પાવનકારી લીલી પરિક્રમા અતિવિકટ અને કપરી માનવામાં આવે છે. જંગલના ઉબડખાબડ રસ્તાઓ તો ક્યાંક ચાર પગે પણ ચાલીને પાર કરવી પડે તેવી કપરી ટેકરીઓ પરિક્રમાર્થીઓ પાર કરીને ભવ-ભવનું ભાથુ બાંધવ આ પરિક્રમામાં આવતા હોય છે.
અંદાજીત 30 કિલોમીટર જેટલું અંતર કાપીને શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ આવતા હોય છે, ત્યારે તેની આ પરિક્રમા પૂર્ણ થાય છે. આ પરિક્રમામાં આવેલા પદયાત્રીઓનું માનવ મહેરામણ આજે બોરદેવીથી ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેને લઇને પરિક્રમા રૂટ પર મોટી સંખ્યામાં ભાવિકો અને પદયાત્રીઓ જોવા મળ્યા હતા.