જૂનાગઢ: આજે રાજ્યકક્ષાની 36 મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સિનિયર ભાઇઓ અને બહેનોમાં ગત વર્ષના વિજેતાએ પોતાનો દબદબો જાળવી રાખીને આ વર્ષે પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, પરંતુ જુનિયર ભાઇઓ અને બહેનોમાં આ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ રાજ્ય સ્તરની સ્પર્ધા (Competition In Junagadh)માં બે નવા વિજેતા મળ્યા છે. નિષાદ લલિત અને વાળા પારુલ જુનિયર ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં આ વર્ષે પ્રથમ રહ્યા છે. સ્પર્ધામાં 1થી 10 નંબર પર આવેલા સ્પર્ધકોને ઇનામ અને શિલ્ડ આપીને તેમનુ રોમાંચકારી રમતમાં ભાગ લેવા બદલ બિરદાવવામાં આવ્યા હતા.
જુનિયર ભાઇઓ અને બહેનોમાં મળ્યા બે નવા વિજેતા
જેમાં સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનોના મળીને કુલ 895 જેટલા સ્પર્ધકો (Girnar Mountaineering)એ ભાગ લીધો હતો, જેમાં ગત વર્ષના સીનિયર ભાઈઓ અને બહેનોના વિજેતા પરમાર લાલો અને બહેનોમાં ભૂત ભૂમિકા આ વર્ષે પણ પ્રથમ ક્રમ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા, પરંતુ જુનિયર ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં આ વર્ષે નવા વિજેતા મળ્યા છે. ભાઈઓમા નિષાદ લલિત અને બહેનોમાં વાળા પારુલે 5500 હજાર અને 2200 પગથિયાનું અંતર કાપીને ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાને જીતી હતી.
એક સેકન્ડમાં બે પગથિયાંનું અંતર કાપવા જેટલી મુશ્કેલ
ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, સ્પર્ધામાં ભાગ લેતા તમામ સ્પર્ધકોએ એક સેકન્ડમાં બે પગથિયાં જેટલું અંતર કાપવાની સ્ફુર્તિ બતાવવી પડે, જો આમાં જરા પણ ચુક રહી જાય તો કોઈ પણ સ્પર્ધક આ સ્પર્ધાને જીતી શકવામાં અસમર્થ બનતો હોય છે, ત્યારે આ વર્ષે સિનિયર ભાઈઓમાં વિજેતા બનેલા લાલા પરમારે 5500 પગથિયાં ચડી અને ઉતરવા માટે 57.25 જેટલો સમય લીધો હતો, જ્યારે સિનિયર મહિલા વિભાગમાં ભૂત ભૂમિકાએ સેકન્ડમાં 2200 પગથિયા માટે 41 મિનિટ અને 28 સમય લીધો હતો, તેવી જ રીતે જુનિયર ભાઈઓમાં નિશાદ લલિતે 59 મિનિટ 30 સેકન્ડ અને વાળા પારુલે 40 મિનિટ 53 સેકન્ડમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને પૂર્ણ કરીને પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
પ્રતિયોગિતા નોકરી માટે પ્રમાણિત બને તેવી સ્પર્ધકોની આશા
વર્ષ 1971 ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું આવ્યું છે, આ વર્ષે 36મી રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું છે. વર્ષોથી આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવે છે, તેને સરકારી નોકરી મેળવવા માટે લાયકાત તરીકે આજે પણ માન્ય રાખવામાં આવતું નથી. ભારતમાં ઘણી બધી રમતો છે કે જેના રમતવીરોને તેમના દ્વારા રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યા બાદ મળતા પ્રમાણપત્રોને કોઈપણ સરકારી નોકરીમાં વિશેષ લાયકાત તરીકે માન્યતા આપવામાં આવે છે, પરંતુ ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા જે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા હોવા છતાં તેનું પ્રમાણપત્ર વિજેતા ઉમેદવારોને સરકારી નોકરી મેળવવા માટે યોગ્યતા તરીકે માન્ય રાખવામાં આવતું નથી. આ સ્પર્ધાની સૌથી મોટી ખામી છે આગામી દિવસોમાં સ્પર્ધાના વિજેતાઓનું પ્રમાણપત્ર જો એક યોગ્યતા તરીકે લેવાનું સરકાર નિર્ણય કરે તો આ સાહસ ભરી સ્પર્ધા ખુબ રોમાંચિત બનશે તે વાત પણ નક્કી છે.
આ પણ વાંચો: Girnar Ascent and Descent Competition: આરોહણ સ્પર્ધાની તૈયારીને આખરી ઓપ આપતા રાજ્યભરના સ્પર્ધકો