સોમનાથ જબલપુર વચ્ચે ચાલતી જબલપુર એક્સપ્રેસમાં આજથી જર્મન બનાવટના 22 જેટલા કોચને જોડીને શુભારંભ કરવામાં આવ્યો છે. આ કોચના લાગવાથી 24 કલાક જેટલી મુસાફરીના સમયમાં યાત્રિકોને વધુ સારી અને આરામદાયક મુસાફરીનો અહેસાસ થશે.
ઘણાં વર્ષોથી ચાલી રહેલી ટ્રેન હવે આધુનિક બની ગઈ છે. 22 જેટલા કોચને જોડવામાં આવ્યા છે. જેમ કે, જનરલ ટિકિટ પર મુસાફરી કરતા, વાતાનુકૂલિત 1 ક્લાસ, 2 ક્લાસ, એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસના કોચમાં આ પ્રકારનું ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ કોચ સામાન્ય બનાવટના હતાં જેને લઈને મુસાફરી દરમિયાન મુસાફરોને કેટલીક અગવડતાનો સામનો કરવો પડ્યો હતો, આ કોચ લાગવાથી યાત્રિકોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે, સાથે વિવિધ જરૂરિયાતો જેવી કે ટોઇલેટ, પીવાનું પાણી તેમજ વાતાનુકૂલિત કોચમાં સેન્ટ્રલ સિસ્ટમને કારણે મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.