કરીએ તો જે શાળામાં શિક્ષકની સંખ્યા એક જોવા મળે છે. આવી શાળાઓ કોઈપણ સમયે બંધ થઈ શકે છે. તેની પાછળના કારણોને લઈને શિક્ષણ વિભાગે(Gujarat Education Department) ખૂબ ગંભીરતાથી ચિંતન અને મનન કરવું જોઈએ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોવા છતાં પણ શાળાઓમાં પુરતા શિક્ષકોની નિમણૂક ન થતાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમના બાળકોને આવી શાળાઓ માંથી અન્ય શાળામાં દાખલ કરે છે જેને પરિણામે શાળામાંથી વિદ્યાર્થીઓની(Government Primary School)સંખ્યા ઘટતા તેમજ એક શિક્ષકથી ચાલતી આવી શાળાઓમાં શિક્ષક નિવૃત્ત થવાથી લઈને અન્યત્ર બદલી થવાથી શાળાઓ શિક્ષક વિહોણી બની જાય છે. અંતે સરકાર તેને બંધ કરીને મોટું મન રાખી શિક્ષણની સેવા કરતી હોય તેવો પ્રચાર પણ કરી રહી છે. એક શિક્ષકો (Education Minister Jitu Waghan)વાળી શાળાઓની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં 100 જેટલી સરકારી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. સમગ્ર રાજ્યમાં 700 જેટલી સરકારી શાળાઓ આજે પણ એક માત્ર શિક્ષક થી બાળકોને પાયાનું પ્રાથમિક શિક્ષણ આપી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી

ખાનગી શિક્ષણને પ્રોત્સાહન - રાજ્યની સરકાર શિક્ષણની સમસ્યાઓના નિરાકરણ કરવાને લઈને સરકારી શિક્ષણ અને શાળા ઓને નુકસાન પહોંચાડે તે પ્રકારની નીતિનો અમલ કરીને ખાનગી શિક્ષણ અને શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ બનાવી રહી છે. જેને કારણે રાજ્યની સરકારી શાળાઓને ખાસ કરીને જેને પાયાનું શિક્ષણ માનવામાં આવે છે. તેવી પ્રાથમિક શાળાઓ આજે ચિંતાજનક રીતે બંધ થઈ રહી છે.

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી - સરકારી શાળાઓમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. શિક્ષણ વિભાગ માટે ચિંતનની સાથે મનોમંથનનો પણ વિષય બનવો જોઈએ. પરંતુ રાજ્યની સરકાર ઉજળું ચિત્ર દર્શાવીને ગરીબ અને છેવાડાના પરિવારોના બાળકો માટે ઊભી થયેલી શિક્ષણ વ્યવસ્થાને ઇરાદાપૂર્વક નુકસાન કરી રહી છે તેવો જૂનાગઢના યુવાન શિક્ષણકાર સોહેલ સીદ્દીકીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે સરકાર પાયાના અને સરકારી શિક્ષણ પ્રત્યે યોગ્ય નીતિ બનાવીને તેનો અમલ કરાવે તો આજે પણ રાજ્યમાં ખાનગી શિક્ષણનો મૃત્યુઘંટ વાગી શકે તેમ છે.

આ પણ વાંચોઃ Government Primary Schools In Gujarat: રાજ્યની 700 પ્રાથમિક શાળાઓમાં ફક્ત 1 જ શિક્ષક, 86 શાળાઓ બંધ કરાઈ

Last Updated : Mar 15, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.