ગીર સોમનાથ : ચંદ્રયાન ત્રણની મંગલ સફળતા માટે સોમનાથ નજીક જૂના સોમનાથ મંદિરમાં સોમપુરા બ્રાહ્મણો દ્વારા મહાદેવને દૂધના અભિષેક સાથેની મહાપૂજા કરીને ભારતનું ચંદ્રયાન ત્રણ સફળતાપૂર્વક તેના નિર્ધારિત સ્થળે અને સમયે ચંદ્રની જમીન પર સુરક્ષિત ઉતરાણ કરે તે માટેની પ્રાર્થના સાથે મહાપૂજા પણ કરી હતી.
ચંદ્રયાનની સફળતા માટે સોમનાથમાં પૂજા : ચંદ્રયાન ત્રણની સફળતા માટે સોમનાથના જુના મંદિરમાં કરવામાં આવી વિશેષ મહાપૂજા આજે સાંજના સમયે ભારતનું મિશન ચંદ્રયાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેની સફળતા માટે મહાકાલથી લઈને સોમનાથ સુધી ઉજવણીની પરંપરાઓ શરૂ થઈ છે. ત્યારે સોમનાથ નજીક આવેલા જૂના સોમનાથ મંદિરમાં સોમપુરા બ્રાહ્મણો દ્વારા દેવાધિદેવ મહાદેવને દૂધના અભિષેક સાથેની મહાપૂજા કરીને ભારતના મિશન ચંદ્રયાનને સફળતા મળે તે માટે સતત અનુષ્ઠાન અને પ્રાર્થના કરી હતી. સોમનાથ નજીક વસવાટ કરતા સોમપુરા બ્રાહ્મણોની સાથે દર્શન કરવા આવેલા શિવ ભક્તો ખૂબ જ આસ્થા સાથે જોડાયા હતા અને ભારતના મિશન ચંદ્રયાનને સફળતા મળે તે માટે પ્રાર્થના કરી હતી.
સોમનાથની ભૂમિને ચંદ્રની ભૂમિ સાથે સીધી રીતે સાંકળીને જોવામાં આવી રહી છે. વધુમાં આજના દિવસે મહાદેવ પર દૂધના અભિષેક અને પૂજા દ્વારા પણ ચંદ્રયાનને સફળતા મળશે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. દૂધને ચંદ્રના દ્રવ્ય તરીકે પણ સનાતન ધર્મમાં માનવામાં આવે છે. જેથી આજની પૂજાથી ચંદ્રયાનની સફળતાને ખૂબ જ ઉજવળ બનાવી શકાય છે..જયવર્દન જાની (સોમપુરા બ્રાહ્મણ સોમનાથ)
સોમનાથની ભૂમિનો ચંદ્ર સાથે સહયોગ : આજે સાંજના છ કલાક બાદ ભારતનું ચંદ્રયાન ચંદ્રની ભૂમિ પર ઉતારવા માટે જઈ રહ્યું છે. ત્યારે સોમનાથની ભૂમિને પણ ચંદ્ર સાથે ખૂબ જ ધાર્મિક અને નજીકનો સંબંધ માનવામાં આવે છે. સનાતન ધર્મની ધાર્મિક માન્યતા અનુસાર પ્રભાસ તીર્થ ક્ષેત્રની આ ભૂમિ પર ચંદ્ર સ્થિર થયો હતો. જેથી પ્રવાસ ક્ષેત્રની ભૂમિને ચંદ્રની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આજે ચંદ્રયાન ચંદ્રની ભૂમિ પર ઉતરવા માટે જઈ રહ્યું છે તેને કારણે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમપુરા ભૂદેવો દ્વારા મહાદેવની વિશેષ દૂધ સાથેની મહાપૂજા કરવામાં આવી હતી. જેની પાછળનો ધ્યેય ભારતના મિશન ચંદ્રયાનને આજે સફળતા પ્રાપ્ત થાય દૂધને ચંદ્રના દ્રવ્ય તરીકે પણ માનવામાં આવે છે. જેથી આજના દિવસે મહાદેવ પર દૂધના અભિષેક સાથેની મહાપૂજા કરવાથી ચંદ્રયાનની સફળતા ખૂબ જ પ્રબળ બની જતી હોય છે જેથી પણ આજે સોમપુરા બ્રાહ્મણો દ્વારા દૂધના અભિષેક સાથેની મહાપૂજા કરાઈ હતી.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આજનો દિવસ શુભ : આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાને કારણે પણ ચંદ્રયાનની સફળતાને લઈને જ્યોતિષીઓ પણ ખૂબ જ આશાવાદી જોવા મળી રહ્યા છે. તુલા રાશિમાં આજે ચંદ્ર સ્થિર થયેલ જોવા મળે છે. ચંદ્ર તુલા રાશિમાં આજે સ્થિર થયા છે તેને સફળતા અને ઉન્નતીના સંકેત તરીકે પણ જ્યોતિષીઓ જોઈ રહ્યા છે.
જ્યોતિષીઓ આપી તેમની પ્રતિક્રિયા : સોમનાથના સ્થાનિક જ્યોતિષી અમિત ત્રિવેદીએ માધ્યમોને તેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે ચંદ્રયાન ચંદ્રની ભૂમિ પર ઉતરવા જઈ રહ્યું છે ત્યારે આજના દિવસે તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ પણ થઈ રહ્યું છે. જેને ચંદ્રયાનની સફળતા સાથે ખૂબ જ હકારાત્મક સંકેતના રૂપે જોઈ શકાય છે. તુલા રાશિમાં ચંદ્રનુ ભ્રમણ ચંદ્રયાનને સફળતાને વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે.
- chandrayaan3 : ખાસ કારણથી ચંદ્રયાન 3ની આસપાસ લગાવવામાં આવ્યું છે ગોલ્ડન લેયર, જાણો શા માટે છે ખાસ
- Chandrayaan 3 moon landing : ચંદ્રયાન 3 નું સફળતાપૂર્વક ઉતરાણ થાય તે માટે સુરતમાં ઋષિ કુમારોએ વૈદિક યજ્ઞ કર્યો
- Chandrayaan 3 Landing: 15 વર્ષમાં ચંદ્ર પર ઉતરવાનો ભારતનો ત્રીજો પ્રયાસ, જાણો અગાઉના બે મિશન વિશે