જૂનાગઢ આવતીકાલથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ધાર્મિક વિધિવિધાન સાથે (girnar lili parikrama) શરૂ થવા જઈ રહી છે. ત્યારે 24 કલાક પૂર્વે પરિક્રમા માર્ગ પરિક્રમાર્થીઓનો માનવ મહેરામણ ભવનાથ તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે. સતત પરિક્રમાર્થીઓની હાજરીની વચ્ચે ગિરિ તળેટી જીવંત બની રહી છે.
લીલી પરિક્રમા 2 વર્ષ સુધી સ્થગિત હતી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (girnar lili parikrama) 2 વર્ષના વિરામ બાદ ફરી એક વખત સંપૂર્ણપણે આયોજિત થવા જઈ રહી છે. તેને લઈને સમગ્ર દેશમાંથી પરિક્રમાર્થીઓનો પ્રવાહ ભવનાથની ગિરિ તળેટી (bhavnath taleti girnar) તરફ આવતો જોવા મળે છે. કોરોના સંક્રમણને (Corona Cases in Gujarat) કારણે 2 વર્ષે સુધી પરિક્રમા સ્થગિત રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે તમામ પરિસ્થિતિ પરિક્રમાનું આયોજન થાય તે માટે અનુકૂળ ઊભી થતા આ વર્ષે એક પણ પ્રકારના પ્રતિબંધો વગર ગિરનારની લીલી પરિક્રમાનું (girnar lili parikrama) આયોજન થયું છે.
પરિક્રમાર્થીઓમાં ઉત્સાહ આ વર્ષે 2 વર્ષના વિરામ બાદ પરિક્રમાથીઓ એક નવા જોશ અને જૂસ્સા સાથે ભવનાથની ગિરિ તળેટી (bhavnath taleti girnar) તરફ આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓનો સતત આવતો પ્રવાહ ગિરિ તળેટીને ફરી (bhavnath taleti girnar) એક વખત જીવંત કરી રહ્યો છે.
લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓની હાજરીથી ભવનાથ બને છે જીવંત ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (girnar lili parikrama) કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે આજથી વર્ષો પૂર્વે બે થી 5,00,000 પરિક્રમાથીઓ પરિક્રમા માટે આવતા હતા, પરંતુ સમયના બદલાવાની સાથે ધીમે ધીમે પરિક્રમા માટે આવતા ભાવિકોની સંખ્યા લાખો સુધી પહોંચી છે તમામ વય જૂથના લોકો ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવા માટે સમગ્ર દેશમાંથી પગપાળા આવતા હોય છે 36 કિલોમીટરનું અને તે પણ જંગલમાં પગપાળા અંતર કાપીને કુદરતની સાથે ગિરનારની આધ્યાત્મિક શક્તિનો આલાદક અનુભવ પણ પ્રાપ્ત કરે છે, જેના માટે આદિ અનાદિકાળ પૂર્વે ભગવાન શ્રીહરિ દ્વારા ગીરનાર ની પરિક્રમા (girnar lili parikrama) શરૂ કરી હોવાની ધાર્મિક વાઈકા આજે પણ પ્રચલિત છે.